________________
( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર )
૧૩૭) તે ભૂંડ બાણıહત અદશ્ય થયો. સુંદ૨ ચરિત્રવાળો રાજા એટલામાં તે પ્રદેશમાં પ્રવેશ કરે છે. તેટલામાં પોતાનાં બાણથી હણાયેલી હરણીને જોઈ અને તે હરિણીનાં તરફડતાં અને ખરી પડેલાં ગર્ભને દેખી કપિલ-કુનાલ નામનાં મિત્રની સાથે પર્યાલોચના કરી. ગર્ભ હત્યા ક૨ના૨ પોતાની ઉપ૨ તિ૨સ્કા૨ કર્યો. પ્રાર્યાશ્વતને ગ્રહણ ક૨વા માટે કુલપતિની પાસે ગયો. નમસ્કાર કરી આશીર્વાદને ગ્રહણ કર્યા તેટલામાં વંચના નામની કુલપતિની કન્યાએ ઘણો કોલાહલ કર્યો. અને બોલી, 'હે તાત ! આ પાપીએ મારી હરણીનેહણી. તેનું મ૨ણ થવાથી મારું અને મારી માતનું મરણ થશે.' એ પ્રમાણે સાંભળીને કુલસ્પતિ રાજા ઉપ૨ કુપિત થયો. તેથી રાજા કુલપતિનાં પગે પડીને બોલ્યો - 'હે પ્રભો ! સંપૂર્ણ પણે પૃથ્વીને ગ્રહણ કરીને મને આ પાપથી છોડાવો. અને વંચનાને મ૨ણથી નિવા૨વા માટે એક લાખ સોનામહોર આપુ છું.' તે કુલપતિ વડે હાં એ પ્રમાણે સ્વીકા૨ ક૨ાયું. કૌટિલ્ય ઋષને સાથે કરીને રાજા પોતાની નગરી ત૨ફ આવ્યો. ત્યારપછી વસુભૂતિ મંત્રી અને કુંતલમિત્રને તે સ્વરૂપ જણાવ્યું. ભંડારમાંથી એક લાખ સોનામહોર મંગાવી, તેથી હશીને સાંગા૨ક તાપસ બોલ્યો - અમને સમુદ્ર સુધી આખી પૃથ્વી તેં આપી છે. તો પછી અમારી જ વસ્તુ અમને આપો. એમાં ક્યો ન્યાય ?
હવે વસુભૂતિ કંઈ પણ બોલવા જતાં કુલપતિ વડે શાપ આપીને પોપટ બનાવાયો અને કુંતલને શીયાળ બનાવ્યો. તે બંન્ને વન મધ્ય ૨હ્યા. અને રાજા એક મહીનાની મુદત માંગીને રોહિતાશ્વને અંગુલિમાં લગાડીને સુતારાની સાથે કાશી તરફ ચાલ્યો. અનુક્રમે આ નગરીને પ્રાપ્ત કરીને ચૌટામાં ઉભા રહ્યા. ત્યાં માથા ઉપર ઘાસને આપીને વજહદય બ્રાહ્મણને હાથમાં દેવી અને કુમા૨ને છ હજા૨ સોનામહો૨માં વેચ્યાં.
તે સુતાશ દેવી એ ત્યાં આગળ ખાંડવું-પીશવું વ. કાર્ય કરવાની શરૂઆત કરી. અને પુત્ર ઈંધણ, પત્ર, ફળ, ફુલાદિને લાવતો હતો. રાજા ચિન્તાતુર હતો. કુલપતિ શોનું માગવા માટે આવ્યો. રાજાએ તેને છ હજા૨ સોનામહોર આપી. કુલપતિ “આ થોડુ છે.' એ પ્રમાણે કહી ક્રોધિત થયા છે અને અંગારક બોલ્યો : 'હે રાજન ! શા માટે પત્ની અને પુત્રને વેચી નાંખ્યા. અહીં આગળ ચન્દ્રશેખ૨ ૨ાજા પાસે લાખ સોનામહોર કેમ માંગતો નથી ? ૨ાજાએ કહ્યું “અમારા કુળમાં આ યોગ્ય નથી. ચાંડાલ ઘ૨માં પણ કાર્ય કરીને હું લાખ સોનામહોર આપીશ.' પછી કાર્ય ક૨વા માટે ચંડાલે સ્મશાનમાં ૨ક્ષણ કરવા નિયુક્ત કર્યો. ત્યાર પછી તે બે દેવોએ નગરીમાં મારી રોગ ઉત્પન્ન કર્યો.
જેવી રીતે રાજાનાં આદેશથી આણેલ માંત્રિક સુતારા રાક્ષસી છે એવો આક્ષેપ કરી મંડલમાં લાવી ગધેડા ઉપર બેસાડી.
આજ નગરીમાં વસુભૂતિનો જીવ પોપટ અગ્નિમાં પડવા છતાં પણ બળ્યો નહિ. સુતારા શુદ્ધ બની તથા ૨મશાનમાં વડનાં વૃક્ષ ઉપ૨ લટકેલાં એક પુરૂષને તથા ૨ડતી એવી સુંદરીને જોઈ માણસ પાસેથી વિદ્યાધ૨નાં અવહોરના વૃત્તાંત સાંભળ્યો. તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org