________________
( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ
(૫૭) કરી નહીં. તેથી તે અકામ નિર્જરાથી મરીને વ્યંત૨૫ણામાં શૂલપાણી નામનો યક્ષ થયો. વિર્ભાગજ્ઞાનથી ઉપયોગ મૂક્યો. પૂર્વજન્મની ઘટનાને જાણી. તે ગામ પ્રત્યે બંધાયેલી ઈર્ષા વાળા તે યક્ષે મારે મરકી ફેલાવી. તેથી આકુલ વ્યાકુલ થયેલાં ગામલોકો ૨નાન કરી, બલકર્મ કરી હાથમાં ધૂપ કડછી ને ધારણ કરતાં કહે છે : “જે દેવનો, કે દાનવનો અમારા વડે કાંઈ પણ અપરાધ કરાયો હોય તે અમને માફ કરજો.' ત્યારે તે યક્ષે પૂર્વભવના બળદનો વૃત્તાંત કહ્યો. તે જ બળદના હાડકાના પુંજની ઉપ૨ લોકોએ દેવાલય કરાવ્યું. તેની પ્રતિમા કરાવી. ઈંદ્રશર્મા નામના પૂજારીને પૂજા માટે સ્થાપિત કર્યો. તેથી તે વર્ધમાનગામ અસ્થિગ્રામ તરીકે પ્રસિદ્ધ થયું. ઉપદ્રવ દૂર થયો.
અનુક્રમે દૂઈજજંતગ તાપસના આશ્રમથી ભગવાન વર્ધમાનસ્વામી છદ્મસ્થપણામાં વિચરતાં ચોમાસામાં તે ગામમાં આવ્યા. ગામની (ગ્રામજનોની અનુજ્ઞા મેળવીને) પાછળ તે જ દેવાલયમાં શંત્રમાં કાઉસગ્ગ, ધ્યાને રહ્યા. તે મિથ્યાદષ્ટિ દેવે ભયંકર અટ્ટહાસ્ય હાથી-ભૂત-નાગ આદરૂપો વડે ઉપસર્ગો કરી અને મસ્તક-કાન-નાક-દાત-નખ-આંખપીઠમાં વેદનાઓ વિકુવ.
બધા ઉપસર્ગોમાં ભગવાનને ક્ષોભ વિનાના નિશ્ચલ જાણીને ઉપશાંત થયેલો તે દેવ ગીત-નૃત્ય-સ્તુતિ આદિ વડે પર્યપાસના કરે છે.
ત્યારથી માંડી તે યક્ષનું બ્રહશાંતિ એ પ્રમાણે નામ પ્રસિદ્ધ થયું. તે દેવ શાત્યપુ૨ના વીર ચૈત્યમાં પ્રતિષ્ઠા વિશેષથી વસે છે.
આ બાજુ ગુર્જર ધરાના પશ્ચિમ ભાગમાં રિદ્ધિ-સમૃદ્ધિવાળી વલ્લભી નામની નગરી છે. ત્યાં આગળ શિલાદિત્ય નામનો રાજા હતો. ૨ત્નજડિત કાંકયીમાં લુબ્ધ બનેલ તેણે રંક નામના શેઠનો પરાભવ કર્યો. કૂપિત થયેલો તે શેઠે તેની સાથે યુદ્ધ માટે ગર્જનપતિ હમીરને ઘણું દાન આપીને મોટા સૈન્ય સાથે લાવ્યો. તે અવસરે વલ્લભીથી અંબા-ક્ષેત્રપાલથી યુક્ત ચંદ્રપ્રભસ્વામીની પ્રતિમા ધિષ્ઠાયકના બળ વડે આકાશ માર્ગે દેવપટ્ટણ (પ્રભાસપાટણ) લઈ જવાઈ. ૨થ ઉપર આરૂઢ થયેલી દેવતાના બલા વડે અદશ્યપણે શાંચરતી આસો માસની પૂર્ણિમાના દિવસે ભીનમાલ (શ્રીમાલ)માં આવી. બીજા પણ અંતિશયવાળા દેવતાઓ ઉચિત સ્થાને ગયા.
નગ૨ દેવતાએ શ્રીવર્ધમાનસૂર ને જણાવ્યું કે જ્યારે ભિક્ષામાં પ્રાપ્ત થયેલું દૂધ લોહી બને અને ફરી દૂધ થાય ત્યાં સુધી સાધુઓએ અહીં ૨હેવું. હમીરની તે સેનાએ ૮૪૫ વિક્રમવર્ષે વલ્લભીને ભાંગીને તે રાજાને માર્યો. પછી હમીર પોતાના સ્થાને ગયો.
ત્યા૨ પછી બીજો ગર્જનપતિ મ્લેચ્છરાજા ગુજરાતને ભાંગી ત્યાંથી પાછો વળતો
૧. ૫. ધનપાલે પણ આ ઘટનાનો ઉલ્લેખ “શ્રી સત્યપુ૨મહાવી૨ જિનોત્સાહ' માં કર્યો છે. આક્રમણકાર
મહમદ ગઝની હતો તેમ ઈતિહાસકારો કહે છે. 'ધી સ્કૂલ ફોર એપાય૨' પૃ.૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org