________________
વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ
૭૫
૨૯. ૨ાજાના વારસદાર કુટુંબીઓની જેમ સાધુઓ ઉ૫ક૨ણ, વસ્ત્ર, પાત્ર-વર્ષાંત અને શ્રાવક આદિ માટે યુ ક૨શે.
ઘણું કહેવા વડે શું ? ૩૦. માથું મુંડાવનાર ઘણા અને શ્રમણો અલ્પ થશે. કેટલાકો તે પૂર્વાચાર્યની પરંપરામાં આવેલી સમાચા૨ીને છોડીને પોતાની તિથી કલ્પેલી સમાચારીને ‘‘આ સત્ય ચારિત્ર છે.'' એ પ્રમાણે કહેતાં તેવાં પ્રકારનાં મુગ્ધજનોને મોહમાં પાડતા, ઉત્સૂત્ર બોલવાવાળા, સ્વપ્રશંસા અને પર્રાનંદામાં પરાયણ થશે. મિથ્યાત્વી મ્લેચ્છ ૨ાજાઓ બલવાન અને હિંદુ રાજાઓ અલ્પબલવાળા થશે.
૧૯૧૪ વર્ષ વીત્યે છતે વિક્રમ સંવત વર્ષ ૧૪૪૪ પાટલપુત્રમાં ચૈત્ર સુદ આઠમના દિવસે અર્ધર્રાત્રએ વૃષ્ટિકરણ મક૨ લગ્ન ચાલું હતું. ત્યારે મતાંતરે જશનાયે૨ મગદણ નામનાં ચાંડાલકુલના ગ્રહમાં યશદેવીનાં ઉદ૨માં કલ્કિરાજાનો જન્મ થશે.
કેટલાક લોકો આ પ્રમાણે કહે છે.
વી૨ ભગવાનથી ૧૯૨૮ વર્ષ પાંચ મહિના પછી ચાંડાલકુલમાં ર્કાલ્કાજા થશે. તેના ત્રણ નામો થશે. તે આ પ્રમાણે રૂદ્ર, કલ્કી, ચતુર્મુખ. તેના જન્મ વખતે મથુરામાં રામ અને કૃષ્ણનું ભવન જે કોઈક ઠેકાણે ગુપ્ત રીતે રહેલું હતું તે પડી જશે. દુર્ભિક્ષ, ઉપદ્રવ અને રોગોવડે માણસોને પીડા ઉત્પન્ન થશે. ૧૮ વર્ષની ઉંમરે કાર્પાર્તક ર્માહતાના સુદ પક્ષમાં ર્કાલ્કેનો રાજ્યાભિષેક થશે. લોકમુખેથી નંદરાજાનાં પાંચ સોનાના સ્તૂપને જાણીને તે ગ્રહણ કરશે. ચામડાનું નાણું પ્રવર્તાવશે.
દુષ્ટનું પાલન કરશે. સજ્જનોનો નિગ્રહ ક૨શે. પૃથ્વીને સાધીને છત્રીસમાં વર્ષે ત્રણ ખંડનો ભર્તાધર્પત થશે.
ચારે બાજુથી નિધાનોને ખોદાવી ખોદાવીને ગ્રહણ કરશે. તેના ભંડા૨માં નવાણું કોડાકોડી સુવર્ણ, ચૌદ હજા૨ હાથીઓ, સત્યાસી લાખ ઘોડાઓ, હિંદુ તુર્ક કાફદિનું પાંચ ક્રોડ પાયદલ હશે. તે કલ્કીનું રાજ્ય એક છત્રી થશે.
દ્રવ્ય માટે રાજમાર્ગને ખોદતાં પાષાણમય લવણદેવી નામની ગાય પ્રગટ થઈને ગૌચરી માટે ફરતાં સાધુઓને શિંગડા વડે મા૨શે. તેઓ પ્રતિપાત નામનાં આચાર્ય ને કહેશે ત્યારે તે આચાર્યશ્રી આ નગ૨માં જલનો ઉપસર્ગ ઘણો થશે એ પ્રમાણે તેઓને જાણ ક૨શે. તેથી કેટલાક સાધુઓ બીજા બીજા ઠેકાણે વિહા૨ ક૨શે. કેટલાક વસતીને વિષે આક્તિવાળા તે વર્ષાતનો કબજો જાળવી રાખવા માટે ત્યાંજ રહેશે. પછી સત્ત૨ દિવસ વૃષ્ટિ થવાથી સર્વે નિધાનો પ્રગટ થશે. ત્યાર પછી ગંગાના પૂરથી સમગ્ર નગ૨ પ્લાવિત (પાણીમય) થઈ જશે, ડૂબી જશે. ૨ાજા અને સંઘ ઉત્ત૨ દિશામાં રહેલાં મોટા ઉંચા સ્થલ ૫૨ ચઢીને બચી જશે. ૨ાજા ત્યાં જ નવું નગ૨ વસાવશે. સર્વે પણ પાખંડીઓને તે કલ્કિ દંડ ક૨શે. સાધુઓ પાસેથી ભિક્ષાનો છઠ્ઠો ભાગ માંગશે. સંઘે કાઉસગ્ગ દ્વા૨ા બોલાવેલી શાસનદેવી તેનું નિવા૨ણ ક૨શે. પચાસ વર્ષ સુધી ભિક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org