________________
નવાપુર કલ્પઃ ||
(૨૦)
૨નવાહ નગ૨માં ૨હેલા શ્રીધર્મનાથ ભગવાનને નમસ્કા૨ કરીને તે જ શ્રેષ્ઠઉત્તમ નગ૨ના કલ્પને વિશે કાંઈક હું કહીશ. ||૧||
આ જ જંબુદ્ધીપ ના ભરત ક્ષેત્રમાં કોશલ-દેશમાં વિવિધ જાતના ઘણાં જ ઉંચા અને ઘણી મોટી શાખા વાળા વૃક્ષોના વિપુલ પ્રમાણમાં ફૂલ ફળોવાળા સૂર્યના કિરણો ઢાંકના૨ એવા ગહનવનથી શોભિત અને શીતલ, નિર્મલ અને વિપુલ પાણીના ઝરણાવાળા ધર્ધ૨નાદથી મનોહ૨ એવું રત્નવાહ નામનું નગ૨ છે.
ત્યાં આગળ ઈશ્વાકુ કુલમાં દીપક સમાન, ચમકતા સોનાજેવી મનોહર કર્કાન્તવાળા, વજ્રના લંછનવાળા ૪૫ ધનુષની કાયાવાળા એવા ૧૫ મા તીર્થતિ શ્રી વિજવિમાન થી અવત૨ીને શ્રી ભાનુરાજાના ઘ૨માં સુપ્રતાદેવીની કુક્ષીમાં પુત્રપણે અવતર્યા. અનુક્રમે ગુરુજનોએ ધર્મનાથ નામ રાખ્યું. તેમના જન્મ-દીક્ષા-કેવલજ્ઞાન કલ્યાણક ત્યાંજ થયેલા. અને તેઓ મોક્ષ સમેતશિખર ઉ૫૨ પામ્યા. તે જ નગ૨માં માણસોની આંખને શીતલતા ઉત્પન્ન ક૨ના૨ નાગકુમા૨ દેવથી અષ્ઠિત એવું ધર્મનાથ ભગવાનનું ચૈત્ય થયું.
તે જ નગ૨માં એક શિલ્પકા૨ (કુંભકા૨) પોતાની કળામાં હોંશીયા૨ હતો. તેનો યુવાન પુત્ર ક્રીડાના દુર્વિલાસથી ત્યાં મનોહ૨તાને ભજતા૨ા ચૈત્યમાં ઘેરથી આવીને પોતાની ઇચ્છા મુજબ જુગા૨ાદિ તે તે પ્રકા૨ની ક્રીડાને કરનારા માણસોની સાથે કરતો હતો.
ત્યાં એક નાગકુમા૨ ક્રીડર્ગાપ્રય હોવાથી મનુષ્ય શ૨ી૨ બનાવી તે કુંભારના છોકરાની સાથે દ૨૨ોજ ૨મવા લાગ્યો. કુલક્રમથી આવતાં કુંભારના કાર્યો ને ર્વાહ કરતો હોવાથી તેના પિતા તે પુત્રને દ૨૨ોજ તેને કઠો૨ વાણીથી ઠપકો આપતા.
પરંતુ આ પિતાના વચનને સ્વીકારતો નથી. તેથી પિતાએ જો૨દા૨ મા૨પીટ કરી બળ જબરીથી માટી ખોદાવવી, ખેંચવી, લાવવી વગેરે પોતાના કાર્યોં કરાવવા લાગ્યો. છટકબારી મેળવી ફરીથી તે ચૈત્યમાં જઈને વચ્ચે વચ્ચે તે જ નાગકુમા૨ની સાથે ૨મવા લાગ્યો.
નાગકુમા૨ વડે પૂછ્યું ? કયા કા૨ણથી તુ પહેલાની જેમ નિરંત૨ ૨મવા નથી આવતો ? તેણે કહ્યું : મા૨ા ઉ૫૨ પિતા ગુસ્સે થાય છે. વચ્ચે પોતાના કામ ધંધા કર્યા વિના કેવી રીતે પેટનો ખાડો પૂરી શકાય ? તે સાંભળી તે નાગકુમા૨ બોલ્યો : ‘જો આ પ્રમાણે છે તો ૨મતના અંતે પૃથ્વી-પીઠ ઉ૫૨ આળોટીને હું સાપ થઈશ. ત્યારે માત્ર ચા૨ અંગુલ જેટલી મા૨ી પૂંછ ને માટી ખણવાના ઉ૫ક૨ણ વડે લોહવડે છેદીને તા૨ે લઈ લેવી. તે સુંદ૨ સોનાની બની જશે. તે સોના વડે તારા કુટુંબની આજીવીકા ચાલશે. એ પ્રમાણે મિત્રપણાથી નાગકુમા૨ે કહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org