________________
શ્રી પાટલિપુત્ર કલ્પ બોલ્યો નહિ. ત્યારે લેખને લઈને પોતે વાંચ્યો. તેમાં આ પ્રમાણે વડિલો વડે (માતાપિતા વડે) લખ્યું હતું કે: 'હે વત્સ અમે બંને વૃદ્ધો મ૨ણની નજદીક આવ્યા છીએ. જો અમને બંનેને જીવતા દેખવા ઈચ્છતો હોય તો જલ્દીથી આવી જા. તેથી અંકા પતિને આશ્વાસન આપીને પોતાનાં ભાઈ પાસેથી પરાણે ૨જા મેળવી. ગર્ભવતી અર્ણિકાએ ભ૨તા૨ની સાથે ઉત્તર મથુરા ત૨ફ પ્રયાણ કર્યું. અનુક્રમે માર્ગમાં પુત્રને પ્રસવ્યો. ‘આનું નામ માતા-પિતા ક૨શે.' એ પ્રમાણે દેવદત્તે કહ્યું છતે પરિવારે તે બાળકને અર્ણિકાપુત્ર કહીને બોલાવવા લાગ્યો. અનુક્રમે દેવદત્ત પોતાની નગરીમાં પહોંચ્યો. માતાપિતાને પ્રણામ કરીને બાળકને અર્પણ કર્યો. સબ્બીરણ એ પ્રમાણે માતપિતાએ તે પૌત્રનું નામ કર્યું. તો પણ અર્ણકાપુત્ર એ પ્રમાણે નામ જ પ્રસિદ્ધ થયું. વધતો એવો તે યૌવનને પ્રાપ્ત થયો. છતાં પણ ભોગોને તૃણની જેમ છોડીને તેણે જયસિંહ આચાર્યની પાસે દીક્ષા ને ગ્રહણ કરી, ગીતાર્થ થયાં આચાર્યપદને પામ્યા. એક વખત વૃદ્ધપણામાં ગચ્છ સહિત વિહાર કરતાં ગંગાના તટ ઉપ૨ ૨હેલાં પુષ્પભદ્રનગરમાં ગયાં.
ત્યાં પુષ્પકેતુ રાજાની દેવી પુષ્પવતીએ યુગલોને જન્મ આપ્યો. પુત્ર પુષ્પચૂલ અને પુત્રી પુપચૂલા થઈ. તે બન્ને સાથે વૃદ્ધિ પામતાં ક્રીડા ક૨તાં પ૨૨૫૨ પ્રીતિવાળા, થયા. રાજા વિચા૨ ક૨વા લાગ્યો : 'જે આ બે ભાઈ બેનને જુદા પાડીએ તો જીવી શકે તેમ નથી. અને હું પણ આનાં વિરહને સહન કરવા માટે સમર્થ નથી, તેથી આ બો નોજ પ૨૨૫૨ વિવાહ કરે.' એ પ્રમાણે વિચાર કરીને મંત્રી મિત્ર તથા નગરજનોને છલકપટથી પૂછ્યું : 'ભો ! જે ૨ અંતઃપુરમાં ઉત્પન્ન થાય તેનો સ્વામી કોણ ?' તેઓ વડે વિનંતી કરાઈ : હે દેવ ! અન્તપુરમાં ઉત્પન્ન થયેલાની તો શું વાત કરવી પણ આખા દેશ મધ્યે ૨ક્ત ઉત્પન્ન થાય તેને રાજા પોતાની ઈચ્છા મુજબ જોડી શકે. અહીં કયો વાંધો છે ?' તે સાંભળીને પોતાનાં અભિપ્રાયને જણાવ્યો. રાણીએ રોકવા છતાં પણ રાજાએ બેઉનો સંબંધ જોડ્યો. પુષ્પવતી રાણીએ વૈરાગ્યથી વ્રતને ગ્રહણ કરીને સ્વર્ગમાં દેવ થઈ. તે બંને દંપતી ભોગોને ભોગવે છે.
એક વખત પુપકેતુ મ૨ણ પાયે છતે પુષ્પગ્રલ ૨ાજા થયો. તે (રાણીનો જીવ) દેવે અર્વાધિજ્ઞાનના ઉપયોગથી તે બેઉનાં અકૃત્યને જાણ્યું સ્વપ્નામાં પુષ્પચૂલાને ન૨કનાં દુ:ખો દેખાડ્યા. તે પુષ્પચૂલા જાગી. ડરેલી એણીએ પતિને સર્વ કહ્યું. પતિએ પણ શાંતિ કર્મ કરાવ્યું. તે દેવ દ૨૨ોજ શત્રમાં તેને ન૨ક દેખાડે છે. રાજાએ સર્વ તીર્થકોને બોલાવીને પૂછ્યું : 'ન૨કો કેવા પ્રકારની હોય ?' કેટલાકે કહ્યું : 'ગર્ભવાળી,' કેટલાકે ગુHવારા, કેટલાકે દરિદ્રવાળી અને બીજાએ પ૨તંત્રવાળી નરકોને કહી. રાણીએ મુખને મરડ્યું. તેઓને વિસંવાદી જાણીને વિદાય કર્યા,
હવે રાજાએ અર્ણિકાપુત્રાચાર્યને બોલાવીને તેઓને જ પૂછ્યું. તે આચાર્યો જેવા પ્રકા૨ની દેવીએ દેખાડી હતી તેવા પ્રકા૨ની નરકનું વર્ણન કર્યું. પુષ્પચૂલાએ પૂછ્યું :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org