________________
વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર ) એક સ્થવિર બ્રાહ્મણે પોતાનાં આયુષ્યનો અંત જાણીને પોતાનાં ચાર પુત્રોને બોલાવીને કહ્યું કે વજો! મારા પરલોક ગયાં પછી મારી શય્યાનાં મ૨તકબાજું ઓશિકાથી દક્ષિણ તરફથી આરંભીને ચારે પાયાની નીચે ચાર íિધ કળશ છે. તમારે મોટાભાઈ નાં ક્રમથી ચારેય જણાએ અનુક્રમથી તે ગ્રહણ કરવા. તેનાથી તમાશે નિર્વાહ થશે. પુત્રો વડે તહત્ત કરીને પિતાનો આદેશ ૨સ્વીકારાયો. પિતા પરલોક ગયા. અંગ્રસંસ્કા૨ વિ. ક્રિયા કરીને તેર દિવસ પછી પૃથ્વી ખોદીને જેવી રીતે કહ્યું તેવી રીતે ચારેય પણ નિધિકળશો ગ્રહણ કર્યા.
જ્યારે ઉઘાડીને જુએ છે તો પ્રથમ ઘડામાં સોનું, બીજામાં કાળી માટી, ત્રીજામાં ભેંશ, ચોથામાં હાડકા દેખાયા. ત્યાર પછી ત્રણે ભાઈઓ મોટાભાઈ સાથે વિવાદ કરવા લાગ્યા. ‘અમને પણ સોનું વહેંચીને આપ.' તેણે ના આપ્યું. તે ભાઈઓ અર્વાન્તપતિ પાસે ન્યાય માટે ગયા. ત્યાં પણ તેમનાં વાદનો નિર્ણય નહિં થવાથી ચારે ભાઈઓ મહારાષ્ટ્ર દેશ તરફ ગયા.
આ બાજુ સાતવાહનકુમા૨ કુંભા૨ની માટીથી હાથી, ઘોડા, ૨થ, સુભટોને દ૨ોજ નવા નવા બનાવતો કુંભા૨ની શાળામાં દુર્લલત બાલક્રીડામાં મસ્ત ૨હેતો સમય ને પસાર કરે છે.
તે બ્રાહ્મણ પુત્રો પ્રતિષ્ઠાનપુર આવ્યા. આવીને ચારે બાજુ ફ૨તાં તે જ કુંભા૨ની શાળામાં ૨હ્યા. ઈગત આકા૨ જાણવામાં કુશળ એવાં સાતવાહને કહ્યું : 'હે બ્રાહમણો ! કેમ તમે વિલખા દેખાઓ છો ?' તે બ્રાહ્મણોએ કહ્યું હે જગતમાં અનેક અજોડ સૌભાગ્યશાળી તમને કેવી રીતે ખબ૨ પડી ? સાતવાહન ઈશારાથી દ્વારા શું ન જણાયું ? તે બ્રાહાણો એ કહ્યું : 'આ બરાબર છે. પરંતુ તમારી આગળ ચિત્તાનું કારણ નિવેદન કરવાથી શું ફાયદો ? તમે તો બાળક છો ?' છોકરાએ કહ્યું : 'કદાચ મારાથી પણ તમારું કાર્ય સિદ્ધ થઈ જાય ! તેથી ચિત્તાનું કારણ જણાવો !'
ત્યારે તે બળકનાં વચનની વિચિત્રતાથી હરણ કરાયેલાં હૃદયવાળાં બ્રાહ્મણોએ નિધિનું નીકળવું વગેરે ત્યાંથી માંડીને માલવદેશની સભામાં વિવાદનો નિર્ણય નહિ થવા સુધીની બધીજ પોતાની બીના તે બાળકને જણાવી.
સ્મિતથી સુશોભિત હોઠવાળો કુમાર બોલ્યો કે હે બ્રાહાણો હું તમારા ઝઘડાનો નિર્ણય કહીશ, સાવધાન થઈને સાંભળો. - પિતા વડે જેને સોનાનો કળશ અપાયો છે તો તેના વડે જ નિવૃત્ત થઈ ગયો. તેનાથી તેનું કામ વારી ગયું છે.
જેના કળશમાં કાળી માટી નીકળી તે ખેત૨ ક્યા૨ા વગેરેને ગ્રહણ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org