________________
૧૩
શ્રી વારાણસી નગરી કલ્પઃ
આ જ નગ૨ીમાં વારાણસીનાં કોષ્ઠક ચૈત્યમાં પાર્શ્વ પ્રભુ પાસે ભદ્રસેનની પુત્રી નંદશ્રીએ દીક્ષા લીધી. ગોપાલિ સાધ્વીને સોંપી નંદશ્રી મ૨ી પદ્મદ્રહમાં દેવી થઈ એમ ૨ાજગૃહીમાં ભગવાન વીષે શ્રેણીકને કહ્યું.
વા૨ાણસીનગ૨ીમાં ધર્મઘોષ, ધર્મયશ અણગા૨ માસખમણનાં પા૨ણે દેવતાએ અનુકંપાથી ગંગા પા૨ પામતાં ગોકુલ દેખાડ્યો.
આવશ્યક નિર્યુક્તિમાં આ બે દૃષ્ટાંતો આ પ્રમાણે છે. આ જ નગ૨ીમાં ભદ્રસેન નામનો જીર્ણ શ્રેષ્ઠી છે. તેને નંદા નામની પત્ની તે બેઓને નંદીશ્રી નામની પુત્રી ૧૨ વિનાની છે. આ જ નગ૨ીનાં કોષ્ઠ ચૈત્યમાં પાર્શ્વનાથ સ્વામી સમવસર્યા. નંદીશ્રીએ દીક્ષા લીધી. ગોપાલી નામની સાધ્વીને શિષ્યા તરીકે અર્પણ કરી.
તે સાધ્વી પૂર્વમાં ઉગ્રારિત્ર પાળીને પાછળથી થિલ થઇ. હાથપગ ધોવા લાગી. સાધ્વીઓએ અટકાવી ત્યારે અલગ વર્સાતમાં રહી. તેની આલોચના કર્યા વિના મરીને ક્ષુલ્લહિમવંતના પદ્મદ્રહમાં ‘શ્રી દેવી' નામની દેવર્માણકા થઈ.
ભગવાન શ્રી વી૨પ્રભુ રાજગૃહીમાં સમવસર્યે છતે તેમની આગળ નાટાર્વાધ દેખાડીને ગઈ. બીજા કહે છે. હાથીણી રૂપ ક૨ી વાયુ છોડેલ. શ્રેણીક વડે તેનું સ્વરૂપ પૂછાયે છતે ભગવાને તેનાં પૂર્વભવનું ર્થાથલાચા૨નો વૃત્તાંત કહ્યો.
આ જ નગ૨ીમાં ધર્મઘોષ-ધર્મયશ નામનાં બે અનગાર ચૌમાસા માટે એક ર્માહતાના ઉપવાસ વડે રહ્યા. તે બંન્ને ચોથા માસખમણનાં પા૨ણે ત્રીજી પોસીમાં ગૌચરી માટે ગયા. શ૨ઋતુનાં તાપથી પીડાતાં તૃષા પામેલા તે બન્ને ગંગાને ઉતરતાં આ પાણી અકલ્પનીય છે. એથી મનથી પણ પીવાની ઇચ્છા ન કરી. તેમનાં ગુણોથી ખેંચાયેલા દેવતાઓ ગંગાથી ઉત૨તાં એવા તે બે અણગારોને ગોકુલ વિકુવ્વને ધિઆદિ માટે નિમંત્રણા આપવાથી તે બેઓએ જાણ્યુ કે આ તો દેવમાયા છે. તેથી નિષેધ કર્યો. આગળ પ્રયાણ કરતાં તે બંન્ને ૫૨ ભક્તથી દેવતાઓએ વાદળા વિકુર્વા તે ભૂમિ ભીની અને શીતલ વાયુથી આહલાદિક થયે છતે ગામને પ્રાપ્ત કરીને ગવેષણાપૂર્વક શુદ્ધ ગૌચ૨ી ગ્રહણ કરી.
શ્રી અયોધ્યા નગરીનાં ઈક્ષ્વાકુવંશનાં શ્રી ત્રિશંકુનો પુત્ર હરિશ્ચંદ્ર મહાન્ ૨ાજા ઉશીન૨ ૨ાજાની પુત્રી સુતારાદેવી અને રોહિતાશ્ર્વ પુત્રની સાથે સુખને અનુભવતો લાંબા સમય સુધી પૃથ્વી ઉ૫૨ શાસન કર્યું. એક વખત સૌધર્માધિíતએ દેવલોકમાં દેવોની સભામાં તે હરિશ્ચંદ્રનાં સત્ત્વનું વર્ણન કર્યુ. તે વર્ણન ઉ૫૨ અશ્રદ્ધાને કરતાં ચન્દ્રચૂડમણિપ્રભ નામનાં બે દેવ પૃથ્વી ૫૨ અવતર્યા. તે બે દેવમાંથી એક દેવતાએ વનનાં ભૂંડનું સ્વરૂપ વિકુર્તીને અયોધ્યાનાં પાદ૨માં ૨હેલાં શક્રાવતાર નામનાં ચૈત્યાશ્રમને ખળભળાટ પૂર્વખ ભાંગવા લાગ્યો. તે વખત સભામાં સિંહાસન ઉ૫૨ ૨હેલાં હરિશ્ચંદ્ર ૨ાજાએ ભુંડ દ્વારા થયેલાં તે આશ્રમનાં ઉપદ્રવને સાંભળ્યો. ત્યાં જઈને બાણનાં પ્રહા૨ વડે તે ભૂંડ ને હણ્યો. ૧. પુરાણોમાં પણ હરિશ્ચંદ્રની કથા આવે છે. 'પુરાણવિષાયનુક્રમણિકા' ભા-૧ પૃ. ૪૭૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org