________________
( ૬૮ )
અપાપા બત્કલ્પઃ વિલેપન તે = બીજા પણ તેમ કરે છે. તે કારણથી લોકો હાંસી કરે છે. તેઓની અનુચત પ્રવૃત્તિ હોવાથી પ્રવચનની હીલના થાય છે. ત્યારે તે કહે છે. આ નિંદા ક૨વા યોગ્ય નથી. પરંતુ આ ધર્મનું અંગ છે. વિ૨લ સાધુઓ એવા હોય છે જે આચાર્યાદિ દ્વારા અનુરોધ ક૨વા છતાં પણ સાવઘમાં પડશે નહી, તેઓ (આધાકર્માદવાળા) સુસાધુઓની નિંદા કરશે. જેમ કે આ મુનિ ગીતાર્થ જાણતા નથી. અંકિંચિ૯૨ = નકામા છે વગેરે, એ પ્રમાણે બીજા સ્વપ્નનો અર્થ થયો. ||શા.
(૩) ત્રીજું સ્વપ્ન અને તેનો ફલાદેશ આ પ્રમાણે : શ્રેષ્ઠ છાયાવાળા ક્ષી૨વૃક્ષ ની નીચે સિંહના પ્રશાંતરૂપ વાળા ઘણાં બચા રહેલા છે. તે સિંહના બચ્ચાની લોકો પ્રશંસા કરે છે. અને આવ જા કરે છે. અને બાવળના ઝાડ નીચે કુતરા છે.
આ સ્વપ્નનું ફળ આ પ્રમાણે :- ખીર વૃક્ષના સ્થાને સાધુને પ્રયોગ્ય ક્ષેત્રો અથવા શ્રાવકો જે સાધુઓ ઉપ૨ ભંકતબહુમાન વાળા, ધર્મ ઉપક૨ણ આપવા વાળા, શ્રેષ્ઠ સાધુઓનું રક્ષણ કરવામાં પરાયણ હોય છે. તે ક્ષેત્રોને ઘણાં સિંહના બચ્ચા સરખા નિત્યવાશી પાસસ્થા અવ૨સાદ દ્વારા સંકલિષ્ટપણાથી ઘેરશે. તે પાસસ્થાદિ વિગેરે પોતાને માણસોને ખુશ કરવા માટે પ્રશાંત દેખાડે છે. તેના વચનને માનવા વાળા તેવા પ્રકારના કૌતુકી લોકો તેમની પ્રશંસા કરે છે. આવજા કરે છે. તેમનું કહ્યું કરે છે. ત્યાં
ક્યારેક કોઈક ધર્મશ્રદ્ધાવાળા હોય છે. અથવા વ્યવહા૨નો પરિહાર કરનારા દુ:ખી થશે. તેઓની અને તેઓથી ભાવત મનવાળાઓની કૂતરા સમાન, અવર્ણવાદ, હાંસી કરશે.' આખો દિવસ શુદ્ધ ધર્મ ક૨વા દ્વારા ભસ્યા કરે છે. જે કુલોમાં ધર્મશ્રદ્ધાળુઓ દુ:ખી થાય, અવજ્ઞાથી ઉપહાસ કરાય તે સાધુનું કુલ બાવળ સમાન સમજવું દુષમકાળના યોગથી ધર્માચાર્ય રિસંહના બચ્ચાની જેમ ભસશે. ||3||
(૪) ચોથું સ્વપ્ન આ પ્રમાણે : કેટલાક ત૨શ્યા થયેલાં કાગડાઓ વાવડીના તટ ઉપ૨ ઝાંઝવાના જળને = માયા ચારોવ૨ને દેખીને ત્યાં જવા માટે પ્રવૃત્ત થયા. કોઈક નિષેધ કર્યો. આ તો પાણી નથી. તે વાત પ૨ અશ્રદ્ધા કરતાં ત્યાં ગયા, તેથી નાશ પામ્યા.
તેનું ફળ આ પ્રમાણે :- વાવડી જેવી શ્રેષ્ઠ સાધુઓની પરંપરા. તે સાધુઓ ઘણા જ ગંભીર અને સારી રીતે અર્થને ભાવવાવાળા ઉશર્ગને અપવાદ સમજવામાં કુશલ, મૂર્ખ નહીં હોવા છતાં મૂર્ખ બનેલ રાજાના દ્રષ્ટાંતથી કાલને ઉચત ધર્મમાં નિરત, અનિશ્ચિત આશ્રયવાળા છે. ઘણાંજ વાંકા અને જડ, અનેક પ્રકા૨ના કલંકથી ઉપહત થયેલાં ધર્માર્થી કાગડા જેવા જાણવા. તે આર્યધર્મ શ્રદ્ધા વડે અભિભૂત થયેલાં છે. અને ઝાંઝવાના જળ જેવા છે. જ્યારે પૂર્વે કહેલાથી વિપરીત આચારવાળાં એવા ધર્માચાર્યો ઘણાંજ કષ્ટકારી અનુષ્ઠાનમાં નિરત હોવા છતાં પણ પરિણત ન હોવાના કારણે ઉપચારહિતમાં પ્રવૃત્ત થયેલા હોવાથી કર્મબંધના હેતુભૂત છે. તેઓને દેખીને મૂઢ ધર્મવાળા
ત્યાં જશે. ત્યારે ગીતાર્થ વડે કહેવાશે, આ ધર્મ માર્ગ નથી પરંતુ આ તો ધર્મઆભાસ છે. તો પણ શ્રદ્ધા નહીં કરતાં કેટલાક ત્યાં જશે સંસારમાં પડશે, નાશ પામશે. જેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org