________________
અપાપા બૃહત્કલ્પઃ
વળી, બીજા કાશી અને કોશલદેશનાં નવ મલ્લી નવ લચ્છી વિ. અઢા૨ ગણ ૨ાજાઓ અમાવસના દિવસે પૌષધ ઉપવાસને પા૨ીને ભાવ ઉદ્યોત જતાં દ્રવ્ય ઉદ્યોતને કરીશું એ પ્રમાણે વિચારીને રત્નમય દીવા વડે ઉદ્યોતને કર્યો. કાલક્રમે ગ્રિના દીવા વડે તે થવા લાગ્યો એ પ્રમાણે દીવાળીની ઉત્પત્તિ થઈ. આવતાં જતાં દેવદેવીઓ વડે તે ત્રિ ઉધોતમયી અને કોલાહલ થી વ્યાપ્ત થઈ. ભગવાનના શ૨ી૨ને દેવોએ સંસ્કારિત કર્યું. ભમગ્રહની પીડાનો પ્રતિઘાત ક૨વા માટે દેવ-મનુષ્ય એટલે મૃતક કે શ્રેષ્ઠ મનુષ્ય એવો અર્થ ક૨વો પડે. ગાય, વૃષભ આદિની માણસોએ પૂજા કરી નિરાભના = આરતી કરી. તે કા૨ણથી મે૨ાયુ પ્રવૃત્ત થયું. વળી, શ્રી ગૌતમસ્વામી તે બ્રાહ્મણને પ્રતિબોધીને જ્યારે ભગવાનને વંદન ક૨વા માટે પાછા વળે છે ત્યારે દેવતાના સંલાપને સાંભળે છે કે ભગવાન કાલધર્મ પામ્યા. તેથી ઘણીજ અદ્ભૂત પામ્યા, ‘અરે ! મા૨ા જેવા ભક્ત ઉપ૨ પણ સ્વામી કેવા સાવ સ્નેહ વગરના કે જેથી મને અંત સમયે પાસે ન ૨ાખ્યો. વીતરાગને સ્નેહ ક્યાંથી ? એથી જ્ઞાત પુત્ર ભગવાન ઉ૫૨ થી પ્રેમબંધ છૂટી જતાં તે શ્રી ગૌતમસ્વામી પણ તે જ ક્ષણે કેવલી બન્યા. ઈન્દ્ર વડે કાર્તિક સુદી એકમના દિવસે કેવલીનો મહિમા કરાયો. ગૌતમસ્વામીને હજારો સોનાના શતદલ કમલ ઉપ૨ બેસાડીને આગળ પુષ્પોનો ઢગલો કરીને અષ્ટમંગલ આલેખ્યા. દેશના સાંભળી. એથી એકમના દિવસે આજે પણ મોટો મહોત્સવ પ્રવર્તે છે. સૂરિમંત્ર ગૌતમસ્વામીથી પ્રણીત છે. તેથી તેનાં આરાધકો, સૂરીઓ ગૌતમસ્વામીની કેવલ ઉત્પત્તિના દિવસે સમવસ૨ણમાં આચાર્ય (સ્થાપનાચાર્ય)ની ન્હવણ પૂજા કરે છે. ભગવાન મોક્ષમાં જતાં હવે સર્વ વિધિઓમાં શ્રુતજ્ઞાન જ પ્રધાન છે તેથી શ્રાવકો શ્રુત પૂજા કરે છે.
ભગવાનના મોટા ભાઈ નંદિવર્ધન રાજા ભગવાનનું મોક્ષગમન સાંભળiને ઘણો જ શોક ક૨તાં હતા. એકમના દિવસે તેમણે ઉપવાસ કર્યો. કાર્તિક સુદ બીજના દિવસે સુદર્શના બહેને સમજાવીને પોતાના ઘ૨માં આમંત્રણ આપીને ભોજન ક૨ાવ્યું. તંબોલ વસ્ત્રાદિ આપ્યા. તે દિવસથી ‘ભાઇબીજ' પર્વની પ્રાર્સા થઈ. એ પ્રમાણે દીપોત્સવનો વ્યવહા૨ શરૂ થયો.
જે દીપોત્સવમાં ચૌદસ-અમાવસ-છટ્ઠ કરીને અષ્ટપ્રકારની પૂજાથી શ્રુતજ્ઞાન પૂજીને પંચાસ હજાર પરિવા૨વાળા શ્રી ગૌતમસ્વામીને સુવર્ણકમલમાં સ્થાપીને, ધ્યાન ધરીને, દરેક જિનેશ્વરના પચાસહજા૨ અક્ષતો, એ પ્રમાણે બા૨લાખ ચોખાઓ ચોવીસ પટની આગળ ધરીને તેના ઉ૫૨ અખંડ દીપક પ્રગટાવી ગૌતમસ્વામીને જે આરોધે છે તે પરમપદ = મોક્ષલક્ષ્મીને પામે છે. દીપોત્સવના અમાવસ્યાના દિવસે નંદીશ્વર તપની શરૂઆત કરાય છે. તે દિવસે નંદીશ્વ૨૫ટની પૂજા પૂર્વક ઉપવાસ કરીને એક વસ અથવા સાત વરસ સુધી દરેક અમાવસે ઉપવાસ કરવો. વી૨ નિર્વાણ કલ્યાણક કારતક ૧. દિવાળીમાં છોક્સ ઉબાડિયા જેવો હાથમાં ઝાલવાના ડોમાવાળો દીવો કરે છે તે.
८०
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org