________________
(૧૦૮)
અવન્તિદેશસ્થિત શ્રી અભિનંદન દેવ કલ્પ) અનાર્યો (ભિલોએ) એ કહ્યું : જો દેવ પ્રત્યે આવા પ્રકારનો નિશ્ચય છે દઢશ્રદ્ધા છે તો તમારે માન્ય એવાં દેવતાને અમે દેખાડીએ. વાણીયાએ કહ્યું 'તથા૨તું ભલે. ત્યાર પછી તે ભીલોએ નવ અથવા સાત ખંડોને યથાયોગ્ય અંગોમાં મૂકવાપૂર્વક જોડાણ કરીને ભગવાન ભિનંદન દેવનાં બિંબને દેખાડ્યું.
પવિત્ર મમાણી પત્થરનાં ઘડાયેલાં તે બિબને જોઈને વણક ખુશ થયો. રા૨ળમનવાળા તે શ્રેષ્ઠ વાણીયાએ અતિ ઉલ્લાસથી તિ૨સ્કા૨ કર્યો છે દુ:ખોના સમૂહને એવાં એ ભગવાનને નમસ્કાર કર્યો. પુષ્પાદિ વડે પૂજા કરી અને ચૈત્યવંદન કર્યું. ત્યા૨પછી નિયમમાં દઢ એવા તે વાણીયાએ ત્યાં જ ભોજન કર્યું.
એ પ્રમાણે દ૨ોજ નિષ્ઠાપૂર્વક જિનપૂજાને કરતો તે વાણીયો ત્યાં રહેલો છે. એક દિવસ વધતાં અવિવેકનાં અંતરેકથી તેની પાસેથી કોઈ પણ રીતે કેટલુંક ધન મેળવવાની લાલચથી તે અનાર્યોએ બિમ્બનાં ખંડોને એકઠા કરી કોઈ પણ ઠેકાણે છુપી રીતે મુકી દીધા.
જ્યારે પૂજાનાં અવસરે તે પ્રતિમાને નહિં જોઈને તેણે ખાધું નહિં. ખેદિત થયો. તે વાણિયાએ ચોવિહા૨ ત્રણ ઉપવાસ કર્યા. હવે તે અનાર્યો વડે પૂછાયું ? તમે કેમ ખાતા નથી ? તે વાણીયાએ સત્ય સ્વરુપે કહ્યું. તેથી અનાર્યો એ કહ્યું : જો અમને ગોળ આપો તો તમને દેવદેખાડીયે. વાણીયાએ કહ્યું ચોક્કસ આપીશ. તેથી તે અનાર્યોએ સકલ નવ અથવા સાત ખંડ પૂર્વની જેમ જોડીને તે બિમ્બ પ્રગટ કર્યું. તે વાણકને જડેલું સાંધાવાળું તે બિમ્બ દેખાયું. તેથી તે શ્રાવકવર્ય ઘણોજ વિષાદ રૂપી ભીલના ૨૫ર્શથી કલુષિત હદયવાળો થયો.
ત્યારપછી તે વાણીયાએ સત્ત્વકપણથી જ્યાં સુધી આ બિંબ અખંડ ન થાય ત્યાં સુધી મારે ભોજન કરવું નહિં એવો અભિગ્રહ કર્યો. એ પ્રમાણે દરરોજ ઉપવાસ કરે છે. તે બિમ્બનાં અધિષ્ઠાયકે સ્વપ્નમાં કહ્યું : “આ બિંબનાં નવખંડોનાં સાંધા ચંદનના લેપ વડે પૂરવા. તેથી આ બિમ્બ અખંડ થશે.'
અત્યંત હર્ષિત વણિક સવા૨માં જાગ્યો. તેણે તે પ્રમાણે કર્યું. ભગવાન અખંડ શરીરવાળા થયાં. ચંદનનો લેપમાત્રથી સર્વે સાંધા મળી ગયા. ત૨ત જ ભગવાનને વિશુદ્ધ શ્રદ્ધા વડે પૂજીને ભોજન કર્યું અને તે વ્યાપારી ઘણોજ હર્ષ પામ્યો અને અનાય ભીલોને મેદોને ગોળ આપ્યો. ત્યારપછી જાણે ૨ત્નનો શ પ્રાપ્ત થયો હોય તેમ તે બિમ્બને પ્રાપ્ત કરીને હર્ષ પામેલા તે વાણીયાએ શૂન્યસ્થાનવાળા પિપ્પલ વૃક્ષની નીચે વેદકા પીઠ બાંધીને તે પ્રતિમા ને સ્થાપના કરી.
તે દિવસથી શ્રાવકસંઘ અને ચારે વર્ણનાં લોકો ચારે બાજુથી આવીને યાત્રા ઉત્સવને ક૨વા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org