________________
(૧૩૯
વિવિધ તીર્થ કલ્પ: સચિત્રઃ આ નગરીમાં લૌકિક તીર્થોને ગણવા માટે કોણ સમર્થ છે ?
જંગલની અંદ૨ ૧દાંતતી ખણેલાં 'દંતખાતે તળાવની પાસે શ્રી પાર્શ્વનાથનું ચૈત્ય અનેક પ્રતિમાઓથી શોભાયમાન છે. જે તળાવમાં વિવિધ પ્રકારનાં કમળો ઉપ૨ ૨સ્વચ્છ સુગંધથી ખેંચાયેલાં ભમરાઓનો સમૂહ ૨હેલો છે.
આ જ નગરીમાં કોઈ પણ જાતનાં ભય વગરનાં પોતાની ઈચ્છા મુજબ ફ૨તા વાંદરાઓ અને મૃગધૂર્તી (શિયાળો) એક જ ઠેકાણે ૨હેલાં છે.
આ જ નગરીથી ત્રણ ગાઉ દૂર ધર્મેક્ષા નામના ગામમાં બૌદ્ધોનું ગગનચુંબી મંદિર છે.
આ જ નગરીમાં અઢી જોજન દૂર ચદ્રાવતી નામની નગરી છે. જ્યાં આગળ સંપૂર્ણ ભુવનના માણસોને ખુશ ક૨ના૨ાં ચન્દ્રપ્રભસ્વામીનાં ગર્ભાવતાશદ ચા૨કલ્યાણકો થયાં.
ગંગાના પાણી વડે અને બે તીર્થક૨નાં જન્મથી પ્રરા થયેલી આ કાશીનગરી કોના વડે વખણાઈ નથી ? - વિપુલ વિભૂતિવાળો આ નગરીનો કલ્પ પ્રસિદ્ધ મુનીન્દ્ર એવાં જિનપ્રભસૂરિ વડે ૨ચાયો.
૧. અત્યારે ભલુપુર મહોલ્લામાં આવેલ પાર્શ્વનાથ જિનાલય, આ દંતખાત પાસેનું જિનાલય હોવું જોઈએ.
અહીં જિર્ણોદ્ધાર માટે ખોદકામ કરતાં પાર્શ્વનાથ ભગવાનની ભવ્ય પ્રતિમા તથા અન્ય પ્રતિમાઓ
મળી હતી. (જૈન તીર્થોના ઐતિહાસિક વિવેચન પૃ.૧0૯) ૨. અહીં વિશ્વેશ્વર મંદિરમાં શ્રી ચન્દ્રપ્રભ ભ.ની પ્રતિમા હોવાનું પણ આ જ ગ્રંથમાં ૪૫માં કલ્પમાં જણાવ્યું
૩. આજે આ સ્તૂપ ધમેખતુપ તરીકે જાણીતો છે. અને ૩ ગાઉ દૂર આવેલો છે. ૪. અત્યારે વારાણસી થી ઉત્તર-પૂર્વમાં ગંગાના પશ્ચિમ કાંઠે ૩૨ કી.મી. દૂર આવેલા વિશાળ ટેકરા ઉપર
ચન્દ્રપુરી તે જ ચંદ્રાવતી હોય તેમ લાગે છે. પ્રાચીન તીર્થમાલા સંગ્રહ પૃ.૧૩-૧૪ માં પણ આ તીર્થનો ઉલ્લેખ છે. દિગંબર ચૈત્યપરિપાટીઓમાં આ તીર્થનો ઉલ્લેખ નથી મળતો. (જૈન તીર્થોના ઐતિહાસિક અધ્યયન પૃ.૯૩) ઈ.સ. ન ૧૯૧૨ માં પૂરના કારણે ટેકશે ધોવાઈ જવાથી પત્થરની પેટી મળેલી. તેમાંથી બે તામ્રપત્રો મળેલા. વિ.સં. ૧૧૫૬ ના તામ્રપત્રમાં ચન્દ્રમાધવ દેવાલયનો ઉલ્લેખ છે. (શ્વેતાંબર જૈન મંદિ૨ ચંદ્રમાધો તરીકે લોકોમાં પ્રસિદ્ધ છે.) ઈપગ્રાફીકા ઈંડિકા ભા.૯ પૃ.૧૯૭-૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org