________________
અપાપાપુરી સંતિમ કલ્પઃ
૧૪
સિદ્ધાર્થ ણિકના કહેવાથી વનમાં ખરક નામના સુંદર વૈધે અભ્યુંજન' કરવાની દ્રોણિમાં (સ્નાનના મોટા ટબ જેવી) બેસેલા વી૨ પ્રભુના બન્ને કાનમાંથી ખીલા કાઢ્યા ત્યા૨ે તીવ્ર પીડાથી પીડાયેલા ચ૨મ જિનેશ્વ૨ના અદ્ભૂત આશ્ચર્યકા૨ી જો૨દા૨ ચીત્કા૨થી ભેદાયેલી ગિ૨િ-ગુફાઓ જે નગરીના નજીકના ભાગમાં આજે પણ દેખાય છે. ||૧||
આ નગરીમાં ભિકા નગ૨ીથી મહસેન નામના વનની નજીક ત્રિમાં આવીને ચ૨મ જિનેશ્વરે વૈશાખ સુદી અય્યા૨સના દિવસે તીર્થ પ્રવૃત્તિને ક૨ી, શિષ્યો ર્સાહત ગૌતમાદિ અગ્યા૨ ગણધરોને દીક્ષા આપી. તે ગણધરોએ ત્રિપદી દ્વા૨ા ભવસમુદ્રને ત૨વામાં નાવડી સમાન દ્વાદશાંગીને ગુંથી.||
જે નગરીમાં શ્રી વર્લ્ડમાનસ્વામીએ બે દિવસ છટ્ઠ કરી બે દિવસ તેમ દેશના વૃષ્ટિ કરીને હસ્તિપાલ નામના રાજાની શુલ્ક શાળાને અલંકૃત કરી. અમાવસ્યાના તિથિએ ત્રિમાં સ્વાતિ નક્ષત્રમાં નિરૂપમ લક્ષ્મીનું ઘ૨ એવા મોક્ષને પ્રાપ્ત કર્યું. નગરીમાં શ્રેષ્ઠ તે અપાપા નગરી માણસોને પાપર્વાહત કરો. ||3||
જે નગરીમાં આજે પણ નાગકુમા૨ સાપો પ્રભાવને દેખાડે છે. તે અમાવસ્યાની ત્રિમાં તેલ વિનાના પાણીથી ભરેલાં કોડીયામાં દીપક બળે છે. ઘણાં જ આશ્ચર્યની ભૂમિ, ચમ જિનેશ્વરના સ્તૂપથી રમ્ય સ્વરૂપવાળી, મધ્યમ શબ્દો છે આદિમાં જેને = મધ્યમપાપા નામાની તે શ્રેષ્ઠ નગ૨ી યાર્યાત્રકોને વિભૂતિ માટે થાઓ. ||૪||
|| ઇતિ શ્રી અપાપાકલ્પ: ||
૧. બિહારના નાલંદા જિલ્લામાં આવેલ પાવપુરી અપાપાપુરી હોવાનું પ્રસિદ્ધ છે. આગમોમાં આવતાં પાવાપુરીના ઉલ્લેખો મુજબ તે મલ્લોના રાજ્યમાં આવી હતી. આજે કેટલાક વિદ્ઘાનો ઉત્તરપ્રદેશના દેર્વાયા જિલ્લાની ઉત્તરે આવેલ સાઠિયાવ નામના ગામને પ્રાચીન પાવાપુરી માને છે. (ઘી એન્ટીરિયન મેન્સ ઇન બિહા૨ પૃ. ૪૨૧ પાવા સમીક્ષા લે. સ૨ાવગી કે. એલ.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org