________________
(૭૨)
અપાપા બૃહત્કલ્પ: પામશે.' વળી આગળ ચાલતાં યુધિષ્ઠિરે અવાડામાંથી ઉછળી કુવામાં પડતું પાણી જોયું. ત્યારે પણ બ્રાહ્મણોએ કહ્યું કે 'હે મહારાજ ! આનું ફળ આ પ્રમાણે : જે દ્રવ્યને પ્રજા અંસિ-સ્મૃષિ-કૃષિ આદિના વ્યાપાર વડે ઉત્પન્ન કરશે તે સર્વ દ્રવ્ય રાજકુલમાં જશે. બીજા યુગોમાં ખરેખર રાજા પોતાનાં દ્રવ્યને આપી લોકોને સુખી કરતા હતાં.' વળી આગળ જતાં રાજાએ રાજચંપક વૃક્ષ અને ખીજડાનું ઝાડ બંને એકજ ઠેકાણે દેખ્યા. તે ખીજડાના ઝાડને વેદિકા બાંધવી. સુશોભન ગંધ, માલાથી પૂજા કરવી. ગીત નૃત્ય આદીથી મંહમાં ક૨વા દ્વારા માણસો પૂજે છે. જ્યારે બીજા છત્ર આકાર (ઘટાદા૨) ના મોટા ફલકૂલોથી યુક્ત એવા રાજચંપક વૃક્ષની વાર્તાને પણ કોઈ પૂછતું નથી. (વાત પણ કરતું નથી, તેનું ફળ બ્રાહ્મણો એ કહ્યું કે તે રીતે ગુણવંતોની, મહાપ્રભાવવાળા સજ્જનોની પૂજા થશે નહિ. અને રિદ્ધિ પણ નહીં થાય. પ્રાય: નિર્ગુણી પાપી એવાં દુર્જનોના પૂજા સત્કા૨ અને રિદ્ધિ કલિયુગમાં થશે.'
વળી આગળ ચાલતાં એક શિલા સૂક્ષ્મ છિદ્રમાં બંધાયેલા વાળ જેવા પાતળા આલંબન વડે આકાશમાં સ્થિત ૨હેલી જોઈ. ત્યાં પણ રાજાએ પૂછ્યું ત્યારે બ્રાહ્મણોએ કહ્યું - 'હે મહાભાગ ! કલિકાલમાં શિલાતુલ્ય ઘણું પાપ થશે. વાળના અગ્રભાગ સરખો અલ્પ ધર્મ થશે. પરંતુ તેવા પ્રકા૨ના ધર્મનાં મહામ્યથી કેટલોક કાલ લોકો પસાર ક૨શે. તે વાલાગ્ર સ૨ખો ધર્મ ટૂટતાં જ બધું ડૂબી જશે.
દુષમકાળમાં પૂર્વસૂરિએ લૌકિકની અપેક્ષાએ કલિયુગનું માહામ્ય આ પ્રમાણે કહ્યું.
અહીં આપેલી ત્રણ ગાથાનો અર્થ આ પ્રમાણે - કૂવો અવાડાથી જીવે છે. કૂવા સ૨ખો રાજા જાણવો. બ્રહ્મ-ક્ષત્રિય-વૈશ્ય-શુદ્ધ સર્વે પણ પોષવા યોગ્ય અવાડા તુલ્ય છે. કૃલિયુગના દોષથી ૨ાજા તેમની પાસેથી અર્થ ગ્રહણ કરશે.
જેવી રીતે કુળ નિમિત્તે વૃક્ષનો છેદ વધ થશે. ફળ તુલ્ય પુત્ર ધન-પત્ર-લેખનાદ માટે વૃક્ષ તુલ્ય પિતાને વધ જેવો ઉદ્ધગ ક૨શે.
વાછ૨ડા તુલ્ય કન્યાને વેચવા દ્વારા ગાય તુલ્ય માતા ધાવન તુલ્ય આજીવીકા કરશે.
સુગંધી તેલ-ઘી-પાક આદિ માટે ઉચિત લોહમયી કડાઈ નો વિપર્યાશ એટલે કે કલિમલનો વિપર્યાસથી ખોટાપણાથી કડાઈમાં કલિમલના માંસદનો પાક થશે. પોતાની જાતિવર્ગને છોડી જેની સાથે કંઈ સંબંધ નથી, એવા બીજા માણસોમાં અર્થદાનની પ્રવૃત્તિ થશે. એવો ભાવ છે.
સાપ સરખા નિર્દય ધર્મ વગ૨નાનો દાન કાદ થશે. અને ગરૂડ સ૨ખા પૂજ્ય ધર્મ ક૨ના૨ાઓની પૂજા નહીં થાય.
બે અંગુલિ વડે હાથનું ઘટ્ટણ અને સ્થાપન થશે. હાથ તુલ્ય પિતાનું બે અંગુલિ તુલ્ય ઘણા પુત્રો જપ ઘ૨ બાશ, ઝઘડા ક૨વા દ્વારા ઘટ્ટણ અવમૂલ્યન (માન-મોભાનો લોપ) થશે.
Jain Education International
For Privafe & Personal Use Only
www.jainelibrary.org