________________
વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ
૭૩
હાથીને વહન ક૨વા યોગ્ય અંબાડીને ગધેડાઓ વહન ક૨શે. જે મર્યાદારૂપી અંબાડીને વહન ક૨વા યોગ્ય એવા હાથી સમાન ઉચાકુલમાં ઝઘડો અને પુનર્વિવાહ (નાતા) થશે. અને બીજા ગધેડાં સ૨ખાં નીચ કુલોમાં મર્યાદા અને નીતિ પ્રવર્તશે.
વાળથી બંધાયેલી શિલા ધા૨ણ થશે. અને સ્થાપન થશે. નાના સુક્ષ્મતર વાળ સરખો શાસ્ત્રાનુસા૨ી પ્રાયઃ શુ ધર્મ શિલા તુલ્ય પૃથ્વી૫૨ વસવાવાળા લોકોની િિતનો નિર્વાહ થશે.
જેમ રેતીથી બનાવેલી દોરીને પકડી શકાતી નથી. એ પ્રમાણે આરંભથી પણ વેપા૨ કૃષિ સેવા આદિ મહેનતને અનુરૂપ વિશિષ્ટ ફળને પામશે નહ.
શેષ બે ગાથાનો અર્થ થાનકથી જાણવો : તે આ પ્રમાણે. દુર્યોધન, દુઃશાસન આદિ સો ભાઈ, કૃષ્ણ-ગાંગેય-દ્રોણાચાર્ય આદિ સંગ્રામમાં હણાયા અને પાંચ પાંડવોએ લાંબાકાળ સુધી ૨ાજ્ય પાળ્યું. કલિયુગની પ્રારંભવેળાએ કોઇક મહાપથમાં પ્રયાણ કર્યું. અને કોઈક વનદેશમાં પહોંચ્યા. તેથી રાત્રિમાં યુધિષ્ઠિરે ભીમાદિને એક એક પહો૨ માટે પહેરેદા૨ તરીકે નિયુક્ત કર્યા. ત્યા૨ પછી ધર્મપુત્રાદિ સુઈ ગયા, ત્યારે પુરુષરૂપ કરીને કલિ ભીમની પાસે આવ્યો.
તે લિએ કહ્યું : 'રે ભીમ ! ભાઈ-ગુરૂ-પિતામહ આદિને મા૨ીને અત્યારે ધર્મ ક૨વા નીકળ્યો છે. આ વળી તારો કેવો ધર્મ ?' તેથી ૨ોષે ભાયેલ ભીમ તેની સાથે યુધ્ધ ક૨વા લાગ્યો. જેમ જેમ ભીમ યુધ્ધ કરે છે તેમ તેમ કાલ વધે છે. તેથી કાલ વડે ભીમ જીતાયો. એ પ્રમાણે બીજા પ્રહ૨માં અર્જુન, ત્રીજા-ચોથા પ્રહ૨માં નકુલ, સહદેવને પણ તે પ્રમાણે કલિએ કર્યું. તેઓ ગુસ્સે થયા અને હાર્યા. ત્યા૨ પછી બાકી ૨હેલી ૨ાત્રીમાં યુધ્ધિષ્ઠર ઉઠ્યો ત્યારે કલિયુધ્ધ ક૨વા તૈયા૨ થયો. ક્ષમાથી જ ૨ાજાએ કલિને જીત્યો. યુધ્ધિષ્ઠરે ર્કાલ સંકોચીને કોડીયામાં બેસાડી દીધો. સવારમાં ભીમાદિએ દેખ્યો. જેનાથી તમે હાર્યા તેજ આ કલિ છે. એ પ્રમાણે ૧૦૮ દૃષ્ટાંતો કલિયુગની સ્થિતિ વાળા વ્યાસ ઋષિએ મહાભારતમાં બતાવ્યા છે. આ પ્રસંગ વડે બસ.
૪. ત્યા૨ પછી જાણવા છતાં શ્રીગૌતમસ્વામી પૂછે છે, હે, ભગવાન ! તમારા નિર્વાણ પછી શું શું થશે ? પ્રભુએ કહ્યું : 'હે ગૌતમ ! મા૨ા મોક્ષ પછી ત્રણ વર્ષને સાડા આઠ ર્માહના પછી દૂષમ નામનો પાંચમો આરો શરૂ થશે.
મા૨ા મોક્ષ ગમનથી ૬૪ વર્ષ પછી છેલ્લા કેવલી જંબૂસ્વામી મોક્ષમાં જશે. તેની સાથે મન: પર્યવજ્ઞાન, ૫૨મ-અર્વાધજ્ઞાન, પુલાકર્લાબ્ધ, આહાકશ૨ી૨, ક્ષપદ્મણિ, ઉપશમ શ્રેણિ, જિનકલ્પ, પરિહાÁવર્ણા, સુમસં૫રાય, યથાખ્યાતચારિત્ર, કેવલજ્ઞાન, અને મોક્ષગમન એ પ્રમાણે બા૨ સ્થાનો ભરતક્ષેત્રમાં વિચ્છેદ પામશે. આર્ય સુધર્માથી માંડી દુપ્પહસહ સૂરિ સુધી ૨૦૦૪ યુગપ્રધાન આચાર્યે થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org