________________
( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર )
વૈશાખ સુદ અગ્યા૨સના દિવસે મધ્યમ પાપામાં મહસેન વનમાં તીર્થ પ્રવર્તાવ્યું. પ૨વા૨ ર્સાહિત ઈન્દ્રભૂતિ પ્રમુખ ગણધરોને દીક્ષા આપી. તથા દિવસથી માંડી ભગવાનના બેંતાલીસ ચાતુર્માસ થયા. તે એ પ્રમાણે એક અતિક ગ્રામમાં ત્રણ ચંપાને પૃષ્ઠચંપામાં, બાર વૈશાલીના વાણિજ્ય ગામમાં ચૌદ રાજગૃહીના નાલંદાપાડામાં છ મિથિલામાં, બે ભદ્રિકામાં, એક આલંભિકા નગરીમાં, એક પ્રણીતભૂમિમાં, એક શ્રાવતી નગરીમાં, છેલ્લું મધ્યમપાપાના હસિપાલ રાજાની, ઉપયોગમાં નહિ આવતી શુંક = શુષ્ક શાળામાં થયું. ત્યાં શેષ આયુષ્યનો અંત જાણતાં વીર સ્વામીએ સોળ પહો૨ સુધી દેશના આપી.
પુણ્યપાલ રાજાને આવેલા આઠ સ્વપ્નોનું ફળ
ત્યાં આગળ વંદન ક૨વા માટે આવેલા પુણ્યપાલ રાજા પોતે જોયેલ આઠ સ્વપ્નોના ફળને પૂછે છે. ભગવાન કહે છે તે સ્વMફળ આ પ્રમાણે :
(૧) પ્રથમ સ્વપ્નમાં જીર્ણશાળામાં હાથીઓ રહે છે. તે શાળા પડવા જેવી છતાં પણ તેમાંથી હાથીઓ નીકળતા નથી. જે નીકળ્યા હતા તે ફરીથી ત્યાં આગળ પાછા જાય છે. તેથી તે શાળા પડવાથી બધા નાશ પામે છે.
આ સ્વપ્નનું ફળ આ પ્રમાણે :- દૂષમ ગૃહવાસ તે જીર્ણશાળા જાણવી, સંપદા, નેહ અને નિવાસો અથ્થર હોવાથી અહો ! દૂષમ કાલમાં દુ:ખે જીવી શકાય. દ્રવ્યજીવી ઈત્યાદિ વચનથી ધર્માર્થી શ્રાવકો હાથી રૂપ જાણવા.
અને પ૨દર્શનના ગૃહસ્થોની અપેક્ષાએ પ્રધાન હોવાથી તે ગૃહસ્થો દેશભંગાદથી દેશથી સર્વથી વગેરે ભાંગાના અનુસારે ગૃહવાસમાં પડે છે. છતાં પણ નીકળવા ઈચ્છતા નથી. વ્રત-ગ્રહણ દ્વારા જે નીકળે છે તેઓ પણ વિધિથી નિકળતા હોવાથી નાશ પામે છે. ગૃહસ્થ લોકોના સંકલેશમાં પડીને તેઓ ભગ્ર પરિણામવાળા થાય છે. કોઈક વિલા સુસાધુ થઈને, ગૃહસ્થના સંકલેશમાં પડવા છતાં પણ આગમના અનુસાર તેને અવગણીને કુલીનપણાથી સાધુ જીવનનું પાલન કરશે. એ પ્રમાણે સ્વપ્નનો અર્થ થયો.
(૨) બીજા સ્વપ્નનો અર્થ આ પ્રમાણે :- ઘણા વાંદરાઓની મધ્યે ચૂથધપતિઓ છે. તે અશુચિ દ્વારા પોતાને લીધે છે. બીજા વાંદરાઓ તેમ કરે, તેથી લોકો હશે છે. ત્યારે તેઓ કહે છે. આ અશુચિ નથી પરંતુ, ગોશીર્ષ-ચંદન છે. વિરલા વાનરો વિલેપના કરતા નથી, તે વાનરોની વિલેપન કરતાં વાંદરાઓ નિંદા કરે છે, તેઓ ઉપ૨ ખીજાય છે.
આ સ્વપ્નનું ફળ આ પ્રમાણે :- વાનરના સ્થાને અહીં ગ૭ગતસાધુઓ જાણવા. તેઓ અપ્રમત્ત ભાવવાળા અને ચલ પરિણામ વાળા થશે. ગચ્છાધિપતિ આચાર્ય તે ચૂથધપતિ જાણવા. અર્શાચનું વિલેપન તે આધાકર્માદી સાવઘનું સેવન જાણવું. અન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org