________________
શ્રી શુઇદની રિચત પાનાથ કપ
(૩૧)
પહેલાં ખરેખર અયોધ્યા નગરીમાં દશરથરાજાનો પુત્ર શ્રી પદ્ધ નામનો આઠમો બળદેવ પ૨મ સમ્યગ્દષ્ટિ હતો. તેણે અનેક વખત ચમત્કારને દેખાડવા વાળી અનેક પ્રકા૨નાં વિMોને નાશ કરવાવાળી ભાવી જિનેશ્વર શ્રી પાર્શ્વનાથની ૨નમય પ્રતિમાને પોતાનાં દેવપૂજાનાં અવસરે લાંબા કાળ સુધી પૂજા કરી.
કાળક્રમે પૂવદેશમાં પદ્માક૨ સરોવરો અપદ્મા કમળવિહોણા થશે. અર્થાત્ દુર્ભિક્ષ થશે. ઈત્યાદિ ઉદાહ૨ણથી ધર્મપ્રવૃત્તિ દૂષમ સમયમાં ઓછી થશે એમ જાણીને આંધિષ્ઠાયક દેવતાએ આકાશ માર્ગ વડે સપ્તશત દેશનાં શુદ્ધદની નગ૨માં લાવીને ભૂમિઘ૨માં (ભોંયરામાં) રાખી.
વિષમકાળ જાણીને ૨ામયતાને હટાવીને પ્રતિમાને પાષાણમય કરી. ઘણો કાળ વ્યતીત થયાં પછી સોઘતિવાલ ગચ્છનાં વિમલસૂરિ નામનાં આચાર્ય થયા. તે આચાર્યને ૨સ્વપ્નમાં આદેશ થયો કે અહીં શ્રી પાર્શ્વનાથની પ્રતિમાં અમુક પ્રદેશમાં ભોંયરામાં ૨હેલી છે. તે કાઢીને પૂજાવો. ત્યારે તે આચાર્યે તે પ્રમાણે શ્રાવક સંઘને આદેશ કર્યો. શ્રાવકસંઘે તે પ્રતિમા ભોંયરામાંથી બહાર લાવી જિનાલય બંધાવ્યું. ત્યાં પ્રતિમા સ્થાપના કરી. ત્રણે કાળ પૂજવા લાગ્યા. કાળવશથી નગરી ઉજ્જડ થઈ. એક વખત ધષ્ઠાયક દેવોનાં પ્રમાદના કારણે પ્રાંગપાત ત્યાં આવેલાં તુર્કોએ ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા દેખી અનાર્યચર્યાવાળા તે તુર્કોએ મસ્તક ઉતારીને જમીન પર પાડીને ચાલ્યા ગયા.
ત્યા૨પછી બકરીઓ ચરાવવા માટે આવેલાં એક ગોવાળીયા વડે તે દેવનું મસ્તક જમીન પ૨ પડેલું દેખાયું. ઘણો શોક કરીને સ્વામીનાં શરી૨ ઉપ૨ ચડાવ્યું.
ત્યારે તે સાંધા વિના લાગી ગયું. તે દેવતાના અનુભાવથી આજે પણ તેજ રીતે ૨હેલી છે. અને પૂજાય છે. આ શબ્દદન્તી નગ૨માં શ્રી પાર્શ્વનાથ દેવનો આ કલ્પ જેવી રીતે સાંભળ્યો તેવી રીતે વર્ણવ્યો.
ઈતથી દજિાદજાચ્છેદ શુદ્યશસઃ શ્રી શુદ્ધઈન્ત પાર્શ્વનાથ કલ્પ: ||
૧. શુદ્ધદન્તી નગરી અત્યારે રાજસ્થાનમાં જોઘપુર જિલ્લામાં આવેલ સોજત રોડ રેલ્વે સ્ટેશનથી ૭
કી.મી. દૂર આવેલ સોજત હોવાનું મનાય છે. આજે અહીં ૧૦ જિનાલયો છે. આ સિદ્ધસેનસૂરિજીએ વિ.સં. ૧૧૨૩ માં રચેલ ‘સકલ તીર્થસ્તોત્ર'માં, આચાર્ય હેમહંસૂરિ દ્વારા વિ.સં. ૧૪૭૭ માં ૨ચાયેલા 'માતૃકાક્ષરતીર્થમાલા' માં આ તીર્થનો ઉલ્લેખ છે. અકબ૨ના આમંત્રણથી લાહો૨ જતી વખતે આચાર્ય જિનચન્દ્રસૂરેિ આ નગ૨માં શેકાણા હતા. (ઐતિહારાક જૈન કાવ્યસંગ્રહ પૃ.૬૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org