________________
શ્રી સત્યપુરતીર્થ કલ્પઃ |
શ્રી બ્રહ્મશાંતિ યક્ષથી સેવાયેલા એવા શ્રીમહાવી૨ જિનેશ્વ૨ દેવને પ્રણામ કરીને જેવી રીતે સાંભળ્યું તેવી રીતે સત્યપુર તીર્થના કલ્પને કહીશ. ||૧||
તે૨મા સૈકામાં સત્યપુ૨માં શ્રી કાન્યકુબ્જ નગ૨ના ૨ાજા વડે બનાવેલા દેવદાકાષ્ટમય જિનભવનમાં વી૨ જિનેશ્વર જય પામો. ચા
આ ભરતક્ષેત્રમાં મમંડલમાં સત્યપુર નામનું નગ૨ છે. ત્યાં આગળ નાહડરાજા વડે કરાવેલ ગણધ૨ શ્રી ોજ્જગસૂરિ વડે પ્રતિષ્ઠિત થયેલ પિત્તલમય શ્રી મહાવી૨ ભગવાનની પ્રતિમા જિનાલયમાં છે. કેવી રીતે નાહડ રાજા વડે તે કરાઈ તેની ઉત્પત્તિ કહે છે.
૧૭
પહેલાં નડૂલ મંડલના અલંકાર સમાન મંડોવર નગરના ધર્પત ૨ાજાને બલવાન ગોત્રીય પુરુષો એ મ૨ાવીને તે નગ૨ને કબજે કર્યું. તેની સગર્ભા ૨ાણી મહાદેવી ભાગીને બંભાણપુર ગઈ. ત્યાં આગળ સકલ લક્ષણથી સંપૂર્ણ એવા પુત્રને જન્મ આપ્યો. તેથી નગ૨ની બહાર એક વૃક્ષ ઉ૫૨ તે બાળક ને ઝોળીમાં સ્થાપન કરીને પોતે નજીકમાં કાંઈક કામ ક૨વા લાગી. ત્યારે ત્યાં દૈવ યોગે શ્રી જિગસૂરિ આવ્યા.
વૃક્ષની છાયા જોઈને ‘આ પુણ્યવંત થશે' એ પ્રમાણે જાણીને લાંબા સમય સુધી બાળકને જોતા સ્થિર રહ્યાં. ત્યારે તે રાજપત્ની એ આવીને સૂરિને પૂછ્યું : 'હે ભગવાન ! શું આ પુત્ર ! કુલક્ષણ વાળો - કુલનો ક્ષય કરવા વાળો દેખાય છે ?' સૂરિ કહે : 'આ મહાપુરુષ થશે ! તેથી સર્વયત્ન પૂર્વક એનું પાલન કરવું જોઈએ.' પછી તેના ઉ૫૨ અનુકંપાથી ગુરુની પ્રે૨ણા વડે જિનાલયમાં કામ ક૨વા માટે નિયુક્ત કરાઇ. તે પુત્રનું નાહડ નામ રાખ્યું. ગુરૂ પાસે તે પંચ૫૨મેષ્ઠિ નમસ્કા૨ શીખ્યો. તે ચપલતાના કા૨ણે ધનુષબાણ લઈ અક્ષયપટ (સાથીયો ક૨વાના પાટ) ની ઉ૫૨ આવતા ઉંદરને અચૂક નિશાન બાજ તે મારે છે. તેથી શ્રાવકોએ જિનાલયમાંથી તેને કાઢ્યો. પછી તે માણસોની ગાયોનું ૨ક્ષણ કરે છે. એક દિવસ કોઇ પણ જોગી એ નગ૨ની બહા૨ ભમતા તેને જોયો. બત્રીશ લક્ષણ વાળો છે એ પ્રમાણે જાણ્યું. તેથી તેની સુવર્ણપુરુષ તૈયા૨ ક૨વામાં સહાયતા લેવા માટે તેની પાછળ પાછળ ગયો. તેની માતાની અનુજ્ઞા લઈને ત્યાં જ તે યોગી રહ્યો.
અવસ૨ પામીને જોગીએ કહ્યું : ‘હે નાહડ ! જ્યાં આગળ ગાયોની રખેવાળી કરે છે ત્યાં તું લાલ દૂધ વાળું કુલસ વૃક્ષ (થો૨) જોવામાં આવે તો ત્યાં ચિન્હ કરીને મને કહેજે. બાળકે તńત્ત કહી સ્વીકા૨ કર્યો. એક દિવસ દૈવયોગે તે પ્રમાણે જોઇને યોગીને જણાવ્યું. બંન્ને ત્યાં ગયા. યથોક્ત વિધિ વડે અગ્નિ ને પ્રજ્વલિત કરીને તે લાલ દૂધ ને (ખી૨ને) તે ગ્રમાં નાંખીને જોગીએ પ્રક્ષિણા આપી. નાહડે પણ ગ્રિને પ્રદક્ષિણા કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org