________________
(૧૩૮)
( શ્રી વારાણસી નગરી કલ્પઃ ) છોડાવીને તેને સ્થાને હરિશ્ચંદ્ર પોતે જોડાઈને હોમ કુંડમાં પોતાનાં માંસના ટુકડા અર્પણ કરવા લાગ્યો.
આજ નગરીમાં જેવી રીતે કુંડ વચ્ચેથી મુખ નીકળ્યું શીયાળીઓ ૨ડ્યા. તાપસે રાજાનાં ઘા ચાંરોહણ ઔષધિ વડે પૂર્યા. અને ફૂલોને ગ્રહણ કરતાં સેંહિતાશ્વને નિર્દય રીતે સાપે ડંખ્યો. તેને સં૨કા૨ ક૨વા માટે લઈ ગયેલી સુનારાદેવી પાસેથી રાજાએ કફન માંગ્યું. એવી રીતે શત્વની પરીક્ષામાં પા૨ પામવાથી હ૨ખાયેલ દેવે પોતાનું રૂપ પ્રકટ કરી પુષ્પવૃષ્ટિ અને જય જય ધ્વનિનો નાદ કર્યો. અને આ સાત્ત્વિક શિરોમણી છે એ પ્રમાણે સર્વમાણસોએ પ્રશંસા કરી.
અને બહુર્મુખનાં મુખથી માંડી વરાહાદિથી પુષ્પવૃષ્ટિ સુધીની દિવ્યમાયાનો વિલાસ જાણી જેટલામાં હરિશ્ચન્દ્ર મનમાં ચમત્કાર પામ્યો. તેટલામાં પોતાની નગરીના મહેલમાં રિસંહાસન ઉપ૨ ૨હેલાં રાજાએ પોતાનાં પરિવારને દેખ્યો.
- દેવી-કુમા૨ને વેચવાદિથી માંડી દિવ્યપુષ્પવૃષ્ટિ સુધીનું સત્ત્વની પરીક્ષા માટે કસોટી સમાન ક૨ના૨ માણસોને આશ્ચર્ય ઉત્પન્ન કરનારૂં શ્રી હરિશ્ચન્દ્રનું ચરિત્ર આ નગરીમાં જ થયું.
જે કાશી મહામ્યમાં મિગ્ડાલ્વીઓ વડે કહેવાયું કે આ વારાણસીમાં કલિયુગનો પ્રવેશ નથી. તથા અહીં મરણને પ્રાપ્ત થયેલાં કીડા, પતંગીયા, ભ્રમર્શાદ તેમજ અનેકવાર ચારે પ્રકારની હત્યામાં પાપ ક૨ના૨ાં પણ મનુષ્યો મોક્ષે જાય છે. આવી વાત અનુભવ અને યુક્તરહિત હોવાથી તેની અમારે શ્રદ્ધા કરવી પણ દુ:શક્ય છે. તો પછી કલ્પમાં કહેવાની તો વાત જ શું ? તેથી આની ઉપેક્ષા કરી છે.
આ જ નગરીમાં પરિવ્રાજક-જટાધ૨-ચોગી-બ્રાહ્માણદ-ચતુર્વર્ણવાળા લોકોમાં ધાતુવાદ-૨૨૫વાદ-ખાણવાદ મન્ત્રવધામાં નિપુણ-શબ્દાનુશાસન-તર્ક-નાટક-અલંકાર
જ્યોતિષ-ચૂડામણિ-નિમિત્તશાસ્ત્ર-સાહિત્યમાં નિપુણ એવાં અનેક પુરૂષો શિક મનવાળાઓને ખુશ કરે છે.
આ નગરીમાં બધી કલાઓને જાણવા માટે કુતુહલથી ચારે દિશાનાં દેશાન્ત૨ વાશી માણસો આવીને ૨હેલાં દેખાય છે.
આ વારાણસી નગરી ચા૨ ભાગમાં વિભાજિત થયેલી છે. તે આ પ્રમાણે છે. (૧) દેવવારાણસી – જ્યાં વિશ્વનાથનું પ્રાસાદ છે. તેની મધ્યે પત્થર ઉપ૨ ચોવીશ જિનેશ્વરનો પટ પૂજા માટે રાખવામાં આવેલો આજે પણ વિદ્યમાન છે. (૨) રાજધાની વારાણસી - જ્યાં જનાં સમયે યવન પુરૂષો છે. (૩) મદન વારાણસી (૪) વિજય વારાણસી. ૧. અત્યારે વારાણસીનો ‘અલઈપુર વિસ્તાર તે રાજધાની વારાણસી હોઈ શકે. આજે પણ અહીં મુસ્લિમ
વસ્તી વધુ છે. ૨. વારાણસીનો મદનપુ૨ મહોલ્લો હોવાનો સંભવ છે. ૩. છાવણી વિસ્તાર વિજય વારાણસી હોવાનું અનુમાન થઈ શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org