________________
શ્રી કન્યાનનીય મહાવીર પ્રતિમા ક૫:
(૨૨)
ઘણાં ગુણનાં સમૂહવાળાં અને સુરગિરિ જેવાં ધીર એવાં શ્રી મહાવીર સ્વામીને નમસ્કાર કરીને કન્યાનયનીચમાં ૨હેલી તે ભગવાન મહાવી૨ ની પ્રતિમા સંબંધી કલ્પને કાંઈક હું કહીશ !
જે પ્રતિમા ચૌલુકય દેશના ભૂષણ સમાન કન્યાનનીય નગરમાં વિક્રમપુરમાં વસનારા શ્રી જિનપતિસૂરિનાં કાકા સજ્જન માનદેવ દ્વારા કરાયેલી હતી અને વિ.સં. ૧૨33 અષાઢ સુદ ૧0 ગુરૂવારના દિવસે અમારા પૂર્વાચાર્ય જનસ્પતિ સૂર વડે તે પ્રતિમા પ્રતિષ્ઠિત કરાઈ હતી. મમ્માણ પર્વતમાં ઉદ્દભવેલ ઉગ્ર જ્યોતિવાળા પાષાણમાંથી નખશ્રુતિ લાગવા માત્રથી ઘટ સરખા અવાજ નીકળતો હતો એવી શ્રી મહાવીપ્રભુની પ્રતિમાના
ધિષ્ઠાયક ૨સ્વપ્નનાં આદેશ મુજબ અનકવાલ નામની પૃથ્વી ધાતુ વિશેષનાં ૨સ્પર્શ ક૨વાથી પ્રત્યક્ષ થતા હતા. તે શ્રી મહાવીર ભગવાનની પ્રતિમા શ્રાવકસંઘ વડે લાંબા કાળ સુધી પૂજાઈ.
વિ.સં. ૧૨૪૮ વર્ષે ચૌહાણકૂલમાં દીપકસમાન શ્રી પૃથ્વીરાજ રાજા વડે સુ૨ત્રાણા શાહાબુદ્દીન મરાયે છતે રાજ્યનાં પ્રધાન પ્રથમશ્રાવક શેઠ રામદેવે શ્રાવક સંઘને લેખ મોકલ્યો કે તુર્કોનું રાજ્ય થઈ ગયું છે.
શ્રી મહાવી૨ભગવાનની પ્રતિમા ગુપ્તપણે ધારવી જોઈએ. સંભાળીને રાખજો. તેથી શ્રાવકો વડે દાહિમકુલમાં મંડાન સમાન કાંવાસ નામના મંડલિકના નામથી અંકિત કર્યવાસ સ્થલમાં ઘણી રેતીના ઢગલામાં પ્રતિમાં છૂપાવી. તે પ્રતિમાં ત્યાં રહી
જ્યારે ૧૩૧૧ વિક્રમ સંવત આવ્યો ત્યારે ઘણા જ ભયંકર દુષ્કાળ પડ્યો ત્યારે નિર્વાહ ન કરી શકવાથી જોજક નામનો સૂત્રધાર (સુથા૨) આજીવીકા નિમિત્તે સુકાળવાળા દેશ ત૨ફ કુટુંબ સંહિત કન્યાનયનીયથી ચાલ્યો. પ્રથમ પ્રયાણ થોડું કરવું જોઈએ. એ પ્રમાણે જાણીને કાર્યવાશ ૨સ્થલમાં તે રાત્રિ રહ્યો. અર્ધાંત્રિએ દેવતાએ તેને સ્વપ્ન આપ્યું. તે અહીં જ્યાં સુતો છે, તેની નીચે ભગવાન મહાવીરની પ્રતિમા આટલા હાથ નીચે રહેલી છે. તારે પણ દેશાંતર જવું જરૂરી નથી અહીં જ તારશે નિર્વાહ થશે.
તે આશ્ચર્ય ઍહિત જાગ્યો. તે સ્થાનને પુત્ર આદિ વડે ખોદાવ્યું. તે પ્રતિમાં દેખાઈ તેથી રાજીનો રેડ થયે નગ૨માં જઈને શ્રાવક સંઘને નિવેદન કર્યું. શ્રાવકોએ મહોત્સવપૂર્વક પરમેશ્વ૨નો પ્રવેશ કરાવ્યો. અને ચૈત્ય ઘરમાં સ્થાપન કર્યા.
ત્રણેકાળ પ્રતિમાની પૂજા થાય છે. અનેકવા૨ તુર્કો ના ઉપદ્રવો થી બચ્યા. શ્રાવકો વડે તે સૂત્રધા૨ની આજીવીકાનો નિર્વાહ કરાયો. પ્રતિમાનું પરિકર શોઘવા છતાં પણ પ્રાપ્ત થયું નથી. કોઈપણ સ્થલમાં રહેલું છે. તેનાં ઉપ૨ પ્રશસ્ત વર્ષ આદિ લખેલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org