________________
વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ
૬૯
વળી તેઓના વચનથી અટકી જશે તે કુશળ ધર્મસાધકો થશે. અચૂક શુદ્ધ ધર્મના સાધક બનશે. ||૪||
(૫) પાંચમું સ્વપ્ન આ પ્રમાણે : અનેક પ્રકારના જંગલી પ્રાણીઓનાં સમૂહથી વ્યાપ્ત વિષમવનની મધ્યે મરેલો સિંહ પડેલો છે. પરંતુ તેને કોઇપણ શિયાળીઆઓ વગેરે નાશ ક૨વા હિમ્મત કરી શકતાં નથી. અનુક્રમે તે મરેલા સિંહના કલેવ૨માં કીડાઓ ઉત્પન્ન થયા. તે કીડાઓ કલેવરને ખાઈ રહ્યા છે તે દેખીને શિયાલીઆઓ પણ ઉપદ્રવ કરે છે.
તેનું ફળ આ પ્રમાણે :- જિનશાસન પ૨વાદી મતોથી અપરાજેય હોવાથી જિનપ્રવચન એ સિંહ રૂપ છે. સારી રીતે ધર્મની પરીક્ષા ક૨ના૨ા કોઈક વિ૨લ સુપ૨ીક્ષક ધર્મજતવાળું ભરતક્ષેત્ર વન જેવું સમજવુ. ૫૨તીર્થંકદિ એ જંગલી પશુઓ જેવા સમજવા. તેઓ એ પ્રમાણે માને છે. આ જૈન પ્રવચન અમારા પૂજા, સત્કા૨, દાનાદિનો ઉચ્છેદ કરનારૂં છે. તેથી વિષમ અને પક્ષપાતી માણસોની ભરપૂર છે. જેમ તેમ કરીને ગમે તે રીતે નાશ પામો. તે નાશ પામેલું તે પ્રવચન મળેલું છે. એટલે અતિશય દૂ૨ થવાથી નિષ્પ્રભાવવાળું થશે. તો પણ શત્રુઓ ભયથી તેને ઉપદ્રવ ક૨શે નહી. કારણ જો તેઓ માને છે કે - ખરેખર આ પ્રવચન ૫૨૨૫૨ સંગૃતવાળું છે. અને સ્થિત છે. કાલના દોષથી ત્યાં આગળ કીડા સ૨ખા પ્રવચન ને નાશ ક૨ના૨ા મતાંત૨ીયો ઉત્પન્ન થશે. તેઓ ૫૨૨૫૨ નિંદા કુથળી, કજીયો વિગેરેથી શાસનની લઘુતા (હિલના) ક૨શે. તેને દેખીને શત્રુઓ પણ કહેશે કે એઓને ૫૨૨૫૨ મેળ નથી. માટે નિશ્ચયથી આ પણ પ્રવચન વિશેષતા વગરનું છે. એમ માની નિર્ભયતાથી બિંદાસ્ત પણે પ્રવચનને ઉપદ્રવ ક૨શે. ।।
=
(૬) છઠ્ઠું સ્વપ્ન આ પ્રમાણે : પદ્માક૨ = કમળોથી યુક્ત હોય તે સરોવ૨, કમલો વિનાનું અને ગર્દભક-છીલ્લ૨થી યુક્ત સરોવ૨ છે. પદ્મો તો ઉકરડામાં છે. તે પણ થોડા અને મનોહર નથી.
તેનું ફળ આ પ્રમાણે :- પદ્મ સરોવ૨ સમાન ધર્મક્ષેત્રો અથવા શ્રેષ્ઠસ્કુલો, તેમાં ધર્મને ક૨ના૨ા, કમલો સરખા સાધુ અથવા શ્રાવક સંઘો નથી, જે પણ ધર્મને કરશે, સ્વીકા૨શે તે પણ કુશીલ સાધુ-શ્રાવકના સંગથી શિથીલ-લોલુપ પરિણામવાળા થશે. ઉકડા સરખા, હલકા કુલો અથવા નીચકુલોમાં ધર્મ પ્રવર્તશે. તેની પણ અસ્થાને ઉત્પન્ન થવાના દોષના કા૨ણે લોકો નિંદા કરશે. આથી ઈર્ષ્યાદિ દોષથી દુષ્ટ થવાથી, તેઓ સ્વકાર્ય ને સાધી શકશે હે.
(૭) સાતમું સ્વપ્ન આ પ્રમાણે : કોઇક જડ જેવો ખેડૂત બળેલા, ઘુણ નામના કીડાથી ખવાયેલા, ઉગવા માટે અયોગ્ય બીજાદિ ને સારા બીજ માની ખરીદે છે. અને ઉખર ભૂમિમાં વાવે છે. તે બીજમાં આવેલાં શુદ્ધ બીજને દૂર કરે છે. અને સા૨ા ક્ષેત્રને (ખેત૨ ને) છોડી દે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org