________________
( વિવિધ તીર્થ કલ્પસચિત્રઃ )
ઈન્દ્ર વડે તેનું પાવાપુરી એ પ્રમાણે નામ ક૨ાયું. કારણ કે મહાવી૨ ૨સ્વામી અહીં નિર્વાણ પામ્યા.
આ જ નગરીમાં વૈશાખસુદ અગ્યારશના દિવસે ભિક ગ્રામથી શત્રમાં બા૨ યોજન, વિહાર કરીને આજ નગરીની પૂર્વદિશામાં આવેલા મહાસેન વનમાં ભગવાને પંડિતગણોથી પરિવરેલા ખુશ થયેલાં શ્રીગૌતમાદિ ગણધરોને દીક્ષા આપી. તેઓને ગણની અનુજ્ઞા અપાઈ. તે ગણધરોએ ત્રણ નિશિહી વડે ઉત્પાદ, વ્યય, ધ્રુવ સ્વરૂપ ત્રિ-પદી સ્વામી પાસેથી મેળવીને તે જ ક્ષણે દ્વાદશાંગી ૨ચી હતી.
આ જ પાવાપુરી નગરીમાં ભગવાનના કાનમાં રહેલાં ખીલાઓ સિદ્ધાર્થ વાણકની સૂચનાથી ખરકવૈધ વડે બહા૨ કઢાયા. તે ખીલા બહાર કાઢતી વખતે જોરદાર વેદનાના કા૨ણે ભગવાન વડે જો૨દા૨ ચીસ પડાઈ. તે અવાજ વડે નજીકમાં રહેલાં પર્વતોનાં બે ભાગ થયા. આજે પણ ત્યાં અંતરાલ એંધ માર્ગમાં ફાડ પડેલી દેખાય છે.
તથા આજ નગરીમાં કાર્તિક અમાવસ્યાની શંત્રમાં ભગવાનના નિર્વાણસ્થાનમાં મિથ્યાદ્રષ્ટિઓ વડે શ્રી વીરસૂદૂપનું સ્થાન આપીને નાગ મંડપમાં આજે પણ ચારેય વર્ણના લોકો જાત્રા મહોત્સવને કરે છે.
તે જ એક શત્રિમાં દેવતાના અનુભાવથી કૂવા માંથી કાઢેલા પાણીથી પૂર્ણ સ૨ાવડામાં તેલ વિના દીવો બળે છે.
પૂર્વોક્ત અર્થો ભગવાન વડે આજ નગ૨માં કહેવાયા. આજ નગરીમાં ભગવાન મોક્ષમાં ગયેલા. ઈત્યાદિ અત્યંત આશ્ચર્યભૂત સંવિધાનનું સ્થાન પાવાપુરી મહાતીર્થ છે. - શ્રી દેવગિરિ નગરમાં રહેલાં શ્રી જિનપ્રભસૂરિ વડે દીપોત્સવની ઉત્પત્તિને કહેવામાં રમણીય આ પાવાપુરી કલ્પ કરાયો.
વિક્રમ સંવત ૧૩૮૭ વર્ષે ભાદ૨વા વદ બા૨ ના દિવસે કલ્યાણ ક૨વા વાળો આ કલ્પ પૂરો કરાયો.
શ્રી અપાપાબૃહત્કલ્પ અથવા દીપોત્સવ કલ્પ પૂરો થયો.
આ ઉવણી
છે
કે
,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org