________________
( ૭૯
વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ નવ ભાવી બળદેવ આ પ્રમાણે - જયંત, અજિત, ધર્મ, સુપ્રભ, સુદર્શન, આનંદ, નંદન, પદ્મ, સંકર્ષણ.
એકસઠ શલાકા પુરુષો ઉસર્પિણીના ત્રીજા આરામાં થશે. છેલ્લા તીર્થકર અને છેલ્લા ચક્રર્વાર્તિ બે ચોથા આરામાં થશે.
ત્યાર પછી દશ માતંગદ કલ્પવૃક્ષો ઉત્પન્ન થશે. ૧૮ કોડાકોડી સાગરોપમ નિત્ત૨ યુગલકધર્મ પ્રવર્તશે.
ભરતક્ષેત્રમાં ઉર્સોર્પિણી અવર્લ્સર્પિણી કાલચક્રો અનંતીવા૨ ભૂતકાળમાં થયા, અનંતગુણા ભાવમાં પણ થશે.
એ પ્રમાણે બીજા પણ ભવિષ્યકાળના ૨સ્વરૂપને કહીને કોઈક ગામમાં દેવશર્મા બ્રાહ્મણના બોધ માટે ગૌતમ સ્વામીને ભગવાને મોકલ્યા. જેથી એમનો પ્રેમબંધ તુટી જાય, અને ત્યાર પછી ત્રીસ વ૨સ ઘ૨માં ૨હીને, સાડા બાર વરસ છદ્મસ્થ અવસ્થામાં, તે૨ પખવાડીયા ન્યૂન, ત્રીસ વર્ષ કેવલીપણામાં વિચરીને, બોંતેર વર્ષનું પર્વ આયુષ્ય પૂર્ણ કરીને કાર્તિક અમાવસ્યાની ત્રિના છેલ્લા પ્રહ૨ માં ચંદ્ર નામની બીજા વર્ષમાં, પ્રીતિવર્ધનમા૨ામાં નંદિવર્ધન પખવાડીયામાં દેવાનંદાત્રિમાં, ઉપશમદિવસમાં નાણકણમાં, સર્વાર્થસિધ મહતમાં, સ્વાતિ નક્ષત્રમાં, પર્યકાસને બેઠેલા સ્વામીને ઈદ્ર વિનંતી કરી કે : 'હે ભગવાન! બે હજાર વર્ષની સ્થિતિવાળો ભમ્મરાશિ નામનો ત્રીસમો અંત ક્ષુદ્ર ગ્રહ આપના જન્મ નક્ષત્રમાં આવી સંક્રાંત થઈ રહ્યો છે. તેથી મુહૂર્તમાત્ર પ્રતીક્ષા કરો. તો તેની નજ૨ની અસ૨ ટળી જાય. અન્યથા આપના તીર્થને લાંબા કાળ સુધી પીડા થશે.' ભગવાને કહ્યું : 'હે દેવરાજ ! અમે પૃથ્વીને છત્ર અને મેરૂને દંડ ક૨વા અને એક જ ઝાટકે ૨-સ્વયંભૂ૨મણ સમુદ્ર તરવા માટે અને લોકોને અલોકમાં નાંખવા માટે સમર્થ છીએ, પરંતુ આયુષ્ય કર્મને વધા૨વા કે ઘટાડવા માટે સમર્થ નથી. અવશ્ય ભાવભાવનો ફે૨ફા૨ થતો નથી. તેથી બે હજા૨ વર્ષ અવશ્ય તીર્થ (શાસનને)ને પીડા થશે. - ૨સ્વામીએ પંચાવન અધ્યયન કલ્યાણફળના વિપાક૨સ્વરૂપ અને પંચાવન અધ્યયન પાપફર્લાવિપાકો સ્વરૂપ કહીને અને છત્રીસ નહીં પૂછેલા પ્રશ્નોનો જવાબ કહીને પ્રધાન નામનાં અધ્યયનને કહેતાં કહેતાં શૈલેષી ક૨ણ દ્વારા યોગ નિરોધ કરી રાધ કર્યા છે પાંચ અનંત જેમણે એવા પ્રભુ એકલા સ્મૃધ્ધ ગતિને પામ્યા.
અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સમ્યત્વ, અનંત આનંદ, અનંત વીર્ય એ પ્રમાણે પાંચ અનંતા જાણવા.
ત્યારે નંહ ઉધ્ધરી શકાય, એવા કુંથ નામના સૂક્ષ્મ જીવોની ઉત્પતિને દેખીને આજથી માંડી સંયમની આરાધના પાળવી મુશ્કેલ થઈ જશે. એમ વિચારી ઘણા શ્રમણ શ્રમણીઓએ ભક્ત પચ્ચકખાણ = અણઘણ કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org