________________
(પ)
( શ્રી સત્યપુરતીર્થ કલ્પઃ ) કોઈ પણ રીતે યોગીની દુષ્ટવૃત્તિને રાજપુત્ર (નાહડ) જાણી ગયો. તેણે પંચ પરમેષ્ઠિ નમસ્કાર મંત્ર યાદ કર્યો. તે નવકારના પ્રભાવથી જોગી પ્રભાવ વગ૨નો થઈ ગયો. ત્યારે તેણે જેગીને ઉપાડીને અગ્નિમાં નાંખ્યો. તેથી તે સુવર્ણપુ૨૦ષ થયો. નાહડે વિચાર્યું. અહો મંત્રનો પ્રભાવ ! કેવી રીતે નવકાર આપનાર તે ગુરૂના ઉપકારનો બદલો વાળીશ. એમ વિચારતો આવીને ગુને નમ્યો. તે સર્વ હકીકત કહી. હે ભગવાન ! મને કાંઈક કામ બતાવો. પછી તેણે ગુ૨૦ના વચનથી ઉચા એવા ચોવીશ ચૈત્યો કરાવ્યા. અનુક્રમે ઘણી રાજ્યલક્ષ્મીને તે પામ્યો. મોટા સૈન્ય સાથે જઈને પિતાના સ્થાનને (પિતાના નગ૨ને) પણ ગ્રહણ કર્યું. - એક વખત તેના વડે શ્રી જગસૂરિને વિનંતી કરાઈ, હે ભગવાન ! મને કોઈક એવા કામનો આદેશ કરશે, જેના વડે તમારી અને મારી કીર્તિ લાંબા સમય સુધી ફેલાય. તેથી ગુરુએ જ્યાં ગાય ચારેય આંચળ દ્વારા દૂધ ઝરાવે છે તે ભૂમને અસ્પૃદયવાળી જાણીને તે સ્થાન રાજાને બતાવ્યું. તેણે ગુરુના આદેશ થી વી૨પ્રભુના મોક્ષ નિર્વાણથી ઉ00 મા વર્ષે ગગનચુંબી શિખરબંધી સત્યપુરમાં જિનાલય કરાવ્યું. તેમાં પિત્તલમય શ્રી વીપ્રભુની પ્રતિમાને જન્ફગસૂરેએ પ્રતિષ્ઠિત કરી. ત્યારે પ્રતિષ્ઠા કરવા માટે આચાર્ય ભગવંતે પ્રયાણ કર્યું. ત્યારે વચ્ચે એક ઉત્તમ લગ્નમાં નાહડ રાજાના પૂર્વ પુરુષ વિંધ્યરાજાની અશ્વ ઉપ૨ આરૂઢ થયેલી મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી.
બીજા કોઈ લગ્ન વિશેષમાં મીણ જેવી પૃથ્વી નગ૨ થતાં શંખ નામના શિષ્ય ગુરુના આદેશથી દંડઘાત દ્વારા કુઓ બનાવ્યો. તે આજે પણ શંખકુવા તરીકે જાણીતો છે. તે કૂવો બીજા દિવસોમાં સૂકો હોય તો પણ વૈશાખ સુદ પૂનમના દિવસે પાણીથી પૂર્ણ ભરાય છે. - ત્રીજા લગ્નમાં શ્રી વી૨પ્રભુની પ્રતિષ્ઠા કરાવી. તે જ લગ્નમાં Íસત ગામમાં એક વયણપ (બેણપ) ગામમાં સાધુ અને શ્રાવકના હાથમાં મોકલેલ વાસક્ષેપ વડે શ્રી વીરપ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી.
તે વી૨ પ્રતિમાને દ૨૨ોજ ૨ાજા પૂજા કરે છે. એ પ્રમાણે નાહડ રાજા વડે તે બિંબને કરાયું.
તે વીપ્રભુની દ૨રોજ સતત સાંનિધ્ય વાળો અંધષ્ઠાયક બ્રહાશાંતિ યક્ષ પર્યાપાસના કરે છે. તે પહેલાં ધનદેવ શેઠનો બળદ હતો.
તેણે વેગવતી નદીમાંથી પાંચસો ગાડાના સમૂહને બહાર કાઢેલો. તેના સાંધા તૂટી ગયા. તેથી શેઠે ચારા-પાણી આદિના હેતુ એ વેતન આપીને વર્ધમાન ગામના લોકોને સમર્પિત કર્યો. તે ગામ-લોકોએ પૈસા તો લઈ લીધા, પરંતુ તે બળદની ચિંતા ૧. નાહડરાય ઈતિહાસકાશે પ્રતિહાર રાજા નાગભટ્ટ પ્રથમ (આઠમી સદી) છે. (રાજસ્થાન શું ધ
એજીન્સ પૃ.૧૨૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org