________________
વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ
૧૨૯
સકલ કલામાં હોંશીયા૨ મૂલદેવ, અચલ નામનો મોટા ધનવાન અને ગણિકામાં શ્રેષ્ઠ દેવદત્તા નામની વેશ્યા પહેલા આજ નગ૨માં વસ્યા.
કૌભીષણ ગોત્રવાળા, પાંચસો સંસ્કૃત પ્રકરણના ૨ર્ચાયતા ઉમાસ્વાતિ વાચકે તે જ નગ૨માં તત્ત્વાર્થાધિગમસૂત્રની ભાષ્ય સહિત રચના કરી.
વિદ્વાનોમાં સંતોષ માટે તે જ નગ૨માં ચોરાશી વાદશાળાઓ સ્થાપી.
તે જ નગ૨માં ઉંચા તરંગવાળી ગગનનાં આંગણને આલિંગન કરતી મહાનદી ગંગા હે છે.
તે જ નગ૨માં ઉત્ત૨ દિશામાં નજીક જ મોટો રેતીનો ઢગલો હતો જેનાં ઉ૫૨ ચઢી કલ્કી ૨ાજા અને પ્રાતિપદ નામનાં આચાર્ય પ્રમુખ સંઘ પાણીથી બચવા માટે રહ્યા. તે જ નગ૨માં કલ્કિ ૨ાજાનો ધર્મદત્ત-જિતશત્રુ અને મેઘઘોષાદિ તેના વંશના
થશે.
તે જ નગ૨માં નંદરાજાનાં નવાણું કોડ દ્રવ્ય ભૂમિની અંદ૨ વિધમાન છે. અને પાંચ સ્તૂપો છે જેમાં ધનની ઈચ્છા શ્રી લક્ષણાવતીનાં સુરત્રાણે તે તે પ્રયોગો કર્યા તે બધા પ્રયોગો તેના જ. સૈન્યને ઉપદ્રવ માટે થયાં.
તેજ નગ૨માં શ્રી ભદ્રબાહુ-મહાગિરિ-સુહસ્તિ-વ‰સ્વામી આદિ યુગપ્રવશે વિચર્યા હતા અને હવે પ્રાતિપાદ વગેરે આચાર્યો વિચ૨શે.
તે જ નગ૨માં મહાધનવાળા ધન નામનાં શ્રેષ્ઠીની પુત્રી રૂકિમણી શ્રી વજ્રસ્વામીને પતિ તરીકે માનતી હતી. તેને નિર્લોભ ચૂડાર્માણ વજ્રસ્વામીએ દીક્ષા આપી.
તે જ નગ૨માં અભયા૨ાણી વ્યંત૨ી થઈને સુદર્શન શેઠને મોટો ઉપસર્ગ કર્યો. છતાં ક્ષોભ ન પામ્યાં.
તે જ નગ૨માં સ્થૂલભદ્ર મહામુનિ ‘છ' ૨સવાળા આહા૨માં ત૫૨ કોશાની ચિત્રશાળામાં કામદેવનાં અભિમાનને નાશ કરી ચોમાસું કર્યુ.
તે સ્થૂલભદ્રની સ્પર્ધા ક૨વાની ઈચ્છાવાળા સિંહ ગુફાવાસી મુનિ પણ ત્યાં જ તેણે લાવેલી રત્નકંબલને કોશા વડે ચંદનિકા ગટ્ટ૨માં નાંખવા દ્વારા પ્રતિબોધીને ફરી સુંદરત૨ ચારિત્રરૂપી લક્ષ્મીને અંગીકા૨ કરાવી.
તે જ નગ૨માં બા૨ વર્ષનો દુર્ભિક્ષ પડયે છતે ગચ્છને દેશાંત૨ મોકળ્યુ છતે સુસ્થિતાચાર્યનાં બે નાનાં શિષ્ય અદૃશીકરણઅંજનને આંખમાં નાખી ચંદ્રગુપ્ત રાજાની સાથે કેટલાક દિવસ ભોજન કર્યું. ત્યા૨ પછી ગુરુએ વિષ્ણુગુપ્તને ઠપકો આપવાથી વિષ્ણુગુપ્તે તે બે મુનિનો નિર્વાહ કર્યો.
તે જ નગ૨માં વજ્રસ્વામી નગ૨ની સ્ત્રીઓના મનનાં સંક્ષોભને ૨ક્ષણ કરવા માટે પ્રથમ દિવસે સામાન્યરૂપ વિકુર્તીને રહ્યા. તેથી બીજા દિવસે દેશનાનાં રસથી હ૨ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org