________________
વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ
૧૧૩
કહીને તેનાં ઘડાને લઈને સરોવરની અન્દ૨ ડુબાવીને અમૃતકુંડમાંથી અમૃત વડે ઘડાને ભર્યાં. અને તે બ્રાહ્મણીને આપ્યો. અને કહ્યું - આ અમૃત વડે સાતવાહને કરેલાં માટીનાં હાથી, ઘોડા, રથ, પાયદળ આદિનો સમૂહને સિંચવાથી તે સજીવ થઇને શત્રુસૈન્યને ભાંગશે.
તારાપુત્રનો પ્રતિષ્ઠાનપુરનાં ૨ાજ્ય ઉ૫૨ આજ અમૃતઘટ અભિષેક ક૨શે. કામ પડ્યે ફરીથી મને યાદ કરજે. એ પ્રમાણે કહીને પોતાનાં સ્થાને પાછો તે નાગરાજ ગયો.
તે બ્રાહ્મણી પણ અમૃતનાં ઘડાને લઇને પોતાનાં ઘેર આવીને તે બાળક વડે બનાવેલાં માટીનાં સૈન્યને દીનતા વિના સિંચ્યું. સવા૨માં દિવ્ય પ્રભાવથી તેનું સૈન્ય સજીવ થઈને સામે જઈને વિક્રમના સૈન્યની સાથે યુદ્ધ કર્યુ. તે સાતવાહનાં સૈન્યે અર્વાન્તપતિનું સૈન્યને ભાંગ્યુ. વિક્રમરાજા પણ ભાગીને અર્વાન્તમાં ગયો. ત્યા૨૫છી સાતવાહનનો રાજ્ય ઉ૫૨ અભિષેક કાયો.
તે સાતવાહને પ્રતિષ્ઠાનપુરને ફરીથી પોતાની વિભૂતિ વડે દેવલોકનાં નગરને પણ પર્રાજત કર્યુ. અને ધવલગૃહ, દેવગૃહ, હાટની પંક્તિ, રાજમાર્ગ કિલ્લો, ખાઈ, આદિ વડે નગ૨ સુશોભિત થયું. સાતવાહને પણ અનુક્રમે દક્ષિણ દિશાને ઋણ વિનાની કરીને તાપીનાં તટસુધી ઉત્તરદિશાને સાધીને પોતાનો સંવત્સર પ્રગટાવ્યો. અને તે જૈન થયો. માણસોનાં આંખને ઠંડક આપનારૂં જિનચૈત્ય કરાવ્યું. અને પચાસ વીરોએ પણ દરેકે પોતપોતાનાં નામથી અંકિત નગરની અન્દ૨ જિનભવનો કાવ્યા.
|| ઇતિ પ્રતિષ્ઠાન પત્તન કલ્પઃ ||
Jain Education International
બહુમાન
For Private & Personal Use Only
www.jainelibrary.org