________________
શ્રી અણહિલપુર સ્થિત અરિષ્ટ નેમિ ૫ઃ
૨૬
અર્ણાહલપુ૨પાટણનાં આભૂષણ સમાન શ્રી અરિષ્ટનેમિને નમસ્કા૨ ક૨ીને બંભાણગચ્છ ની નિશ્રાવાળા શ્રી ઓષ્ટનેમિનાં કલ્પને હું કહીશ. ||૧||
પહેલાં શ્રી કનોજ નગ૨માં યક્ષ નામનો મોટી ર્કાથી સંપન્ન વ્યાપારી હતો. તે એક દિવસ વ્યાપા૨નાં કાર્ય માટે મોટા બળદ વગેરે સાર્થની સાથે કરિયાણાને ગ્રહણ કરીને કન્નોજ નાં રાજાની પુત્રી મનિકાને કંર્ચાલનાં (કાપડા તરીકે ભેટ) સંબંધમાં આપેલ કન્નોજ થી પ્રતિબદ્ધ એવાં ગુર્જ૨ દેશ પ્રતિ પ્રયાણ કર્યું. અનુક્રમે લક્ષારામમાં સરસ્વતી નદીનાં તટ પાસે પહોંચ્યા.
પહેલાં અર્ણાહલપુ૨પાટણનું તે નિવાસ સ્થાન હતું. ત્યાં સાર્થનો પડાવ ૨ાખીને વ્યાપા૨ી ૨હ્યાં. ચોમાસું આવ્યું. વાદળા વસવા માંડ્યા.
એક વખત ભાદ૨વા માસમાં તે સર્વે બળદનો સાર્થ સમૂહ ક્યાંય પણ જતો રહ્યો. કોઈને ખબ૨ નથી. સર્વ ઠેકાણે શોધ કરવા છતાં પણ મળ્યા નહીં. તેથી જાણે બધું નાશ પામ્યું ન હોય એમ ઘણાં જ ચિંતાતુર થયેલાં એવાં તેની પાસે ૨ાત્રે સ્વપ્નમાં ભગવતી અંબિકાદેવી આવી. તે દેવીએ કહ્યું હે વત્સ ! જાગે છે કે ઉંઘે છે ! યક્ષશેઠે કહ્યું હે અંબામાતા ! મારે નિદ્રા ક્યાંથી ? જેનો સર્વસ્વ બળદનો સાર્થ નાશ પામ્યો હોય ! દેવી કહ્યું હે ભદ્રે ! આ લક્ષાામ માં આંબલીના વૃક્ષ નાં થડની નીચે ત્રણ પ્રતિમા રહેલી છે. ત્રણ પુરૂષ પ્રમાણ જેટલી ભૂમી ખોદાવી તે ગ્રહણ કરે.
એક પ્રતિમાશ્રી અરિષ્ટનેમિર્ગામની, બીજી શ્રી પાર્શ્વનાથની, ત્રીજી શ્રી અંબિકાદેવીની છે. યક્ષે કહ્યું. 'હે ભગર્વાત ! આંબલીના ઝાડ તો ઘણાં છે. તો તે પ્રદેશ કેવી રીતે જાણવો ?' દેવીએ કહ્યું : 'ધાતુમય મંડલ અને ફૂલોનો ઢગલો જ્યાં તુ દેખે તે જ સ્થાન ત્રણ પ્રતિમાનું જાણવું.' તે ત્રણ પ્રતિમાને બહા૨ કાઢી પૂજા કરવાથી તારાં બળદો પોતાની મેળે આવી જશે. સવા૨માં તે યક્ષ શેઠે ઉઠીને બવિધાનપૂર્વક તેમ કર્યે છતે ત્રણે પ્રતિમાઓ પ્રગટ થઈ. વિધિપૂર્વક પૂજા કરી ક્ષણમાત્રમાં અચાનક જ બળદો આવ્યા. વ્યાપા૨ી ખુશ થયો. અનુક્રમે ત્યાં જિનચૈત્ય બનાવ્યું તેમાં પ્રતિમાઓ સ્થાપી.
એક વખત વર્ષાકાળ વીત્યે છતે અગ્રહા૨ (અગ્ગહા૨) ગામથી ૧૮૦૦ પટાર્સાલકોના ઘરોથી અલંકૃત બંભાણ ગચ્છના મંડન સમાન શ્રી યશોભદ્રસૂરિ ખંભાત નગ૨ ત૨ફ વિચરતા ત્યાં આવ્યા. લોકોએ વિનંત ક૨ી હે ભગવાન ! તીર્થને ઓળંગીને આગળ જવું ન કલ્પ તેથી તે સૂરિશ્ર્વ૨ વડે ત્યાં તે પ્રતિમાઓને નમસ્કાર કરાયા. માગશ૨ સુદ પૂનમનાં દિવસે ધ્વજારોપણ મહોત્સવ કર્યો. તે ધ્વજારોપણ મહોત્સવ વિક્રમ સંવત ૫૦૨ વર્ષ વીત્યે છતે થયો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org