________________
અવન્તિ દેશસ્થિત શ્રી અભિનંદન દેશ ઉ૫
અર્વાન્તમાં પ્રસિદ્ધ સિદ્ધ-ચમત્કા૨પૂર્ણ અભિનંદન દેવના કલ્પને લેશમાત્રથી હું કહીશ.
અહીં આગળ ઈશ્વાકુ વંશમાં મુકતામણિ સમાન શ્રી સંવ૨ાજાના પુત્ર સિદ્ધાર્થાશણીની કુક્ષીરૂપી સરોવ૨માં ૨ાજહંસ સમાન કપિલાંછનવાળા, સુવર્ણકાંતિવાળા પોતાના જન્મથી કોશલાપુરને (અયોધ્યા) પવિત્ર ક૨ના૨ સાડા ત્રણસો ધનુષ ઉચી કાયાવાળા ચોથા તીર્થક૨ શ્રી અભિનંદનદેવનું ચૈત્ય માલવદેશની અંદ૨ વર્તતા મંગલપુરની નજદીક આવેલી મહાટવીમાં મેદપલ્લી હતું. ત્યાં ર્વાિચિત્ર પ્રકારનાં પાપ કર્મોને નિર્માણ કરવામાં કર્મઠતામાં કમ૨ કરાવામાં તનતોડ મહેનત કરવામાં નિર્વેદ નહિં પામેલાં અનાય ૨હે છે.
એક વખત તુ૨૭ ઑ૨૭નાં સૈન્યો ત્યાં આવ્યાં. અંધષ્ઠાયક દેવનાં પ્રમાદપણાથી જિનચૈત્યને ભાંગ્યું. કલિકાલની દુષ્ટ ચેષ્ટા દુર્ઘટનાની કલ્પના પણ કરી શકાતી નથી. તે ચૈત્યનાં અલંકારભૂત પ્રણામ કરનારાં માણસોના ઉપદ્રવોનો નાશ ક૨ના૨ ભગવાનશ્રી અભિનંદનદેવનાં પણ નવ ટુકડા કરાયા. કેટલાક સાત ખંડો થયા એ પ્રમાણે કહે છે. તે સર્વે ખંડોને મનમાં ખેદ પામેલાં મેદ લોકોએ અનાર્યો વડે ભેગાં કરીને એક ઠેકાણે રાખ્યા.
એ પ્રમાણે ઘણો સમય વીત્યે છતે શંક૨નો તિરસ્કા૨ ક૨ના૨ એવાં ગુણોનાં સમૂહથી મનોહર વઈજા નામનો એક વાણીયો ધારોડ ગામથી આવીને દરરોજ પોતાની કલામાં હોંશીયાર ત્યાં લેવડ દેવડ રૂપે વ્યાપારને ક૨તો હતો.
તે અહિતનો પ૨મભક્ત હોવાથી ઘરે આવીને દ૨૨ોજ દેવને પૂજતો. તે ખરેખર દેવપૂજા વિના ક્યારેય પણ જમતો ન હતો.
ત્યારપછી એક વખત પલ્લીમાં આવેલાં તે શ્રાવકને અનેક ભયંકર કાર્યોને ક૨વાવાળા એવાં તે અનાર્યો એ પૂછ્યું કે તમે શા માટે દ૨રોજ અહીંથી અવર જવર કશે છો (અહીં જ કેમ ૨હેતા નથી ?)
વાણીયાને ઉચિત ભોજનથી પૂર્ણ એવી કલ્પવેલી સમાન આ જ પલ્લીમાં ભોજન કેમ ક૨તાં નથી. ત્યારે વાણીયાએ કહ્યું કે હે ક્ષત્રિયો ! હે ઠાકુરો ! ત્રણે ભુવનથી સેવાયેલાં એવા દેવાધિદેવ અરેહંતના જ્યાં સુધી દર્શન થાય નહિં ત્યાં સુધી હું ભોજનને કરતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org