________________
૭૬
અપાપા બૃહત્કલ્પ
સુકાળ થશે. એક મ વડે એક ટ્રોણ પ્રમાણ ધાન્ય પ્રાપ્ત થશે. એ પ્રમાણે નિષ્કંટક ૨ાજ્યને ભોગવતાં બ્યાસી માં વર્ષે ફરીથી બધાં પાખંડીઓને દંડ આપીને સર્વે લોકોને નિર્ધન બનાવીને ભિક્ષાનો છઠ્ઠો ભાગ સાધુઓ પાસે માંગશે. ભિન્નાનો છઠ્ઠો ભાગ ર્નાહ આપતાં તે સાધુઓને જેલમાં નાંખશે. તેથી પ્રતિપાત આચાર્ય પ્રમુખ સંઘ શાસનદેવીને મનમાં ધા૨ીને કાઉસગ્ગમાં રહેશે. તે દેવીએ સમજાવવા છતાં જ્યારે ર્કાલ્કે માનશે હેિ, ત્યારે આસનકંપથી હકીકતને જાણીને ઈંદ્ર બ્રાહ્મણ રૂપે આવશે. જ્યારે તેના વચનને પણ નહિ માને ત્યા૨ે ઈન્દ્ર તમાચો મારશે. તેથી મરીને નક માં જશે. ત્યાર પછી તેના પુત્ર ધર્મદત્ત ને ૨ાજ્ય ઉ૫૨ સ્થાપશે.
સંઘની સ્વસ્થતા રાખવાનો આદેશ આપી ઈન્દ્ર પોતાના સ્થાને જશે. અને દત્તરાજા બોત્તે૨ વર્ષ સુધી પૃથ્વીને પ્રતિદિન જિનચૈત્યથી મંડિત ક૨શે. અને લોકોને સુખી કરશે. દત્તનો પુત્ર જિતશત્રુ તેનો પુત્ર મેઘઘોષ થશે. કલ્કિ પછી મહાનીશિથસૂત્ર રહેશે ર્નાહ. બે હજા૨ વર્ષની સ્થિતવાળા ભમ્મર્ણાશગ્રહની પીડા દૂર થતાં દેવતાઓ પણ દર્શન આપશે. વિદ્યા અને મંત્રો અલ્પ જાપ વડે પ્રભાવને દેખાડશે. અર્વાધિજ્ઞાન-જાતિ-મ૨ણજ્ઞાન આદિ ભાવો કાંઈક પ્રગટ થશે. ત્યા૨ પછી ઓગણીસ હજા૨ વર્ષ સુધી જૈનધર્મ જયવંતો ૨હેશે. દૂષમકાલના અંતે બા૨ વર્ષે દીક્ષા લીધેલ બે હાથની કાયાવાળા દશવૈકાલિક આગમધ૨વાવાળા સાડા ત્રણ શ્લોક પ્રમાણ ગણધ૨ મંત્ર = સૂરિમંત્રનો જાપ કરવાવાળા ઉત્કૃષ્ટથી છઠ્ઠ તપ કરવાવાળા દુષ્પસહ નામના આચાર્ય ચ૨મ યુગપ્રધાન થશે. આઠ વર્ષ શ્રમણપણું પાલીને વીસ વર્ષના આયુષ્યવાળા અઠ્ઠમભક્ત વડે અનશન કરી સૌધર્મ દેવલોકમાં પલ્યોપમના આયુષ્ય વાળા એકાવતારી દેવ થશે. દુપ્પસહોર, હળુશ્રી સાધ્વી, નાગલ શ્રાવક, સત્યશ્રી શ્રાવિકા, આ છેલ્લો સંઘ પૂર્વાહમાં ભ૨ત ક્ષેત્રમાં અસ્ત પામશે. મધ્યાન્હમાં વિમલવાહન૨ાજા અને સુમુખમંત્રી મૃત્યુ પામશે. છેલ્લા પહોરમાં ગ્રે જશે. એ પ્રમાણે ધર્મ અને રાજનીતિ પાકદિનો વિચ્છેદ થશે. એ પ્રમાણે પાંચમો દૂષમ આગે સંપૂર્ણ થશે.
ત્યા૨ પછી દૂષમ-દૂષમ નામનો છઠ્ઠો આરો પ્રવૃત્ત થશે, ત્યારે પ્રલય વાયુ વાશે. ઝે૨ી વરસાદ વરસશે. બા૨ સૂર્ય સરખો સૂર્ય તપશે. ચંદ્ર ઘણો જ ઠંડક આપશે. ગંગા અને સિંધુ નદીના તટ ઉપ૨ વૈતાઢ્ય પર્વતના બોંતેર બિલોમાં છ ખંડ ભ૨તના વાસી મનુષ્ય-તિર્યંચો રહેશે. વૈતાઢ્યની આજુબાજુ પૂર્વ-પશ્ચિમ ગંગાના તટ ઉ૫૨ નવ-નવ બિલો છે. એ પ્રમાણે વૈતાઢ્યની બીજી બાજુ પણ નવ-નવ બિલો છે. એ પ્રમાણે છત્રીસ બિલો થયા. એ જ પ્રમાણે સિંધુના તટ પાસે છત્રીસ જાણવા. સર્વે મળીને બોતેર બિલો થયા. થમાર્ગ પ્રમાણ પ્રવાહ વાળી ગંગા-સિંધુ નદીના પાણીમાં થયેલાં માછલાઓને નીકળવું મુશ્કેલ હશે. સૂર્યના કિરણમાં પડેલાં તે માછલાઓને બિલવાસીઓ ર્પાત્રમાં કાઢશે. દિવસે ભયંક૨ તાપના કા૨ણે બહા૨ નિકળી શકશે નહીં. સૂર્યના તાપથી પાકી ગયેલી (ચંધાઈ ગયેલી) માછલીઓને ખાશે ઔર્ષાધ-વૃક્ષ-ગામ-નગ૨-જલાશય-પર્વતાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org