________________
શ્રી કપર્દિયક્ષ કલ્પઃ
(30)
શ્રી શત્રુંજયના શિખ૨ ઉ૫૨ પ્રતિષ્ઠિત થયેલાં ઋષભદેવને નમસ્કાર કરીને તેમનાં જ સેવક કપર્દિયક્ષના કલ્પને હું કહીશ.
અહીં આગળ વાલક્કદેશમાં (સોરઠદેશમાં) પાલીતાણા નામનું નગ૨ છે. ત્યાં આગળ કપર્દિ નામનો ગામનો મુખીયો હતો. તે દિરા, માંસ, મધ, જીર્વાહંસા, જુઠુ બોલવું, ચોરી, પ૨સ્ત્રીગમન વગેરે પાપસ્થાનોમાં આસક્ત ચિત્તવાળો હતો. અણધી નામની નામ જેવાં ગુણવાળી પત્નીની સાથે ભોગોને ભોગવતો કાળને ૫સા૨ ક૨ે છે. એક વખત તે માંચા ઉ૫૨ બેઠેલો હતો. ત્યારે તેનાં ઘે૨ સાધુ યુગલ આવ્યું. તે મુખીએ પણ હૃષ્ટપ્રણામ કરીને હાથ જોડી વિનંતી કરી 'હે ભગવાન્ ! તમારે અહીં આવવાનું કા૨ણ શું ? અમારા ઘરે દૂધ, દહીં, ઘી, છાસ આદિ ઘણાં છે. તમારે જેનું કાર્ય હોય તે આદેશ ફરમાવો ?' બે સાધુઓએ કહ્યું : 'અમે ભિક્ષા માટે નથી આવ્યા પરંતુ અમા૨ા ગુરુ પરિવા૨ હિત શત્રુંજયની યાત્રા માટે આવ્યા છીએ. અત્યારે વર્ષાકાળ આવી ગયો છે. તેથી સાધુઓને વિહા૨ ક૨વો કલ્પે હિ. એથી તમારી પાસે ઉપાશ્રયને માંગવા માટે આવ્યા છીએ. જ્યાં સૂરિ પરિવા૨ સહિત રહી શકે. મુખીયાએ વિનંતિ કરી : 'હુ ઉપાશ્રય આપું છું. સૂરીશ્વર ભલે પધારે ! એમને જેમ સુખ ઉપજે તેમ રહે. માત્ર પાપમાં આસક્ત એવાં અમોને ધર્મનો ઉપદેશ ન આપે.' સાધુઓએ કહ્યું ? એ ભલે, એ પ્રમાણે થાઓ. પછી ગુરુ આવ્યા. ચા૨ માસ સુધી ચોમાસુ રહ્યા. સતત સ્વાધ્યાય કરે છે. છટ્ઠ અક્રમાદિ વડે પોતાનાં શ૨ી૨ને શોષે છે. અનુક્રમે વર્ષાકાળ પૂરો થયે છતે ગુરુએ મુખી પાસેથી ૨જા માંગી. તે મુખી સાધુઓની સત્ય પ્રતિજ્ઞાથી ખુશ થયો અને પોતાનાં નગ૨ની સીમા સુધી વળાવવા માટે ગયો. સીમાડા સુધી પહોંચ્યા પછી સૂચિ બોલ્યા : 'હે મુખી ! અમને ઉપાશ્રયનું દાન આપીને તમે ઘણો ઉપકા૨ કર્યો છે. એથી અત્યારે કાંઇક ધર્મનો ઉપદેશ આપીએ તો પ્રત્યુ૫કા૨ થાય. મુખીએ કહ્યું મા૨ા વડે નિયમ બીજો પળાશે હિં કાંઈક મંત્રાક્ષ૨ આપો! તેથી સૂરિએ અનુકંપાથી પંચ૫૨મેષ્ઠી નમસ્કાર મહામંત્ર શીખવાડ્યો. અને તેનો પાણી, અગ્નિ, સ્તંભાદિ પ્રભાવ વર્ણવ્યો. ફરીથી ગુરુએ કહ્યું દ૨૨ોજ શત્રુંજયની દિશા તરફ તમારે પ્રણામ ક૨વો. મુખી તત્તિ કહી સ્વીકારીને ગુરુને પ્રણામ કરીને પોતાના ઘે૨ આવ્યો. સૂરિએ અન્યત્ર વિહા૨ કર્યો. અનુક્રમે તે મુખી પંચ પરમેષ્ઠીને જપતો નિયમને પાળતો કાળને પસા૨ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org