________________
(૧૨૮)
( શ્રી પાટલિપુત્ર કલ્પ ) થયેલાં સૂરિ : 'આ અપકાય જીવોની વિરાધના થાય છે. એ પ્રમાણે શોક કરવા લાગ્યા. પોતાને થતી પીડાનો શોક ન કર્યો. ક્ષપક શ્રેણી ઉપ૨ ચડતાં અત્તકૃતુ કેવલી બની સિદ્ધ થયા. નજીક ૨હેલાં દેવો વડે નિર્વાણ મહિમા ક૨ાયો. એથી તે તીર્થ પ્રયાગ એ પ્રમાણે જગતમાં પ્રસિદ્ધ થયું. પ્રયાગ પ્રકૃષ્ટપૂજા અહીં છે એ પ્રમાણે પ્રયાગ નામ પ્રમાણે ગુણવાળું છે. શૂલી પ૨ આરોપણ થવાથી ગતાગુર્નાતક બીજા દર્શની લોકો આજે પણ ક૨વતને પોતાનાં અંગ ઉપ૨ ત્યાં આગળ મુકાવે છે. ત્યાં આગળનું વટવૃક્ષ તુર્કો વડે ઘણીવા૨ છેદાવા છતાં પણ વારંવાર ઉગે છે.
સૂરની ખોપડી જલચર પ્રાણી વડે તોડાઈ. તે પણ જલના તરંગો વડે નદીનાં કાંઠે લવાઈ. આમ આળોટતી નદીના કિનારે કયાંક ગુપ્ત વિષમ પ્રદેશમાં પડી રહી. તે ખોપડીની ઠીકરીની અંદ૨ કયારેક પાટલા વૃક્ષોનું બીજ પડ્યું. અનુક્રમે ખોપડીની ઠીકરીને ભેદીને જમણાં જડબા બાજુથી પાટલાનું વૃક્ષ નીકળ્યું. અને વિશાળ બન્યું. તેથી અહીં પાટલા વૃક્ષનાં પ્રભાવથી ચાષપક્ષીનાં નિમિત્તથી નગરને વસાવો. શિયાળનો અવાજ પહોંચે ત્યાં સુધી (ચારેબાજુ) સૂત૨ને આપો. તેથી રાજા વડે આદેશ કા૨યેલાં નૈમિત્તકો પાટલા વૃક્ષથી પૂર્વથી કરી Íશ્ચમ બાજુ ત્યા૨૫છી ઉત્ત૨ બાજુ ત્યા૨૫છી વળી પૂર્વ બાજુ ત્યાર પછી દક્ષિણ બાજુ શિવા શબ્દની અવધિ જાણીને સૂતરને પાડ્યું. એ પ્રમાણે ચા૨ખૂણા વાળું નગ૨ને ત્યાં રચ્યું. નિશાની કરેલાં ભાગમાં નગરને રાજાએ કરાવ્યું. ત્યાર પછી પાટલા નામ ઉપરથી પાટલિપુત્ર નગ૨ બન્યું. અને ઘણાં પ્રકારનાં ફૂલોની બહુલતાથી કુસુમપુર એ પ્રમાણે નામ પણ પ્રસિદ્ધ થયું. તે નગરની મધ્યે નેમિનાથ ભગવાનનું જિનાલય રાજાએ બનાવ્યું. ત્યાં નગ૨માં ગજશાળા, અશ્વશાળા, ૨થશાળા, પ્રાસાદ, મહેલ, કિલ્લા, ગોકુલ, બજા૨, દાનશાળા, પૌષધશાળા આદિથી યુક્તમનોહર રાજ્યને બજા૨ એ જૈનધર્મને લાંબા સમય સુધી ઉદાયી રાજાએ પાળ્યું. એકદા ઉદાયી રાજાએ પૌષધ સ્વીકાર્યું છતે વિનયરને ઉદાયીરાજાને મારી નાંખ્યા. નાઈ-ગણકાનો પુત્ર બંદ શ્રી વીપ્રભુનાં મોક્ષથી સાઠ વર્ષ વ્યતીત થયે છતે રાજા બન્યો. તેના વંશમાં સાત નંદ રાજાઓ થયા. નવમાં નંદ રાજાનો મંત્રી પરમ આહત કલ્પક વંશનો શકટાલ મંત્રી થયો. તેનો પુત્ર સ્થૂલભદ્ર અને શ્રીયક થયો. અને સાત પુત્રીઓ-ચક્ષા-યક્ષદરા, ભૂતા-ભૂતદતા, સેણા-વેણા-રેણા નામની અનુક્રમે એકથી સાત વખત સુધી ભણવાવાળી થઈ. તેજ નાગ૨માં કોશા વેશ્યા અને તેની બેન ઉપકોશા થઈ.
તેજ નગ૨માં ચાણક્ય નામનો મંત્રીએ નંદને મૂળમાંથી ઉખેડીને મૌર્યવંશના શ્રી ચંદ્રગમરાજાને રાજ્યમાં ૨સ્થાપન કર્યો. તેનાં વંશમાં બિન્દુસાર અશોક, શ્રી કુણાલ તેનો પુત્ર ત્રણ ખંડનો આંધિપતિ પરમ અરહંતનો ભકત અનાર્ય દેશમાં પણ સાધુનાં વિહા૨ને પ્રવર્તાવવા વાળો સંપ્રતિ મહારાજ થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org