________________
(૮૬)
(શ્રી કન્યાનનીય મહાવીર પ્રતિમાં કલ્પ:) મૃદંગ, માઈલ, કંસાલ, ઢોલ આદિના શબ્દો ચારેબાજુ ફેલાઈ ગયા. ભાટ સમુદાય બિરૂદાવળી બોલાવા લાગ્યો. આ રીતે ચારેય વર્ણના લોકોથી યુક્ત ચતુર્વિધ સંઘ થી યુક્તસૂરિને પૌષધશાળા તરફ પ્રયાણ કરાવ્યું. શ્રાવકો વડે પ્રવેશ મહોત્સવ કરાયો. મોટા દાનો અપાયા.
વળી બાદશાહે સકલ શ્વેતામ્બર શંઘ ને ઉપદ્રવો થી રક્ષણ કરવામાં સમર્થ એવું ફરમાન પત્ર રામર્પણ કર્યું. ગુરૂ વડે ચારે દિશાઓમાં તેની પ્રતિકૃતિ મોકલાઈ. શાસન ની ઉન્નતિ થઈ.
એક વખત સૂરિએ શ્રી શત્રુંજય ગિ૨ના૨ ફલોધી આદિ પ્રમુખ તીર્થો માટેનું ૨ક્ષણ નું ફરમાન માંગ્યું. રાજાએ તેજ ક્ષણે તે આપ્યું. તે ફરમાન તીર્થોમાં મોકલ્યું. ગુરૂનાં વચનથી તરત જ અનેક બંદીજનોને ૨ાજાએ મુક્ત કર્યા. ફરી પણ ગુરૂ જિનપ્રભસૂરિ સોમવારના દિવસે વરસાદ વર્ષતે છતે રાજકુલમાં આવ્યા. સુ૨ત્રાણને મળ્યા. કાદવ માં ખ૨ડાયેલાં ગુરૂના પગોને મલિક્કાદર પાસે શ્રેષ્ઠ કપડાનાં ટુકડાથી રાજાએ લુછાવ્યા. ત્યારપછી આચાર્યે આશીર્વાદ આપ્યા. વર્ણનવાળા કાવ્યોની વ્યાખ્યા કરી રાજા ઘણોજ ચમત્કાર પામ્યો.
યોગ્ય અવસર જાણીને સર્વ સ્વરૂપ કહેવાપૂર્વક ભગવાન મહાવીરની પ્રતિમા માંગી. એક છત્રી સામ્રાજ્યવાળા રાજાએ તે તે સુકુમાર ગોષ્ઠી કરીને તે પ્રતિમા આપવા હા પાડી.
તુગલકાબાદના ભંડારથી મંગાવી. ત્યાર પછી ઈર્ષ્યા કરનારાં મલ્લીકોનાં ખંભે ઉપડાવીને સકલસભાની સમક્ષ પોતાની આગળ મંગાવી. બધાને દર્શન કરાવી ગુરૂને શર્માર્પત કરી.
ત્યા૨૫છી મહોત્સવ-પ્રભાવના પૂર્વક પાલખી ઉપર રાખીને મલિકતાપદીન સરાયમાં આવેલા ચૈત્યમાં પ્રવેશ કરાવ્યો. ગુરૂ વડે વાસક્ષેપ કરાયો મહાપૂજા વડે પ્રતિમાની પૂજા થવા લાગી.
ત્યારપછી મહારાજાના આદેશથી પોતાનાં સ્થાને શ્રી જિનદેવસૂરિને દિલ્લીમાં ૨સ્થાપીને ગુરૂએ મહારાષ્ટ્ર દેશ તરફ પ્રસ્થાન કર્યું. રાજાધિરાજ વડે શ્રાવક સંઘની સાથે ગુરૂને બળદ, ઉટ, હાથી, ઘોડા, કવચ, અલંકાર વિ.થી સજાવેલા સુખાસન (પાલખી) આદ સામગ્રી આપી.
વચ્ચેનાં નગરોમાં પ્રભાવનાંને કરતાં કરતાં પગલે પગલે સંઘ વડે સન્માન કરાતા. પ્રાચીન અપૂર્વ તીર્થોને નમસ્કા૨ ક૨તા. સૂરિ અનુક્રમે દેવગિરિ નગ૨માં પહોંચ્યા. સંઘ વડે પ્રવેશ મહોત્સવ કરાયો અને સંઘપૂજા થઈ પ્રતિષ્ઠાનપુરમાં શ્રી જીવીતસ્વામી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org