________________
વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ
૧૧૭
ત્યાં કાળ પસા૨ ક૨વો' એ ન્યાયથી ૨ાજાની પાસે કેટલાક દિવસની અર્વાધ માંગો, અને સર્વ ઠેકાણે બધે દેવીનાં અપહ૨ણકા૨ને શોધો.
શા માટે અકાળે પોતાની વી૨૫ણાની કીર્તિનો નાશ કરો છો ? તેણે કહ્યું ‘તો ૨ાજાની પાસે જાઓ અને અર્વાધ આપવા રાજાને વિનંતિ કરશે.'
તે વીરોએ તે પ્રમાણે કર્યું. ૨ાજાએ શુદ્રકને પાછો બોલાવ્યો. તે શુકે પણ પોતાનાં મુખે વિનંતી કરી કે : ‘મહારાજ ! અર્વાધ આપો, જેથી દેવીને તથા તેનાં અપહર્તા ને દરેક દિશામાં શોધું.' રાજાએ દશ દિવસની અર્વાધ આપી.
શુદ્રકનાં ઘ૨માં તેનાં સહચારી બે કૂત૨ા હતા. રાજા બોલ્યો : ‘આ કૂતરાનાં યુગલને સાક્ષી તરીકે અમારી પાસે મૂકી દો. અને તમે પોતે દેવીની જાણકા૨ી માટે પૃથ્વી મંડળ ઉ૫૨ હો.' તે શુદ્રકે પણ : ‘આ આદેશ પ્રમાણ છે.' એ પ્રમાણે કહીને ક્તિશાળી શુદ્રકે પ્રયાણ આદર્યું. ઇન્દ્ર સમાન ૨ાજાએ કૂતરાનાં યુગલને પોતાની શય્યામાં પાયામાં સાંકળથી બાંધ્યા. શુદ્રક પણ ચારે બાજુ ભમતાં જ્યારે ક્યાંય પણ પ્રસ્તુત અર્થની વાર્તા માત્ર પણ પ્રાપ્ત ન કરી શક્યો. ત્યારે ચિંતા કરવા લાગ્યો : 'અહો ! માચે આ અપયશનો ઉર્ધ્ય થયો છે કે થશે કે આણે સ્વામીદ્રોહી થઈને દેવીને હ૨ણ ક૨ાવી. ક્યાંય પણ દેવીની શોધ પ્રાપ્ત ન થવાથી તેથી તે શુદ્રકે : 'મારે મ૨ણ જ શ૨ણ છે.' એ પ્રમાણે વિચા૨ ક૨ીને લાકડા વડે ચિતાને રચી. ગ્નિને પ્રગટ કરીને જેટલામાં અગ્નિ મધ્ય પ્રવેશ કરે છે. તેટલામાં દેવતાથી ષ્ઠિત એવાં બે કૂત૨ાને જાણ થઈ કે અમા૨ા સ્વામી મ૨ણને શણ જઈ રહ્યા છે. તેથી દેવર્ષાક્ત વડે સાંકળને ભાંગીને વિલંબ વિના તે બે કૂત૨ાઓ શુદ્રકે રચેલી ચિતા પાસે આવ્યા. દાંતો વડે વાળોને ખેંચીને શુદ્રકને બહા૨ કાઢ્યો. તે શુદ્રક અચાનક તે બે કૂતરાને દેખીને વિસ્મિત મનવાળો બોલ્યો : ‘૨ે પાપી ! અશુભ એવાં તમા૨ા વડે આ શું કરાયું ? ૨ાજાના મનમાં વિશ્વાસનો ભંગ થશે. કે બે સાક્ષીઓ પણ પોતાની સાથે લઈ ગયો. કૂત૨ા વડે કહેવાયું. ધી૨ા થાઓ, અમા૨ી બતાવેલી દિશાને અનુસરો ! ઉતાવળ કરીને ચિતામાં કેમ બળો છો ? એ પ્રમાણે કહીને આગળ થઈને તેની સાથે પ્રયાણ કર્યું. અનુક્રમે કોલ્લાપુરમાં આવ્યા. ત્યાં આગળ રહેલાં મહાલક્ષ્મી દેવીનાં ભવનમાં પ્રવેશ કર્યો. ત્યારે ત્યાં શુદ્રકે તે દેવીને પૂજીને ડાભનાં આસન ઉપ૨ ત્રણ ઉપવાસ કર્યા. ત્યાર પછી પ્રત્યક્ષ થઈને ભગવતી મહાલક્ષ્મી બોલી : 'હે વત્સ ! શું શોધે છે ?' શુદ્રક વડે કહેવાયું : ‘હે સ્વર્ણામની ! સાતવાહન ૨ાજાની પટ્ટ૨ાણીની શુદ્ધિને કહો ! તે ક્યાં છે ? અને કોના વડે હ૨ણ કરાયી છે ?' શ્રી દેવી વડે કહેવાયું : 'સર્વે યક્ષ-રાક્ષસ ભૂતાદિ દેવતાનાં સમૂહને મેળવીને તેની તપાસ કરી હું નિવેદન કરીશ. પરંતુ તે દેવતાના સમૂહ માટે તારે બલી ભેટણાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org