________________
વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ
૧૦૫) એક વખત પોતાની પત્નીએ ઝઘડો કરીને ઘરમાંથી મુખીને કાઢી મુક્યો. તે શત્રુંજયગિ૨નાં શિખ૨ ઉપ૨ ચઢવા લાગ્યો. મધનું ભરેલું ભાજન હાથમાં ઘારણ કર્યું. વટવૃક્ષની છાયામાં મધપાન કરવા માટે બેઠો. તેટલામાં ગીઘડાના મુખપી ગુફામાં ૨હેલાં સાપના ઝે૨ન બિંદુ મધભાજનમાં પડેલું દેખાયું. તે દેખીને વિરકત મનવાળો તે મધને છોડે છે.
ભવથી વિરકત થયેલો અનશન કરીને તે જ ક્ષણે આદિ જિનેશ્વ૨નાં ચરણકમળને અને નવકા૨ને યાદ ક૨તો શુભ ધ્યાન વડે મરણ પામ્યો. તીર્થનાં માહાયથી અને નવકા૨નાં પ્રભાવથી કપર્દિય થયો.
અવધિજ્ઞાન વડે પૂર્વભવને યાદ કરીને આંદ જિણંદને પૂજે છે. તેની ઘરવાળી (પત્ની) તે બીનાને સાંભળીને ત્યાં આવીને પોતાના આત્માને નિંદતી અનશન કરીને જિનેશ્વરને યાદ કરતી કાળઘર્મ પામી.
તે યક્ષના જ વાહન હાથી તરીકે બની. કપર્દયક્ષનાં ચારે ભુજાદંડમાં અનુક્રમે પાશ, અંકુશ, દ્રવ્યની શૈલી, અને બીજે૨ૐ રહેલું છે. વળી તે પૂર્વભવનાં ગુરુને અર્વાઘજ્ઞાન વડે જાણીને તેમના ચરણ કમળમાં ગયો. વંદન કરીને હાથ જોડીને વિનંતિ કરે છે કે હે ભગવાન્ તમારી મહે૨બાનીથી આવાં પ્રકા૨ની ઋદ્ધિ મળી. અત્યારે મને કાંઈક કૃત્ય ફ૨માવો. ગુ૨૦એ કહ્યું : 'આ તીર્થમાં તમારે નિત્ય રહેવું. ત્રણે કાળ યુગાદિનાથને પૂજવા. જાત્રા માટે આવેલાં ભાવિકોનાં મનોવાંછિત ફળને પૂરવા. સકલસંઘના વિદનો દૂ૨ ક૨વા.' ત્યા૨પછી ગુ૨૦નાં ચરણકમળમાં વંદન કરી તહત્ત કરી સ્વીકારીને યક્ષાધિપતિ વિમલગિરિનાં શિખ૨ ઉપ૨ ગયો. ગુરુએ જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે કરે છે.
આ અંબાદેવી અને યક્ષરાજ કર્યાર્દયક્ષનો આ કલ્પ વૃદ્ધવચનથી જિનપ્રભસૂરિ વડે લખાયો.
'પચ્ચખાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org