________________
(૭૭)
( વિવિધ તીર્થ કલ્પસચિત્ર ) (વૈતાઢ્ય પર્વત અને ઋષભકૂટને છોડીને) કોઈ નિવાસ ૨સ્થાન પણ નહિ દેખાય. છ વર્ષની સ્ત્રીઓ ગર્ભને ધા૨ણ ક૨શે. સોળ વર્ષની નારીઓ અને વીસ વર્ષના પુરુષો પુત્ર, પ્રપુત્રને દેખશે. હાથ પ્રમાણ શરીરવાળા, કાળા, કદરૂપા, ઉગ્ર કષાયવાળા, લગભગ નગ્ન અને નરકગામી, બિલવાસીઓ એકવીસ હજાર વર્ષ સુધી થશે. એ પ્રમાણે છઠ્ઠા આરાનો અવર્સર્પિણી કાળ સમાપ્ત થયે છતે ઉત્સર્પિણી નો પ્રથમ આરો એજ પ્રમાણે જાણવો (વર્તશે.) તે ચામાપ્ત થયે છતે બીજા આરાના પ્રારંભમાં સાત સાત દિવસ પાંચ પ્રકા૨ના મેઘો ભરતક્ષેત્રમાં વરસશે. તે આ પ્રમાણે – પહેલો પુષ્કરાવર્ત મેઘ તે તાપને દૂર કરશે. બીજે ક્ષીર સ૨ખા પાણીવાળો મેઘ તે ધાન્યની ઉત્પત્તિ કરશે. ત્રીજે ઘી સરખા પાણીવાળો મેઘ તે નેહને ક૨શે. ચોથો અમૃત સ૨ખા પાણીવાળો મેઘ તે ઔષધિને ઉત્પન્ન કરશે. પાંચમો ૨૨ સરખા પાણીવાળો મેઘ તે ભૂમિ ઉપ૨ ૨સને ઉત્પન્ન ક૨શે. તે સમયે-સમયે વધતાં શરીર અને આયુષ્યવાળા બિલવાસીઓ પૃથ્વીને સુખકારીણી દેખીને બિલમાંથી નીકળશે. ધાન્ય અને ફળને આરોગતાં માંસાહા૨ને છોડી દેશે.
ત્યા૨પછી મધ્ય દેશમાં (મધ્યખંડમાં) સાત કુલકરો થશે. તેમાં પ્રથમ વિમલવાહન, બીજે સુદામ, કાજે સંગ, ચોથો સુપા, પાંચમો દત્ત, છઠ્ઠો સુમુખ, સાતમો સંમુચી જાતિસ્મરણ જ્ઞાન વડે વિમલવાહન નગરાદિની ૨ચના કરશે. અંગ્ર ઉત્પન્ન થતાં અપાક શિલ્પ કલા અને લોક વ્યવહા૨ને સર્વ ઠેકાણે પ્રવર્તાવશે. - ત્યાર પછી ઉત્સર્પિણીનો બીજો આશા ઉપ૨ નેવ્યાસી પખવાડીયા પસાર થતાં પંડવર્બન દેશમાં, શતદ્વા૨ નગ૨માં સમુચિ રાજાની રાણીની કુક્ષીમાં ચૌદ ૨સ્વપ્નથી સૂચિત શ્રેણીક રાજાનો જીવ 80પ્રભાના લોલુ બધક પ્રસ્તરથી ૮૪000 વર્ષના આયુષ્યને પૂર્ણ કરીને ત્યાંથી નીકળીને પુત્ર પણે ઉત્પન્ન થશે.
વર્ણ, પ્રમાણ, લંછન- આયુષ્ય, ગર્ભાપહાર છોડીને પાંચે કલ્યાણકો માસ-તિથિનક્ષત્ર આદ જેવી રીતે મારા થયા તેવી રીતે થશે. ફક્ત નામ વડે પદ્મનાભ, દેવસેન, વિમલવાહન ત્રણ નામ થશે.
ત્યાર પછી સુપાનો જીવ સુરદેવ નામે બીજા તીર્થકર થશે. “ઉદાયીનો જીવ સુપાળ નામે ત્રીજે તીર્થકર થશે. પોદિલનો જીવ સ્વયંપ્રભ નામે ચોથા તીર્થકર થશે. દઢાયુનો જીવ સર્વાનુભૂતિ નામે પાંચમાં તીર્થક૨ થશે. કાર્તિકનો જીવ દેવશ્રુત નામે છઠ્ઠા તીર્થકર થશે.
શંખનો જીવ ઉદય નામે સાતમા તીર્થંકર થશે. ૧. ત્રિષષ્ઠિ ૧૦૫ પર્વ ચાર્ગ ૧૨ શ્લોક ૧૦ મુજબ પોટિલનો જીવ ત્રીજા તીર્થકર સુપાર્શ્વ અને દઢાયુનાં
જીવ ચોથા તીર્થકર સ્વયંપ્રભ થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org