________________
૧૧૨)
( શ્રી પ્રતિષ્ઠાનપુર” કલ્પઃ ) જેના કળશમાં ભુશું નીકળ્યું તેને કોઠારમાં રહેલાં સર્વ ધાન્યોને ગ્રહણ ક૨વા.
જેના કળશમાં હાડકાઓ નીકળ્યાં તેને ઘોડા, ગાય, પાડા, દાસ, દાસી આદિ ગ્રહણ ક૨વા. આ તમાશં પિતાનો આશય છે.
એ પ્રમાણે બાળકે કહેલું સાંભળીને વિવાદ ઉકલી જવાથી બ્રાહ્મણો તેનાં વચનને સ્વીકારીને તે બાળકની આજ્ઞા લઈને પોતાની નગરી તરફ ગયા.
તે વિવાદનાં નિર્ણયની કથા નગરીમાં ફેલાઈ. રાજાએ પણ બોલાવીને પૂછયું : 'શું તમારા વાદનો નિર્ણય થઈ ગયો. તેઓએ કહ્યું : 'હા સ્વામી ! કોને નિર્ણય કરી આપ્યો ?' એ પ્રમાણે રાજાએ પૂછ્યું. ત્યારે સાતવાહનનું સત્ય ૨સ્વરૂપ જેવી રીતે બન્યું તેવી રીતે બધું કહ્યું. એ પ્રમાણે સાંભળીને તે બાળકની બુદ્ધિવૈભવ વિચારતાં અને નૈમિત્તિકે પહેલા કહ્યું હતું કે તે સાતવાહનનું પ્રતિષ્ઠાનગરમાં રાજા થશે.' એ વાતને યાદ આવી. આથી તે રાજા સાતવાહનને પોતાનો શત્રુ માનીને ક્ષભિત મનવાળો થયો. હવે રાજા તેને મારવાનો ઉપાય લાંબા કાળ સુધી કરતો રહ્યો. ગુપ્ત પ્રયોગ વડે તેને મારવાથી અપયશ થશે. અને ક્ષત્રિય વૃત્તિનો નાશ થશે. એ પ્રમાણે વિચારીને તૈયાર કરેલા ચતુરંગ સૈન્યનાં સમૂહ સાથે અવન્તપતિએ પ્રયાણ કર્યું. એમ ૨સ્વેચ્છાએ પ્રતિષ્ઠાનપુ૨ને ઘેર્યું. તે જાણીને ત્રાસ પામેલા તે ગામવાસીઓ વિચા૨ ક૨વા લાગ્યા, કોની ઉપર ક્રોધિત થયેલાં માલવેશનો આટલો બધો શેષ છે, અહીં કોઈ રાજા નથી, રાજાનો પુરૂષ ઠાકોર નથી અથવા તેવાં પ્રકારનો વીર નથી. અથવા દુર્ગાદિ નથી." એ પ્રમાણે વિચાર કરતાં હતા. માલવેશે મોકલેલો દૂત આવ્યો. સાતવાહનને કહ્યું ભોકુમાર ! તારા ઉપર શાજા ક્રોધિત થયેલો છે. સવારમાં તને મારશે. એથી યુદ્ધાદનાં ઉપાયની વિચારણા તમારે સાવધાન થઈને ક૨વી જોઈએ! અને તે દૂતે કહેલી વાત સાંભળવા છતાં ભય વગરનો બાળ સાતવાહન મસ્તીથી રમવા લાગ્યો.
એ અંતરામાં જામ્યો છે પરમાર્થ જેને એવા તે બે (બ્રાહ્મણો) મામાઓ પ૨૨૫૨ નષ્ટ શંકાવાળા ફરી પ્રતિષ્ઠાનપુરમાં આવ્યા. પ૨ચક્રને દેખીને બેનને કહ્યું કે બેન ! જે દેવ વડે તને આ પુત્ર અપાયો છે તે જ દેવને તું યાદ ક૨. તે જ આ બાળકની સહાયતા ક૨શે.
તે બહેન પણ બે ભાઈના વચનથી પૂર્વે કરેલાં નાગપતિનાં વચનને યાદ કરીને માથે ઘડો મૂકીને ગોદાવરીનાં નાગના સરોવરમાં જઈને, ૨-૦નાન કરીને તે જ નાગ નાયકને આરાધ્યો. તે જ ક્ષણે નાગરાજે પ્રત્યક્ષ થઈને બ્રાહ્મણીને કહ્યું : કે કયા હેતુથી હું તારા વડે યાદ કરાયો ? તે બ્રાહમણીએ નમસ્કાર કરીને બધી હકિકત જણાવી. ત્યારે શેષરાજ બોલ્યો મારો પ્રતાપ હોતે છત કોણ તારા પુત્રને પરાભવ ક૨વા સમર્થ છે ? એ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org