________________
શ્રી પાટલિપુણ ૫
શ્રી નેમિજિનેશ્વ૨ને નમસ્કાર કરીને અનેક પુરૂષ૨નોથી પવિત્ર થયેલા આ પાટલિપુત્ર નામનાં નગ૨નાં કલ્પને હું કહીશ. ||ી.
પહેલાં ખરેખ૨ શ્રી શ્રેણિક મહારાજા દેવલોક ગયે છતે તેનો પુત્ર કૃણિકે પિતાનાં શોકથી ચંપાપુરીને વસાવી. તે કુણિક પણ મરણ પામ્ય છતે તેનો પુત્ર ઉદાયિ નામનો ચંપાનો રાજા થયો. તે ૧ઉદાયી પણ પોતાનાં પિતાના તે તે સભા, ક્રીડા૨સ્થાન, શયન આશાનાદ સ્થાનોને જોતો ઘણો જ શોક પામ્યો. ત્યારપછી મંત્રીની આજ્ઞાથી નવું નગ૨ વસાવવા માટે શ્રેષ્ઠ નિમિત્તકોને સ્થાન શોધવા માટે આદેશ કર્યો. તેઓ પણ સર્વ ઠેકાણે તે તે પ્રદેશોને જોતાં ગંગાતટ સુધી ગયા. ત્યાં ફુલોથી લાલ રંગવાળા પાટલવૃક્ષને દેખીને તેની શોભાથી ચમત્કા૨ પામ્યા. તે વૃક્ષની શાખા ઉપર બેઠેલાં ચાષ નામનાં પક્ષીનાં મુખમાં પોતાની મેળે આવી પડતાં કીડાનાં સમૂહને જોયો. મનમાં વિચા૨ ક૨વા લાગ્યા કે : “અરે! જેવી રીતે ચાષ પક્ષીના મુખમાં પોતાની મેળે કીડાઓ આવીને પડે છે, તેવી રીતે આ ૨સ્થાનમાં નગર વસાવ્યું તે આ રાજાને પોતાની મેળે લમી આવશે.' તેથી નૈમિત્તિકોએ રાજાને જાણ કરી. તે રાજા પણ ઘણો જ ખુશ થયો. ત્યારે એક વૃદ્ધ નૈમિતિક બોલ્યો : 'હે રાજન્ આ પાટલવૃક્ષ કોઈ સામાન્ય નથી. પૂર્વે પણ જ્ઞાની વડે કહેવાયું છે કે : કોઈ મહામુનિ ની ખોપડી ઉપર ઉગેલું આ વૃક્ષ પવિત્ર છે. આ વૃક્ષનો મૂલ જીવ એકાવનારી છે. એ આની વિશેષતા છે.'
રાજા વડે કહેવાયું : 'કયા તે મહામુનિ ?!' ત્યાર પછી નૈમિત્તિકે કહ્યું : 'હે રાજન્ સાંભળો ! ઉત્તર મથુરામાં રહેનારા દેવદત્ત નામનો વાણિયો વિદેશ યાત્રા માટે દક્ષિણ મથુરા ત૨ફ ગયો. ત્યાં તેને જયસિંહ નામના વણકપુત્ર સાથે મિત્રતા થઈ. એક વખત તેનાં ઘરમાં ભોજન ક૨તાં થાળીમાં ભોજનને પીસીને પંખો વીંઝતી મનોહર રૂપવાળી અર્ણિકાનામાની તેની બહેનને જોઈને તેનાં ઉપ૨ અનુરાગ થયો. બીજા દિવશે લોકોને મોકલીને જર્યારસંહની બેનની માંગણી કરી. ત્યારે જયંસંહ બોલ્યો : હું તેને જ બહેન આપું જ્યાં સુધી બહેનને પુત્ર ન થાય ત્યાં સુધી મારા ઘરથી દૂર ન થાય. દ૨ોજ હું તે બેન તથા બનેવીને જોઈ શકું. પુત્ર ઉત્પન્ન થાય ત્યાં સુધી મારા ઘરમાં રહેશે તેને જ હું બેન આપીશ. દેવદતે પણ હાં એ પ્રમાણે કહી શુભ દિવસે તેને પરણ્યો. તેની સાથે ભોગોને ભોગવતાં એક વખત માતા-પિતા વડે લેખ મોકલાયો. તે લેખને વાંચતા દેવદત્તની આંખમાં આંસુ આવ્યા. તેથી તેની પત્નીએ તેનું કારણ પૂછ્યું. પણ ૧. બૌદ્ધ સાહિત્યમાં પાટલીપુત્રની સ્થાપના અજાતશત્રુ (કોણિકે) કર્યાનો ઉલ્લેખ છે. (પાલી પ્રોષનેન્સ
ભા.૧ પૃ.૧૧૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org