________________
શ્રી હીપુરી તીર્થ કલ્પઃ
ચેaણા નામનાં શ્રી પાર્શ્વનાથનું તથા શ્રી વીરપ્રભુનું ધ્યાન કરીને શ્રી ઢીંપુરી તીર્થનાં કલ્પને જેવી રીતે સાંભળ્યો તેવી રીતે કહીશ.
પારત દેશનાં ચણાવતી મહાનદીનાં તટ ઉપર વિવિધ પ્રકારનાં અડાબીડ વનથી ગહન ઢીંપુરી જય પામે છે.
આ જ ભારત દેશમાં વિમલયશ નામનો રાજા હતો. તેને સુમંગલાદેવીની સાથે વિષયસુખને અનુભવતાં અનુક્રમે યુગલનો જન્મ થયો. પુત્ર પુષ્પચૂલ અને પુત્રી પુષ્પચૂલા. અનર્થનાં સમૂહને ઉત્પન્ન કરતાં પુષ્પચૂલનું લોકો વડે વંકચૂલ એ પ્રમાણે નામ ૨ખાયું. મહાજન વડે ઠપકો આપવાથી શેષિત થયેલાં રાજાએ વંકચૂલને નગ૨ બહા૨ નિકાળ્યો. પોતાનાં પ૨વા૨ તથા સ્નેહનાં વશથી સાથે આવેલી બહેનની સાથે ચાલ્યો. માર્ગમાં આગળ જતાં ભયંકર અટવીમાં પડ્યો. ત્યાં આગળ ભૂખ અને તૃષાથી પીડાતા તેને ભીલોએ દેખ્યો. પોતાની પલ્લીમાં લઈ ગયા. પૂર્વ પલ્લીપતિ પદ ઉપ૨ તેને સ્થાપિત કર્યો. પલ્લીના રાજ્યને પાળવા લાગ્યો. ગામ નગ૨ શાર્થ આદિને લુંટવા લાગ્યો.
એક વખત સુસ્થિત નામનાં આચાર્ય અર્બુદાચલથી અષ્ટાપદ તીર્થની યાત્રા માટે પ્રયાણ કરતાં તે જ સિંહગુફા નામની પલ્લીમાં ગચ્છ સાથે આવ્યા. ત્યારે વર્ષા સમય આવ્યો. પૃથ્વી જીવાકુલ થઈ. સાધુની સાથે વિચાર કરીને વંકચૂલ પાસે વસંતિને માંગી. તે જ પલ્લીમાં સૂ૨ ૨હ્યા. તે વંકચૂલે શ૨ત કરી કે મારી સીમાની અંદ૨ તમારે ધર્મકથાને ક૨વી નહિ. કારણ તમારી કથામાં હિંસાદ ધર્મ રહેલો છે. મારા લોકો તેને પાળશે નહિ. 'હા' એ પ્રમાણે સ્વીકાર કરીને ગુરુ ઉપાશ્રયમાં રહ્યાં. તે વંકચૂલે સર્વે પ્રધાન પુરૂષોને કહ્યું હું રાજપુત્ર છું તેથી મારી પાસે બ્રાહમણાદિ આવશે તે કારણથી તમારે જીવવધ, માંસ, મધ આદિનો પ્રસંગ પલ્લીની મધ્યે નહિં ક૨વો. એ પ્રમાણે નિષેધ કર્યો છતે સાધુઓને પણ જુગુપ્સા વિનાનાં ભાત-પાણી કલ્પશે. તે પ્રધાનો વડે તે પ્રમાણે ચા૨ મહીના સુધી કરાયું. વિહા૨ ૨ામય આવ્યો. વંકચૂલ પાસે સૂર વડે 'શમણાણું સઉણાણં' (પંખીની જેમ સાધુઓ નિયત વિહારી હોય છે.) વાક્યો દ્વારા અનુજ્ઞા માંગી. ત્યાર પછી તે સૂરની સાથે વંકચૂલ ચાલ્યો. પોતાની સીમાને પ્રાપ્ત કરીને તે વંકચૂલે વિનંતિ કરી : અમો બીજાની સીમામાં પ્રવેશ ક૨તાં નથી'. સૂરિએ કહ્યું “અમે પણ તારી સીમા છોડી બીજી સીમામાં આવ્યા. તેથી તને શું ઉપદેશ આપીએ ?' વંકચૂલે કહ્યું : 'જે મારા વડે નિર્વાહ થાય તે ઉપદેશ આપીને મારા ઉપર ઉપકાર કરો.' ત્યારે સૂરેએ ચા૨ નિયમ આપ્યા. તે આ પ્રમાણે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org