________________
(૭૪)
( અપાપા બ્રહલ્પઃ ) વીરનિર્વાણથી ૧૧૭ વર્ષે સ્થલિભદ્ર સ્વર્ગે ગયા પછી છેલ્લા ચાર પૂર્વ, સમચતુ૨ત્ર સંસ્થાન, વજઋષભના૨ાચ સંઘયણ, અને મહાપ્રાણધ્યાન વિચ્છેદ પામશે.
વી૨નિવાર્ણથી પાંચસો વર્ષ પછી આર્યવશસ્વામી સ્વર્ગે ગયા પછી દશમું પૂર્વ અને ચા૨ સંઘયણ નાશ પામશે.
મારા મોક્ષ ગમન પછી પાલક-નંદ-ચંદ્રગુપ્તાદિ રાજા થયે છતે ૪૭૦ વર્ષે વિક્રમાદિત્ય રાજા થશે. તેમાં 90 વર્ષ પાલકનું રાજ્ય, ૧૫૫ વર્ષ નંદનું ૨ાજ્ય, ૧0૮ વર્ષ મૌર્યવંશોનું, 30 વર્ષ પુષ્યમિત્રનું, ૬૦ વર્ષ બલમિત્ર, ભાનુમિત્રનું, ૪૦ વર્ષ ન૨વાહન રાજાનું, ૧૩ વર્ષ, ગઈભિલ્લનું, ૪ વર્ષ શકતું, ત્યા૨ પછી વિક્રમાદિત્ય થયો. તે વિક્રમાદિત્યે સુવર્ણ પુરુષ સાધીને પૃથ્વીને ઋણ વગ૨ની કરીને પોતાનો સંવા૨ પ્રવર્તાવ્યો.
ગુણ-શત યુક્ત અને શ્રુતમાં પ્રવૃત્ત એવા કાલિકાચાર્ય વીરનિર્વાણ સંવત ૨૫૩માં વર્ષ ગઈભલ્લનો નાશ કરશે. વી૨ નિર્વાણ સંવત ૪૫૩ વર્ષે સેંકડો ગુણોથી યુક્ત, શ્રત પ્રવૃત્તિવાળા, ગર્દભ@ ૨ાજાનો છેદ કરવા વાળા કાલકાચાર્ય થશે.
દુષમકાલનો પ્રભાવ વધે છતે ૧. નગરો ગામ પારખાં થશે. ૨. ગામડાઓ મશાનરૂપ થશે. રાજાઓ યમદંડ ૨પમાન થશે. ૩. કુટુંબીઓ દાસ સ૨ખા થશે. ૪. અધિકારીઓ લાંચને ગ્રહણ ક૨વામાં તત્પ૨ થશે. ૫. ૨સ્વામીના દ્રોહ કરવાવાળા નોકરો થશે. ૬. સાચુ કાલત્રિ તુલ્ય થશે. ૭. સાપ તુલ્ય વહુઓ થશે. ૮. કુલાંગનાઓ કટાક્ષપૂર્વક દેખનારી, ૯. લાજ-શરમ વિનાની, વેશ્યાઓનો આચા૨ શીખેલી થશે. ૧૦. પુત્રો અને શિષ્યો સ્વછંદપણે વિચરવાવાળા થશે. ૧૧. વ૨સાદ અકાલે વ૨શશે. ૧૨. દુર્જનો સુખી અને ઋદ્ધ સંન્માનના ભાજન બનશે. ૧૩ સજજનો દુ:ખી અને અપમાનના પાત્ર તથા અલ્પઋદ્ધિવાળા થશે. ૧૪. દેશો પ૨ચક્રનો ઉપદ્રવ અને દુર્લક્ષથી દુ:ખિત થશે. ૧૫. પૃથ્વી ઘણાં ક્ષદ્ર સુત્વવાળી થશે. ૧૬. બ્રાહ્મણો ૨સ્વાધ્યાય વગ૨ના અને અર્થલબ્ધ થશે. ૧૭. શ્રમણો ગુરુકુલ વાસને તજના૨ા, મંદ ધર્મવાળા, કષાયથી કલુષિત મનવાળા થશે. ૧૮. સમ્યગદષ્ટિ સં૫૨૦ષો અલ્પબલવાળા થશે. ૧૯, મિથ્યાદ્રષ્ટિઓ વિશિષ્ટ બલવાળા થશે. ૨૦. દેવતાઓ દર્શન આપશે નહિ. ૨૧. વિદ્યા મંત્રો તેવા પ્રકારના પ્રગટ પ્રભાવવાળા નંહે ૨હે. ૨૨, ઔષધીઓ-ગોરશ-કપૂ૨-૨સાકર દે દ્રવ્યોના ૨સ-વર્ણગંધની હાની થશે.
૨૩. મનુષ્યોના બલ-બુદ્ધિ-આયુષ્યમાં ઘટાડો થશે.
૨૪. માસંકલ્પ યોગ્ય ક્ષેત્રો રહેશે નહિ. ૫. પ્રતિમારૂ૫ શ્રાવક ધર્મ વિચ્છેદ પામશે. ૨૬. આચાર્યો પણ શિષ્યોને સમ્યફ શ્રત આપશે નહિ. ૨૭. ભરત વગેરે ૧૦ ક્ષેત્રોમાં બધા શ્રમણો કલહક૨ના૨ા, ઉપદ્રવક૨વાવાળા, અસમાધિક૨નાશ, અશાંતિક૨ના૨ા થશે.
૨૮. તે દિવસથી મુનિઓ વ્યવહા૨, મંત્ર, તંત્ર આંદમાં ઉધત અનર્થમાં લુબ્ધ બનશે. અને આગમના અર્થને ભૂલવા માંડશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org