________________
વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ
૭૧
પીશે, તે સર્વે પણ ગાંડા થશે. કેટલોક કાળ ગયા પછી સુવૃષ્ટિ થશે. તે પાણી પીવાથી માણસો પુન: સ્વસ્થ થશે. તેથી મંત્રીએ રાજાને વિનંતી કરી અને રાજાએ પણ પડહ વગડાવી પાણીનો સંગ્રહ કરવાનો માણસોને આદેશ આપ્યો. માણસોએ તેનો સંગ્રહ કર્યો. ર્માહના પછી મેઘ વસ્યો. તે સંગ્રહ કરેલું પાણી અનુક્રમે પુરૂં થઈ ગયું. લોકોએ નવું પાણી પીવાની શરૂઆત કરી. તેથી ગાંડા થયેલા સર્વે લોકો અને સામંતાદિ ગાય છે, નાચે છે, અને પોતાની ઇચ્છા પ્રમાણે ચેષ્ટાઓ કરે છે. માત્ર રાજા અને મંત્રી સંગ્રહ કરેલું પાણી પુરૂં ન થવાથી સ્વસ્થ રીતે રહે છે. ત્યારે ગાંડા થયેલા સામંદિઓ પોતાના કરતાં ભિન્ન (ગાંડપણ વિનાના) ૨ાજા અને મંત્રીને જોઇને ૫૨૨૫૨ મંત્રણા કરી કે આ રાજા અને મંત્રી મૂર્ખ છે. આપણાથી વિપરીત આચાર વાળા છે. તેથી એઓને દૂર કરીને બીજા આપણા જેવા રાજા અને મંત્રીને સ્થાપન કરીશું. હવે તેઓની આ મંત્રણા જાણીને મંત્રી ૨ાજાને જાણ કરે છે. ૨ાજાએ કહ્યું 'કેવી રીતે એઓથી આપણું રક્ષણ કરવું ?' પ્રજા નો સમૂહ પણ ખરેખ૨ ૨ાજા જેવી શક્તમાન હોય છે.' મંત્રીએ કહ્યું : 'મહારાજા ! મૂર્ખ નહીં છતાં આપણે મૂર્ખ થઈને રહેવું જોઇએ. બીજો કોઈ રસ્તો નથી.' તેથી કૃત્રિમ મૂર્ખ થઇને રાજા અને મંત્રી તેઓની વચ્ચે પોતાની સંર્પીત્તનું રક્ષણ કરતા રહે છે. તેથી તે સામંદિ ખુશ થયા. ‘અહો ! ૨ાજા અને મંત્રી આપણા જેવા થઈ ગયા.' એ પ્રમાણે ઉપાય વડે ૨ાજા અને મંત્રીએ પોતાનું રક્ષણ કર્યું. ત્યા૨ પછી ઘણા સમય પછી સુષ્ટિ થઈ. નવું પાણી પીવાથી સર્વે લોકો મૂળ સ્વભાવને પામ્યા અને સ્વસ્થ થયા.
એ પ્રમાણે દૂષમકાલમાં ગીતાર્થો કુલિંગીઓની સાથે સરખા થઈને વર્તતા ૨હીને પોતાના ર્ભાવ સમયની પ્રતિક્ષા કરતાં પોતાનો નિર્વાહ કરશે. એ પ્રમાણે ભર્ભાવ દૂષમ કાલના વિલાસ ને સૂચવતા આઠ સ્વપ્નોના ફળને સ્વામીના મુખથી સાંભળીને પુણ્યપાલ રાજા દીક્ષા લઈને મોક્ષમાં ગયો.
આ દૂષમ સમયના વિલાન્સ ને લૌકિકો પણ કલિકાલ શબ્દથી વર્ણવે છે. પહેલાં ખરેખર દ્વા૫૨ યુગમાં ઉત્પન્ન થયેલાં ૨ાજા યુધ્ધિષ્ઠર કોઇક પ્રસંગે ૨ાજવાટિકામાં ગયા, તે પ્રદેશમાં વાછડીને ધાવતી ગાયને જોઈ. તે આશ્ચર્ય જોઈને ૨ાજાએ બ્રાહ્મણોને પૂછ્યું : 'આ શું છે ?' બ્રાહ્મણોએ કહ્યું કે ‘હે દેવ ! આગામી ર્કાલયુગનું આ સૂચક છે. આ આશ્ચર્યનું ફળ આ પ્રમાણે છે કલિયુગમાં માતા-પિતા પોતાની કન્યાને કોઈક Áિ સંપન્નવાળાને આપીને તેની પાસેથી દ્રવ્યને ગ્રહણ કરીને પોતાનો નિર્વાહ કરશે.' ત્યાર પછી આગળ ચાલતાં રાજાએ માર્ગમાં ભીની રેતીથી દોરીને વણતાં કેટલાક લોકોને જોયા. ક્ષણમાત્ર પછી તે દોરી વાયુના સપાટાથી ટૂટી ગઈ. ત્યા૨ે ૨ાજાએ કા૨ણ પુછ્યું. બ્રાહ્મણોએ કહ્યું કે ‘હે મહારાજ ! આનું ફળ આ પ્રમાણે : જે દ્રવ્યને લોકો મહેનત કરીને ઉપાર્જન ક૨શે તે દ્રવ્ય કલિયુગમાં ચોર, ગ્રે, ૨ાજદંડ દાયક આદિ વડે નાશ
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org