________________
૧૨)
(તિષ્ઠનપુરાધિપતિ સાતવાહન નૃપ ચરિત્રમ્) એ પ્રમાણે હાલ રાજાનાં ઘણાં પ્રકારનાં ઉત્તમ દષ્ટાંતો છે. કેટલાં વર્ણવી શકાય ? આ રાજા વડે ગોદાવરી નદીના કિનારે મહાલક્ષ્મી દેવીની સ્થાપની કરાઈ અને મંદિરમાં તે તે સ્થાનોમાં યથાયોગ્ય બીજા બીજા દેવદેવીઓની સ્થાપના કરાઈ. લાંબા કાળ સુધી ૨ાજા મોટા રાજ્યને ભોગવી રહ્યો હતો ત્યારે એક વખત કોઈક કઠિયારો કોઈક વાણિયાની શેરીમાં દ૨રોજ સુંદ૨ લાકડા લાવીને વેચતો હતો. બીજા દિવસે તે કઠિયારો આવ્યો નહિં, તેથી વાણિયાએ તેની બેનને પૂછ્યું : 'શા માટે તારો ભાઈ મારી શેરીમાં આવ્યો નહિ?' તે બેન વડે કહેવાયું : 'હે શ્રેષ્ઠશ્રેષ્ઠિ ! મારો ભાઈ ત્યારે
સ્વર્ગમાં રહેલો છે.' વાણીયો બોલ્યો : કેવી રીતે ?' તે બોલી : 'કંકણ બાંઘવાનાં દિવસથી લગ્ન ન થાય ત્યાં સુધી તે તે ઉત્સવોવાનાં કુતુહલ થી ચાર દિવસ માણસ પોતાને સ્વર્ગમાં રહેલાંની જેમ માને છે.
તે સાંભળીને રાજા પણ વિચાર કરવા લાગ્યો. 'અરે ! હું પણ સ્વર્ગમાં ચાર દિવસ શા માટે ન ૨છું. હું દર ચોથા દિવસે વિવાહ ઉશવને કરીશ.'
એ પ્રમાણે વિચારીને ચારેય વર્ણમાં રૂપાળી જે જે કન્યા અથવા યુવતિ ને દેખે છે અને સાંભળે છે તે તે કન્યા-યુવતિને ઉત્સાવ સહિત પ૨ણે છે. એ પ્રમાણે ઘણો કાળ પસાર થયે છતે લોકોએ વિચાર કર્યો : 'અરે ! પુત્ર વિના બધા વર્ણો કેવી રીતે ટકશે. જો બધી ક્યાને રાજાજ પરણશે તો સ્ત્રીનાં અભાવમાં સંત ક્યાંથી થશે ?' એ પ્રમાણે લોકો વિષાદ પામે છતે વિવાહવાટિકા નામના ગામમાં રહેવાવાલાં એક બ્રાહ્મણે પીઠજાદેવીની આરાધના કરીને વિનંતી કરી : 'હે ભગવતી ! કેવી રીતે અમારા પુત્રોનો વિવાહ કાર્ય થશે ?' દેવી વડે કહેવાયું : 'હે બ્રાહ્મણ તારા મહેલમાં હું પોતાનું કન્યારૂપ કરીને અવતરીશ. અને જ્યારે મને રાજા પ્રાર્થના ક૨શે ત્યારે મને રાજાને આપી દેવી. બાકીનું હું સંભાળી લઈશ !' તે જ પ્રમાણે રાજાએ તે રૂપવતીને સાંભળીને બ્રાહમણ પાસે માંગી. બ્રાહ્મણ બોલ્યો. ‘મારા વડે તે કન્યા અપાઈ, પરંતુ મહારાજા ! ત્યાં આવીને મારી કન્યાને પરણવી.' રાજા વડે સ્વીકાર કરાયું. જ્યોતિષીએ આપેલાં લગ્નમાં અનુક્રમે વિવાહ માટે ચાલ્યો. તે ગામમાં રાજા સાસરે પહોંચ્યો. દેશ આચારનાં અનુરોધથી વ૨વધૂની વચ્ચે પાઁ ૨ાખ્યો. લગ્ન સમયે પર્દો દૂર કરીને જ્યારે ઉત્તમ ચોખાથી ભરેલી અંજલિ એક બીજાનાં મસ્તક ઉપ૨ ચોખાને વધાવવા માટે પ્રવૃત્ત થયા. ત્યાર પછી ખરેખ૨ હસ્ત મેળાપની વિધિ કરાતી હોય છે. આ વખતે રાજાએ તે કન્યાને ઇ રૂપવાળી રાક્ષસી જેવી દેખી અને તે ચોખાઓ કઠોર-પત્થર-કાંકરાં રૂપે બન્યા. રાજાનાં મસ્તક ઉપ૨ વાગવા લાગ્યા. રાજા પણ આ શું ગડબડ થઈ રહી છે ?' એ પ્રમાણે વિચારતો ભાગ્યો, ત્યારે પથાનાં ટુકડાઓને વ૨સાવતી તે સ્ત્રી પાછળ ભાગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org