________________
વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ
(૧) અજાણ્યા ફળોને ખાવા નહિં.
(૨) સાત આઠ ડગલાં દૂર જઈને પછી જ ઘાત કરવો. (૩) પટ્ટરાણીની સાથે ર્શત ક્રીડા ન કરવી.
(૪) કાગડાનું માંસ ખાવું નહિં.
વંકચૂલે તે સ્વીકા૨ કર્યો. ગુરૂને નમસ્કા૨ કરીને પોતાનાં ઘરે ગયો. એક વખત વંકચૂલ સાર્થની ઉ૫૨ ઘાડ પાડવા માટે ગયો. પરંતુ શકુન ન થવાથી સાર્થ આવ્યો ર્નાહ. તે વંકચૂલને ખાવાનું ખૂટી ગયું. પ્રધાન પુરૂષો ભૂખથી પીડાવા લાગ્યા. તે ભીલોએ કિંપાક વૃક્ષને ફળેલો જોયો. ફળો ગ્રહણ કર્યા. તે ફળોનાં નામ જાણતા ન હોવાથી તે વંકચૂલે ખાધુ નહિં. બીજા બધાએ ખાધું. કિંપાક ફળોથી તે બધા મરી ગયા. તેથી વંકચૂલે વિચાર્યુ. અહો ! તે નિયમનું કેવું ફળ. પછી તે વંચૂલ એકલો જ પલ્લીમાં ગયો. પોતાનાં ઘે૨ ત્રમાં પ્રવેશ કર્યો. દીપકનાં પ્રકાશ વડે પુરૂષ વેષવાળી પુષ્પચુલાને પોતાની પત્ની સાથે સૂતેલી જોઈ. (ખબર ન હોવાથી) તેનાં ઉ૫૨ ક્રોધ ઉત્પન્ન થયો. આ બંનેને તલવારનાં પ્રહા૨ વડે છે. એ પ્રમાણે જેટલામાં વિચા૨ ક૨ે તેટલામાં નિયમ યાદ આવ્યો. તેથી સાત-આઠ ડગલાં પાછળ ખરીને ઘાતને આપે તેટલામાં તલવા૨ ઉપ૨ અડવાથી ખટ્ કરતો અવાજ થયો. ‘વંડ્યૂલ જીવો !' એ પ્રમાણે બેન વડે બોલાયું. પુષ્પચુલાનાં વચન સાંભળીને લજ્જા પામેલાં વંકચૂલે પૂછ્યું. 'આ શું ?' તે પુષ્પચૂલાએ પણ (નટ વેષધા૨ી લુંટારાઓનું) નટવૃત્તાન્ત કહ્યો.
અનુક્રમે તે ૨ાજ્યને પાળતાં તેજ પલ્લીમાં તેજ (સુસ્થિત) આચાર્યનાં ધર્મઋષધર્મદત્ત નામના શિષ્ય ક્યારેક ચૌમાસુ રહ્યાં. તેથી તે બેઓમાંથી એક સાધુએ ત્રણ મહીનાનાં ઉપવાગ્ન કર્યા. અને બીજા સાધુએ ચાર મહીનાનાં ઉપવાસ કર્યા. વંકચૂલે પણ તે આપેલાં ભાવ શુભફળને દેખીને વિનંતિ કરી હે ભગવાન્ ! ‘મા૨ા ઉ૫૨ અનુકમ્પા કરીને કાંઈક સુંદ૨ એવો ધર્મોપદેશ આપો.' તેથી બે સાધુઓએ ચૈત્ય નિર્માણની પ્રે૨ણા કશ્તી અને ક્લેશને નાશ કરવાવાળી દેશના આપી.
૧૫૩
તે વંકચૂલે પણ શરાવિકા પર્વતની પાસે વર્તતા તેજ પલ્લી માં ચમર્ણવતી નદીનાં તટ ઉપ૨ ઉંચુ એવું સુંદર ચૈત્ય બનાવ્યું. ત્યાં આગળ ભગવાન મહાવીરની પ્રતિમા સ્થાપન કરી. તીર્થ તરીકે તે સ્થળ પ્રસિદ્ધ થયું. ત્યાં આગળ ચારે દિશાઓમાંથી સંઘ આવે છે.
અનુક્રમે કોઈક વ્યાપારીએ પોતાની પત્ની સાથે સર્વ િવડે તે તીર્થની યાત્રા માટે પ્રયાણ કર્યુ. અનુક્રમે ૨ન્તી નદીને પ્રાપ્ત થયો. નાવ ઉપ૨ ચઢેલાં પતિ પત્નિને ચૈત્યનું શિખર દેખાવા લાગ્યુ. તેથી ઉતાવળાં થઇને સોનાનાં કચોળા (વાટકા) માં કુંકુમ, ચંદન, કપૂર, નાંખીને પાણી નાંખવાની વ્યાપા૨ીની પત્ની શરૂઆત કરે છે. પ્રમાદથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org