________________
८
પ્રસ્તાવના
સ્થાનોની તેઓએ યાત્રા કરી હતી. આ યાત્રાકાળે તે તે સ્થળે વિષયમાં જે જે સર્પહત્યગત અને ૫૨૫ા૨થી સાંભળેલી વાતો જાણવામાં આવી તેને સંક્ષેપમાં પિબ કરી દીધી. અને આ રીતે એક સ્થાન કે તીર્થનો કલ્પ ચ્યો. અને ગ્રંથકારશ્રીને સંસ્કૃત અને પ્રાકૃત બન્ને ભાષાઓમાં અને ગદ્ય અને પધ બન્ને પ્રકા૨માં લખવાનો એક સ૨ખો અનુભવ હોવાથી ક્યારેક કોઈ કોઈ કલ્પ તેઓએ સંસ્કૃતમાં લખ્યો તો કોઈ પ્રાકૃતમાં લખી દીધો, અને એ રીતે કોઈ કલ્પ ગધમાં રચ્યો તો કોઇ પધમાં. કોઇ એક સ્થાન વિષયક પહેલા એક નાની રચના કર્યા પછી ફરી પાછળથી કંઈક વધારે જાણવામાં આવ્યું અને એ તે િિપબદ્ધ કરવા જેવું લાગ્યું, તો એના માટે પરિશિષ્ટ રૂપે એક બીજો કલ્પ કે પ્રક૨ણ લખી દીધું છે. આ રીતે ભિન્ન ભિન્ન કાળમાં ભિન્ન ભિન્ન સ્થળમાં આ કલ્પોની રચના થઈ હોવાથી આમાં કોઈ પ્રકા૨નો ક્રમ રહ્યો નથી.
ગ્રંથરચનાની સમયમર્યાદા
ગ્રંથની આ પ્રમાણે ટુકડે ટુકડે રચના થઇ હોવાના કા૨ણે પૂરા સંગ્રહને પૂર્ણ થવામાં ઘણો લાંબો સમય વ્યતીત થયો જણાય છે. ઓછામાં ઓછા ત્રીસ વર્ષ લાગ્યા હશે. કેમ કે જે કલ્પોમાં રચના-સંવત્ આપ્યા છે તેમાં સહુથી જુનો સંવત ૧૩૬૪ નો મળે છે. જે વૈભાÁગરિકલ્પના છેડે આપ્યો છે. ગ્રંથકારે આપેલ ગ્રંથસમર્માપ્ત સૂચક તમ ઉલ્લેખ સંવત ૧૩૮૯ નો છે. એટલે ૨૫ વર્ષનો ગાળો તો સ્વયં ગ્રંથના આ બે ઉલ્લેખોથી જાણી શકાય છે. પરંતુ, વૈભારગિરિકલ્પની રચના પહેલા કેટલાક કલ્પોની રચના થઈ હતી, અને સંવત ૧૩૮૯ પછી પણ કેટલાક કલ્પોની ૨ચના અવશ્ય થઈ છે. જેનું કંઈક સ્પષ્ટ સૂચન ગ્રંથગત અન્યાન્ય ઉલ્લેખોથી થાય છે. આ કા૨ણથી ગ્રંથસર્યાપ્તસૂચક કથન કોઈ કોઈ પ્રતોમાં મળે છે. કોઈ કોઈ પ્રતોમાં મળતું નથી. અને જુદી જુદી પ્રતિઓમાં કલ્પોની સંખ્યામાં વધઘટનું પણ આજ કા૨ણ છે.' (પૃ.૧-૨)
આ. જિનપ્રભસૂરિની રચનાઓમાં 'તીર્થકલ્પ' નું આગવું મહત્ત્વ છે. વર્ષોપૂર્વે આ ગ્રંથનું સંશોધન-સંપાદન ક૨ી શ્રી જિનવિજયજીએ સિંધી ગ્રંથમાળામાં એનું પ્રકાશન કરાવ્યું. એ ગ્રંથનું તાજેત૨માં ફરી પુનર્મુદ્રણ આ. રામચન્દ્રસૂરિ ગ્રંથમાળામાં સૂરતથી થયું છે. તીર્થકલ્પના કોઇ કોઇ કલ્પનો ગુજ૨ાતી અનુવાદ ‘જૈન સત્યપ્રકાશ' વગેરેમાં પ્રસિદ્ધ થયો છે. પણ આજ સુધી આ ગ્રંથનું ગુજરાતી ભાષાંત૨ થયું નથી
મુનિરાજશ્રી રત્નત્રયવિજય મ. + મુનિશ્રી ૨ત્નજ્યોતવિજયમ. ના આ અનુવાદથી ગુજરાતી ભાષામાં એક મહત્ત્વનો ગ્રંથ પ્રાપ્ત થયો છે તે આનંદની વાત છે.
ડૉ. શિવપ્રસાદે ‘જૈન તીર્થોંકા ઐતિહાસિક અધ્યયન' (વિવિધતીર્થકલ્પકે સંદર્ભમે) નામનું પુસ્તક લખ્યું છે. પાર્શ્વનાથ વિધાશ્રમ ગ્રંથમાળા (૫૬) દ્વારા પ્રસિદ્ધ થયેલ આ પુસ્તક લેખકે પી.એચ.ડી. ના નિબંધ માટે લખેલું હોવાથી તેમાં અનેક સંદર્ભગ્રંથોનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org