________________
વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ
'ભગવદ્ શું? આપના વડે પણ સ્વપ્ન દેખાયું છે ?' નહીતો કેવી રીતે આ કહ્યું ?' સૂરિ બોલ્યા : 'હે ભદ્રે ! જિનાગમથી બધું જણાઈ જાય.' પુષ્પચૂલા બોલી : 'હે ભગવદ્ ! કયા કર્મ વડે તે ન૨ક પ્રાપ્ત થાય ?' ગુરુ બોલ્યા : 'હે ભદ્ર ! મહાઆરંભ, પરિગ્રહ, ગુરૂનો દ્રોહ, પંચૅન્દ્રયનો વધ અને માંસના આહા૨થી નરકમાં પ્રાણીઓ પડે છે.'
અનુક્રમે તે દેવે તેને સ્વપ્નમાં સ્વર્ગ દેખાડી રાજાએ તે જ પાખંડીઓને પૂછ્યું તેઓને વ્યભિચારી (વિસંવાદી) વાણી પ૨૫૨ વિસંવાદી અને રાણીને આવેલા સ્વપ્ન જોડે મેળ ખાતી ન હોવાથી તેઓને વિસર્જન કરી ૨ાજાએ તે જ આચાર્ય મ. ને ૨સ્વર્ગનું
સ્વરૂપ પૂછ્યું : 'તે આચાર્ય વડે પણ યથાર્વાસ્થત ૨સ્વર્ગનું ૨સ્વરૂપ કહેવાયું. સ્વર્ગ પ્રાપ્તિનું કારણ ૨ાણીએ પૂછ્યું. તેથી સૂરએ સમ્યકત્વ મૂલવાળા ગૃહસ્થઘર્મ અને યંતિધર્મ ની વાત કરી. તે લઘુકર્મવાળી પ્રતિબોધ પામી. દીક્ષા માટે રાજાની અનુજ્ઞા માંગી. રાજા બોલ્યો : 'જો મારા ઘરથી ભિક્ષા ગ્રહણ સ્વીકારે તો દીક્ષા લે.' રાજાના વચન પુષ્પચૂલાએ સ્વીકાર્યા. તે પુપચૂલા ઉRાવપૂર્વક આચાર્યની શિષ્યા થઈ અને ગીતાર્થ થઈ.
એક વખત શ્રત ઉપયોગથી ભાવી દુર્મિક્ષ જાણીને સૂરિએ ગચ્છને દેશાન્ત૨માં મોકલ્યો. પોતે જંઘાબાળ ક્ષીણ થવાથી ત્યાંજ ૨હ્યા. અને પૂષ્પગુલાઆર્યા અન્તપુરથી ગૌચરી લાવીને આપતા. અનુક્રમે તે આર્યાગુરુની સેવાની ભાવનાનાં પ્રકર્ષથી ક્ષપકશ્રેણી ઉપર ચડવાથી કેવલજ્ઞાન પામી. તો પણ ગુનાં વૈયાવચ્ચથી નિવૃત્ત ન થઈ. જ્યાં સુધી આ કેqલ છે એ પ્રમાણે ગુ૨૦ વડે ન જણાય ત્યાં સુધી પૂર્વે પ્રયુજેલાં વિનયને કેવલી પણ ઓળંઘતા નથી. તે આર્યા પણ ગુને જે જે મનોહર અને ઉચિત અાદ હોય તે તે લાવીને પુરું પાડે છે. એક વખત વ૨સાદ વરસવા છતાં પણ સાધ્વીજી આહા૨ને લાવ્યા. ગુરુ વડે કહેવાયું : 'તું શ્રુતને ભણવાવાળી હોવા છતાં પણ શા માટે વ૨સાદમાં ગૌચરી લાવી ?' તે આર્યા બોલી : 'હે ભગવાન ! જે માર્ગ અંચિતઅપકાયવાળો હતો તે માર્ગથી હું આવી છે. પછી પ્રાર્યાશ્ચત્તની આસ્પત્તિ ક્યાં ?' ગુર બોલ્યા : 'તું છદ્મસ્થ હોવાથી કેવી રીતે જાણ્યું?' તે આર્યા બોલી : 'મને કેવલજ્ઞાન થયું છે.' આ સાંભળી આચાર્યશ્રી એ આર્ચા (કેવલી) ને કહ્યું તો માૐ મિચ્છામ દુક્કડમ્ થાઓ. કેવલીની આશાતના થઈ એ પ્રમાણે બોલતાં ગચ્છાધિપતિએ પૂછ્યું : ‘હું સિદ્ધ થઈશ કે નહિં ?' કેવલ બોલ્યા : ‘અધૃતિ ન કરો! ગંગા ઉત૨તા તમને પણ કેવલજ્ઞાન થશે. તેથી ગંગા નદીને ઉતરવા માટે લોકોની સાથે નાવમાં સૂરે ચઢ્યા.
જ્યાં જ્યાં સૂરિ બેસે તે તે બાજુની નાવ ડૂબવા માંડે છે. ત્યાર પછી મુનિ મધ્યભાગમાં બેઠા ત્યારે નાવ બધી બાજુથી ડૂબવા માંડી. તેથી લોકોએ આ દુર્ભાગ્યશાળી છે. એમ કહી સૂરિને પાણીમાં નાંખી દીધા. હવે અહીં ત૨છોડેલી પૂર્વભવની પત્ની બંતરી થયેલી હતી. તેણીએ પાણીની અંદ૨ પડતાં સૂરિને શૈલીમાં આરોપણ કર્યા. શૂલીમાં આરોપણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org