________________
( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર )
(૮૫) હોવાનો સંભવ છે. એક વખત પ્રક્ષાલ કરાયે છતે ભગવાનના શરીરમાં પ૨સેવો ફેલાતો દેખાયો. સાફ કરવા છતાં પણ અટક્યો નહિ, ત્યારે વિદ્વાન શ્રાવકો વડે જણાવ્યું કે કોઈ પણ ઉપદ્રવ અહીં આગળ અવશ્ય થશે.
જ્યારે પ્રભાતમાં જેઠવા રાજકુલનાં ધાડપાડુઓ આવ્યા. નગ૨ને ચારે બાજુથી ઘેર્યું.
એ પ્રમાણે પ્રગટ પ્રભાવવાળાં સ્વામી વિક્રમ સંવત ૧૩૮૫ સુધી પૂજાયા. તે વર્ષે આવેલાં અહíવઅ વંશમાં ઉત્પન્ન થયેલાં આશીનગ૨નાં સિકંદ૨ વડે ઘોર પરિણામથી શ્રાવક અને સાધુઓને બંદી બનાવી વિડંબના કરી શ્રી પાર્શ્વનાથની પાષાણ પ્રતિમાને
ભાંગી.
વળી અખંડિત એવી મહાવીરની પ્રતિમાને ગાડામાં આરોપણ કરીને દિલ્લીપુરમાં લાવી શ્રી સુત્રાણ આવ્યું છતે જે પ્રમાણે આદેશ ક૨શે તે પ્રમાણે ક૨શું, એ વિચારથી _ગુલકા બાદમાં રહેલાં સુ૨ત્રાણનાં ભંડા૨માં ૨ાખી. પછી દેવગિરિ નગરીથી શ્રી મહમદ સુ૨ત્રાણ યોગીનીપુર (દિલ્લી)માં ક્યારે આવ્યો. ત્યાં સુધી તે પ્રતિમા ૧૫ મહીના સુધી તુર્કોની બંદીમાં ૨હી.
એક વખત શ્રી ખરતરગચ્છના અલંકા૨ ૨સ્વરૂપ શ્રી જિનસિંહસૂરિની પાટે પ્રતિષ્ઠિત થયેલાં શ્રી જિનપ્રભસૂરિ બહા૨નાં દેશથી વિહા૨ ૨ીને દિલ્લીનાં શાખાપુરમાં પહોંચ્યા. હવે મહારાજાની સભામાં પંડિતોની ગોષ્ઠી પ્રસ્તુત થયે છતે “કોણ વિશિષ્ટત૨ વિદ્વાન પંડિત છે." એ પ્રમાણે રાજરાજેશ્વ૨ વડે પૂછાયે છતે ધારાધર નામના જ્યોતિષી આચાર્ય જિનપ્રભસૂરિ ની ગુણસ્તુતિ પ્રારબ્ધ કરી. તેથી મહારાજાએ તેને મોકલીને બહુમાનપૂર્વક પોષ સુદ ૨ નાં દિવસે સંધ્યાના સમયે જિનપ્રભસૂરિ ને બોલાવ્યા. તે જિનપ્રભસૂરિ અને મહારાજ ભેટ્યા. નજીકના આસન ઉપર બેસાડ્યા. કુશલદ વાર્તા પૂછી સૂરિએ અભિનવ કાવ્યથી આશીર્વાદ આપ્યા. એકાંતમાં અર્ધશત્રિ સુધી બંનેએ ગોષ્ઠી કરી.
રાત્રે ત્યાં જ સુવડાવ્યા. ૨ત્ર ત્યાંજ પ્રસાર કરી સવારમાં ફરીથી બોલાવ્યા. ખુશ થયેલો રાજા ૧૦૦૦ ગાય, દ્રવ્યોનો સમૂહ, શ્રેષ્ઠ ઉદ્યાન, ૧00 વસ્ત્ર, ૧00 કંબલ, અગરૂ, ચંદન, કપૂશદ ગંઘ દ્રવ્યો આપવા લાગ્યો ત્યારે ગુરૂએ કહ્યું 'સાધુઓને આ ન ખપે' એ પ્રમાણે મહારાજાએ સમજાવીને, સર્વવસ્તુ નો નિષેધ કર્યો. અને રાજાધિરાજને અપ્રીતિ ન થાય એ માટે કાંઈક કાંબલ-વસ્ત્ર અગરૂ આદિ રાજાના આગ્રહથી ગ્રહણ કર્યા.
ત્યારપછી વિવિધ દેશોથી આવેલાં પંડિતોની સાથે વાદ ગોષ્ઠી કરાવી પછી મદદથી ક૨તાં બેહાથી મંગાવ્યા. એક હાથી ઉપ૨ ગુરૂ જિનપ્રભસૂરિને અને બીજા હાથી ૫૨ જિનદેવ આચાર્ય ને બેસાડ્યા. આઠ શાહીમદન ભેરીઓ વાગવા લાગી. યમલશંખો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org