________________
( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ)
એ પ્રમાણે અનેક ઉત્તમવૃત્તાંતો રૂપી રત્નોની ઉત્પત્તિ માટે આ નગરી રોહણ ગિરિની ભૂમિ છે.
“સાવત્થી મહાતીર્થનો આ કલ્પ વિદ્વાનો વડે ભણવો જોઈ. જિનપ્રવચનની ભક્તિ વડે જિનપ્રભસૂરિ આ કલ્પને કહે છે.
૧. 'કવિવર સૌભાગ્યવિજયજી લખે છે કે – શ્રાવસ્તી નગરીને સ્થાને આજે એક ગામડું છે, ચારે
બાજુ ગાઢ જંગલ છે. અહીં જિનાલયમાં જિનપ્રતિમાં અને પગલાં પૂજાય છે. પાલક પાપીના પાપે આ દંડકદેશ બળી ગયો છે. આજે આ પ્રદેશમાં કડુ અને કરિયાતું વધુ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. (તીર્થમાળા, જૈન પરંપરાનો ઈતિહાસ ભા.૧ પૃ.૫૭)
ઉત્ત૨પ્રદેશના ગોંડા જિલ્લામાં રાખી (અચરાવતી) ના કાંઠે ૨હેલી આ નગરી આજે શહેઠમહેઠ' ના નામે ઓળખાય છે.
અહીં શ્રાવ૨તીમાં સંભવનાથ ભગવાનના ચા૨ કલ્યાણકો થયા છે. ત્રિપુટી મહારાજ લખે છે – ‘અહીં શોભનાથ (સંભવનાથ ભગવાનના દેરાસરનું ખંડેર છે. તેનું ચોગાન ૬૦ ફૂટ લાંબુ. પ0 ફૂટ પહોળું છે. અહીં ખોદાણમાંથી 3જિન પ્રતિમાઓ અને ૨શિલાલેખો મળ્યા છે, જે વિક્રમની બારમી સદીના છે, જે આજે લખનૌના મ્યુઝિયમમાં સુરક્ષિત છે.' (જર્નલ ઓફ ધી રોયલ એરિયાટિક સોસાયટી, ઈ.સ. ૧૦૮) જૈન પરંપરાનો ઈતિહાસ ભા.૧ પૃ.૫૯૭-૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org