________________
વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ
૧૧૯
નથી. તેથી મે મોટાભાઈને કહ્યું : '૫૨દા૨ાનું અપહ૨ણ ક૨વું તારે માટે યોગ્ય નથી. પરાક્રમથી આક્રાંત કર્યુ છે સંપૂર્ણ વિશ્વ જેને એવો ૨ાવણ પણ ૫૨સ્ત્રીમાં ક્રીડા ક૨વાની ઇચ્છાના કા૨ણે કુલનો ક્ષય કરીને મરીને ન૨૬માં ગયો.'
ઈત્યાદિ વાણીથી નિષેધ કર્યો ત્યા૨ે મા૨ા ઉ૫૨ ક્રોધિત થયેલા માયાસુરે આ વટવૃક્ષની શાખા ઉ૫૨ લટકાવીને મા૨ી આવાં પ્રકા૨ની વિડંબના કરી. અને હું જીભ ફેલાવી પાણીની અંદ૨ ફ૨તાં જલચ૨ પ્રાણીઓને ખાતો આવિકા કરું છું.
એ પ્રમાણે સાંભળીને શુદ્રક બોલ્યો : 'હું તે સાતવાહન રાજાનો જ શુદ્રક નામનો નોક૨ છું. તે દેવીને જ શોધવા માટે આવ્યો છું.' તેનાં વડે કહેવાયું : ‘જો આ પ્રમાણે છે તો મને છોડાવ જેથી હું તારી સાથે થઇને તે માયાસુ૨ તથા તે દેવીને દેખાડીશ.' તે માયાસુરે પોતાની ચારે બાજુ લાક્ષ (લાખ)નો દુર્ગ કર્યો છે. તે દુર્ગ નિરંતર જલતો રહે છે. તેથી તે દુર્ગને ઓળંગીને તેની મધ્યે પ્રવેશ કરી તે માયાસુ૨ને પાડીને દેવીને પાછી લાવવી પડે.' એ પ્રમાણે સાંભળીને તે શુદ્રકે તલવા૨ વડે તેનાં કાષ્ઠ બંધનો છેદીને તેને આગળ કરીને દેવતાનાં સમૂહો સાથે પ્રયાણ કર્યું. કિલ્લાને ઉલ્લંઘીને તે માંયાસુ૨તાં સ્થાનમાં પ્રવેશ્યો. દેવતાનાં સમૂહને દેખીને માયાસુરે પોતાનું સૈન્ય યુદ્ધ માટે છોડ્યું. તે સૈન્ય મ૨ણ પામ્યે છતે પોતે યુ ક૨વા માટે તૈયા૨ થયો.
ત્યા૨૫છી અનુક્રમે શુદ્રકે પોતાની તલવા૨ વડે તે માયાસુ૨નો વધ કર્યો. ત્યા૨૫છી ઘંટાવલંબી નામનાં વિમાનમાં ૨ાણી દેવતાનાં સમૂહની સાથે આરોપણ કરીને પ્રતિષ્ઠાન નગ૨ ત૨ફ્ફ પ્રયાણ કર્યુ.
આ બાજુ દશ દિવસની અર્વાધ પૂરી થતી જાણીને ૨ાજા વિચા૨ ક૨વા લાગ્યો. : ‘અરે ! મારે નથી મહાદેવી, નથી તે શુદ્રકવી૨, નથી તે બે કૂતાઓ, કુર્બા એવાં મારા વડે જ સર્વનાશ કરાયો.' એ પ્રમાણે શોક કરતા તેણે પરિવાર હિત પ્રાણત્યાગ ક૨વાની ઈચ્છાથી ચંદનાદિ લાકડા વડે ચિંતાને ચાવી, જેટલામાં સ્વજનો ચિંતામાં ગ્નિને નાંખે છે. તેટલામાં દેવસમૂહમાંથી એક વધામણી આપનાર આવ્યો અને વિનંતી ક૨ી : 'હે મહારાજા ! ભાગ્યથી તમે વૃદ્ધિ પામો ! મહાદેવીનું આગમન થઈ રહ્યું છે.' કાનને મનોહ૨ તે શબ્દો સાંભળીને ૨ાજા સ્ફૂરાયમાન આનંદથી વિસિત હૃદયવાળો થયો. ઉચે નજ૨ ક૨ી તો દેવતાનો સમૂહ અને શુક ને જોયા. શુદ્રક પણ વિમાનથી ઉતરીને રાજાનાં પગમાં પડ્યો. અને મહાદેવી પણ રાજાને નમી. રાજાએ શુદ્રકને આનંદપૂર્વક ઓભનંદન આપ્યા. અને અડધું રાજ્ય આપ્યું. ઉત્સવપૂર્વક નગ૨ ની અંદ૨ પ્રવેશ કર્યો. શુદ્રકનાં સુંદર ચરિત્રને સાંભળતો પટ્ટાણીની સાથે રાજ્યલક્ષ્મીને ૨ાજા ભોગવવા લાગ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org