________________
૫૮
શ્રી સત્યપુરતીર્થ કલ્પઃ
સત્યપુ૨માં વિક્રમવર્ષે ૧૦૮૧ માં આવ્યો. ત્યાં મનોહ૨ વી૨ભવન જોયું. મારો કાપો એમ બોલતાં મ્લેચ્છોએ મંદિ૨માં પ્રવેશ કર્યો. ત્યા૨ પછી શ્રી વી૨ પ્રભુની પ્રતિમાને હાથી વડે ખેંચી પણ લેશ માત્ર પણ ચલાયમાન ન થઈ. તેથી બળદને જોતર્યા. ત્યારે પૂર્વભવના (બળદ અવસ્થાના) રાગથી બ્રહ્માંર્થાત યક્ષે ચા૨ અંગુલ જેટલા ચલાયમાન કર્યા. ગર્જનપતિએ પોતે પ્રયત્ન કરવા છતાં પણ જગન્નાથ નિશ્ચલ થઈને સ્થિત રહ્યા.
મ્લેચ્છનાથ વિલખો થયો. ત્યારે સ્વામી ઉ૫૨ ઘણના ઘા કર્યા (પરંતુ), ઘા બેગમોને લાગવા માંડ્યા, તેથી તલવાર ના પ્રહા૨ કર્યા, તે પણ નિષ્ફળ થતાં મ્લેચ્છોએ વીરની આંગળી કાપી. તે ગ્રહણ કરીને ચાલવા માંડ્યા. ત્યારે ઘોડાની પૂંછો બળવા લાગી. પાછા વળતાં મ્લેચ્છો મૂર્છા પામવા લાગ્યા. તેથી ઘોડા છોડીને પગે ચાલીને જવા માંડ્યા. પણ ધસ્ દઇને ભૂમિ ઉ૫૨ પડ્યા. રહેમાનને યાદ કરતાં, વલવલતા, દીન બનેલા તે બધા બળથી ક્ષીણ થઈ ગયા ત્યારે આકાશમાં એ પ્રમાણે અદૃશ્ય દેવ વાણી થઈ.
વી૨ની આંગળી લાવીને તમો જીવના જોખમમાં પડ્યા છો. તેથી ગર્જનાધિપતિ ર્વાશ્મત મન વાળો માથું ધુણાવતો શિલ્પીઓને આદેશ કરે છે, કે જેવી રીતે આંગળીને લઈ આવ્યા તેવી રીતે સ્થાપન કરો.
તેથી ડરેલા તેઓ આંગળી પાછી લાવ્યા. તે આંગળી ઝટ દઈને સ્વામીના હાથ ૫૨ લાગી ગઈ. તે આશ્ચર્ય ને દેખીને મુર્માસ્લમ લોકો ફરીથી ક્યારે પણ સત્યપુ૨ તરફના શુકનને પણ માંગતા નથી. ચતુર્વિધ સંઘ ખુશ થયો.
શ્રી વી૨ભગવાનના જિનાલયમાં પૂજા-હિમા-ગીત-નૃત્ય-વાજીંત્ર-દ્રવ્યનાદિ વડે પ્રભાવનાને કરે છે. એમ ઘણો કાળ પસા૨ થયા પછી માલવાનો રાજા ગુજરાતનો ભંગ કરી સત્યપુરની સીમાએ પહોંચ્યો. ત્યારે બ્રહ્માંર્થાત યક્ષે ઘણું સૈન્ય વિકુર્તીને તેના સૈન્યને ભાંગ્યું. તેના રહેવાના આવાસોમાં તંબુઓમાં વર્ષાગૢ લાગ્યો. માલવાનો ૨ાજા કોશ કોષ્ઠાગા૨ આદિને છોડીને કાગડાની જેમ ભાગી ગયો.
હવે વિક્રમવર્ષ ૧૩૪૮ વર્ષે મોટા કાફ૨ સૈન્યે દેશ ભાંગ્યો. નગ૨, ગામ ભાંગ્યા, નાશ ર્યા, જિનભવનના દ્વા૨ ઢાંકી દેવામાં આવ્યા. ત્યારે ચા૨ે યોજનસુધી ચારે બાજુ બ્રહ્મશાંતિના મહાત્મ્યવડે અનાહત ગંભી૨ સ્વ૨ વાળા તુંબડાના ચક્રના અવાજે સંભળાવા લાગ્યો. ત્યારે શ્રી સારંગદેવ મહારાજાના સૈન્યથી આગમનની શંકા કરીને મોગલ સૈન્ય ભાગી ગયુ. સત્યપુરની સીમાને પણ તેઓ ૫ર્યા નહિ.
હવે વિક્રમ સંવત ૧૩૫૬ વર્ષે ઉલૂગખાન નામના મંત્રી માદ્રવથી પ્રેરાયેલ આલ્લાઉદ્દન ૧. વિ.સં. ૧૩૪૨ આસપાસ મંગોલો ભારત ૫૨ ચડી આવ્યા હતા. તેની આ વિગત હશે એમ કેટલાક લોકોનું માનવું છે. આચાર્ય જિનપ્રભસૂરિ વિ.સં. ૧૩૪૧ માં ૨૩ વર્ષની વયે આચાર્યપદ પામ્યા ત્યા૨ પછી ત૨તની આ ઘટના છે.
૨. મુસ્લિમ ઈતિહાસ લેખકોએ પણ આ જ સંવત આપી છે. ('દિલ્લી સલ્તનત' પૃ.૧૯, પૃ.૩૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org