________________
અપાપા બૃહત્મ્યઃ
સુવ્રતાચાર્ય વિચ૨તાં વિચરતાં હસ્તિનાપુરમાં ચાતુર્માસ રહ્યા. સર્વે પાખંડીઓ નવા રાજાને દેખવા માટે આવ્યા. સુવ્રતાચાર્ય ન આવ્યા. તેથી ક્રોધિત થયેલો નમુચિ કહે છે, મને જોવા ન આવ્યા માટે મા૨ી ભૂમિમાં તમારે સાત દિવસથી વધુ ન રહેવું. ર્નાહતો મારી નાંખીશ. તેથી સૂરિએ સંઘને પૂછીને ગમનગામીવિધાથી સંપન્ન એક સાધુને મેરૂ ચૂલિકા ઉ૫૨ ૨હેલા વિષ્ણુકુમારને બોલાવવા માટે મોકલ્યા.
તે સાધુએ વિનંતી કરી : ‘ભગવાન્ ! મા૨ી જવા માટેની ક્ત છે. પરંતુ આવવા માટે નહિ.' ગુરૂએ કહ્યું : 'તે વિષ્ણુકુમા૨ મુનિ જ તને અહીં લાવશે.' તેથી તે ર્માન મેરૂની ચૂલા ઉ૫૨ પહોંચ્યો. વંદન કરીને સર્વ સ્વરૂપ મહર્ષિ ને કહ્યું. તે જ ક્ષણે વિષ્ણુકુમા૨ મુનિ સાધુની સાથે આકાશ માર્ગે ઉપડ્યા. અને ગજપુરના ૨ાજકુલમાં આવ્યા. નચિ સિવાયના સર્વ રાજાઓએ તેમને વંદન કર્યું. નચિને ઓળખ્યો. સમજાવ્યો છતાં પણ સાધુને રહેવા દેવા તૈયા૨ થતો નથી. તેથી તે વિષ્ણુકુમા૨ મુનિએ ત્રણ ડગલાં ભૂમિ માંગી. તેણે આપી. અને કહ્યું જો કોઈ પણ પગની બહાર દેખાશે તેને હું મારી નાંખીશ. હવે તે વિષ્ણુ ઋષિએ વૈક્રિય બ્ધિ વડે લાખ યોજન પ્રમાણ શ૨ી૨વાળા, મુગુટ, કુંડલ, ગદા, ચક્ર, ધનુષ્ય આદીને ધા૨ણ ક૨વાવાળા થયા. તેમની એડીમાં પ્રહા૨ વડે પૃથ્વી કંપવા લાગી, સાગરો ક્ષોભ પામ્યા. ખેચરો ફુત્કા૨ ક૨તાં નાસવા લાગ્યા. નદીઓ ઉલ્ટા માર્ગે વહેવા લાગી. નક્ષત્ર ગણો ઘૂમવા લાગ્યા. મોટા પર્વતો ડોલવા લાગ્યા. પૂર્વ-પશ્ચિમ સમુદ્રમાં બે પગ મુકીને, ત્રીજો પગ નચિના મસ્તકે મૂકી મહાત્મા ઉભા રહ્યા. ત્યા૨ે અર્વાધજ્ઞાન વડે જાણીને ઈંદ્ર મોકલેલી દેવાંગનાઓ મધુર સ્વરે ક્ષતિ, શાંńત, ક્ષમા, ઉપપ્સમ, ર્ગાર્ભત, ગીતો કાનની પાસે ગાય છે. ચક્રવર્તી વગેરે પણ આ હકીકત જાણી મુનિને પ્રસન્ન ક૨વા માટે પગે પડે છે. પગ દાબે છે. તેથી ઉપશાંત પામેલા મહર્ષિ મૂળ રૂપમાં આવ્યા. ચક્રવર્તી અને સંઘને ખમાવ્યા. ચક્રવર્તીએ વિષ્ણુકુમા૨ પાસેથી બિચારા નર્માચને છોડાવ્યો. ત્યારે ચોમાસાનાં, ચોથા મહિનાના પખવાડિયાનો સંધિ (કા૨તક વદ અમાવસ્યા) દિવસ હતો. તે ઉત્પાત ઉપશાંત થયે છતે લોકો વડે, પોતાને ફરી જન્મ મળ્યો, એ પ્રમાણે મનમાં માનતાં ૫૨૨૫૨ જુહા૨ ક૨ાયો. વિશિષ્ટત૨ શોભા, ભોજન, મંડપ બાંધવાની, તંબોલ આદિનું પરિભોગ ક૨વાની, પ્રવૃત્તિ ચાલુ થઈ. તેથી તે દિવસથી માંડી આ દિવસે પ્રતિવર્ષ તે જ વ્યવહાશે ચાલે છે.
૮૨
અનુક્રમે વિષ્ણુકુમા૨ કેવલી થઇ મોક્ષમાં ગયા. મહાપદ્મ ચક્રવર્તી પણ મોક્ષમાં ગયા. દશપૂર્વીના મુખ થી એ પ્રમાણે સાંભળીને સંપ્રતિ રાજા વિશેષ કરીને પર્વ દિવસોમાં જિનપૂજામાં રક્ત થયો.
પહેલાં મધ્યમપાવાપુરીનું અપાપાપુરી એ પ્રમાણે નામ હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org