________________
વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ
૮૧
અમાવસના દિવસે ઉજમણું ક૨વું જોઈએ. ત્યાં નંદીશ્ર્વ૨ના બાવન જિનાલયમાં શક્રેન્દ્ર ન્હવણાદિ પૂજાને ક૨ી અથવા નંદીશ્વ૨ના પટની આગળ આરીસામાં સંક્રાન્ત થયેલ જિર્નાબંબો ઉ૫૨ સ્નાનાર્નાદ કરી બાવન વસ્તુ, બાવન પ્રકા૨ના પાન ભેદ, નારંગી, જંબી૨, કેળા, નાળિયેર, સોપારી, શેલડીના સાંઠા, ખજૂર, દ્રાક્ષ વ૨સોલક, ખીર આદિના થાળો, દીપક ઈત્યાદિ ચઢાવવા. બાવન કંચોલી અને તંબોલ આદિ શ્રાવિકાઓને આપવું. બીજા એમ કહે છે કે દીપોત્સવ વિના પણ અમાવસના દિવસે નંદીશ્વતપની શરૂઆત કરાય છે.
હવે વળી આર્યસુહસ્તિસૂરિને સંપ્રતિરાજા પૂછે છે કે : 'હે ભગવાન્ ! આ દીપાલીકા પર્વમાં વિશેષ કરીને ઘરોની શોભા અન્નવસ્ત્રાદિનો વિશિષ્ટ પરિભોગ, ૫૨૨૫૨ જુહા૨ ક૨વો વગેરે પ્રવૃત્તિ માણસોમાં ક્યા કારણથી દેખાય છે ?' આના પ્રત્યુત્ત૨માં આર્ય સુહસ્તિ સૂરિ મહારાજ કહે છે : ‘પૂર્વે ઉજ્જૈની નગરીનાં ઉધાનમાં શ્રી મુનિસુવ્રતસ્વામીના શિષ્ય સુવ્રતાચાર્ય સમવસર્યા.
તેઓને વંદન માટે શ્રી ધર્મરાજા ગયો. નમુચિમંત્રી પણ ત્યાં ગયો. નચિએ સૂરિની સાથે વિવાદને કર્યો. ક્ષુલ્લક મુનિએ તેને પર્રાજત કર્યો. રાજાની સાથે ત્રિ પોતાના ઘ૨માં ગયો. રાત્રિમાં ખુલ્લી તલવારે મુનિને હણવા માટે ઉધાનમાં ગયો. ત્યારે દેવતા વડે સ્તંભત કરાયો. સવા૨માં આશ્ચર્ય પામેલા રાજા વડે ક્ષમા માંગીને મુક્ત કરાયો. તેથી નર્કાચ લજ્જા પામી હસ્તિનાપુરમાં નાસી ગયો. ત્યાં પદ્મોત્ત૨ ૨ાજા હતો. જવાલા તેની ૨ાણી છે. તેને બે પુત્ર વિષ્ણુકુમાર અને મહાપદ્મ. વિષ્ણુકુમારની ઈચ્છા ન હોવાથી મહાપદ્મને યુવરાજપદ પિતાએ આપ્યું. નમ્રુચિ તેનો મંત્રી થયો. તેણે યુધ્ધમાં સિંહસ્થ ૨ાજાને જીત્યો. તેથી મહાપદ્મ ખુશ થયો. વાન આપ્યું. નમુચિએ વરદાન અનામત ૨ખાવ્યું. એક દિવસ જ્વાલા દેવી વડે અરિહંતનો શ્થ કાવ્યો. તેની શૌક્ય પત્ની મિથ્યાર્દાષ્ટ લક્ષ્મીએ ‘બ્રહ્મન્થ' કાવ્યો. પહેલો શ્થ કોણ કાઢે એ પ્રશ્નો બંને દેવીઓમાં વિવાદ થતાં ૨ાજાએ બન્ને ૨થનું નિવા૨ણ કર્યું. માતાનું અપમાન દેખીને, મહાપદ્મ રીસાઇને દેશાંતર ગયો. અનુક્રમે મયણાવળીને પરણીને છખંડ ભ૨તમય સાધી ગજપુરમાં આવ્યો. પિતાએ રાજ્ય આપ્યું. વિષ્ણુકુમારની સાથે પદ્મોત્તર રાજા સુવ્રતાચાર્યની પાસે દીક્ષા ગ્રહણ કરીને મોક્ષમાં ગયો. વિષ્ણુકુમા૨ને 9000 વર્ષ સુધી તપ તપતાં અનેક ર્લાબ્ધઓ ઉત્પન્ન થઈ. મહાપદ્મ ચક્રીએ પૃથ્વીને જિનભવનથી મંડિત કરી અને ૨થયાત્રા કરીને માતાના મનોરથ પૂરા કર્યા. નચિએ યજ્ઞ ક૨વા માટે ચક્રી પાસે થાપણ તરીકે મૂકેલા વદાનમાં રાજ્ય માંગ્યુ. સત્યપ્રતિજ્ઞા વાંળા ચક્રીએ તેને રાજ્ય આપીને અંત:પુ૨માં ૨હ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org