SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ શ્રી આનંદઘનજીનાં પદો મતમાં અને બીજા મતમાં ભેદ, એક મતની અંદર પણ વિચારઐક્યતાની ગેરહાજરી અને જ્યાં વાસ્તવિક ચર્ચા કરવાને પ્રસંગ આવે ત્યાં મૂળ સવાલને વિસારી દઈ શબ્દની મારામારી દેવામાં આવી. એક સરખા વિચારવાળે, ન્યાયપુર:સર દરેક કેટિની તુલના કરનાર, અરસપરસ દલીલને સંબંધ વિચારી શાંત મગજે હકીકત સમજનાર કે મારા જેવામાં આવ્યું નહિ. વાદવિવાદમાં મારામારી, સત્ય સમજવાની સ્થિરતાને અભાવ, સ્વમસ્થાપન માટે અનેક પ્રકારના વિચિત્ર પ્રયાસ અને પરમસહિષ્ણુતાની અથવા તેને સત્યાંશ સ્વીકારવાની પણ ગેરહાજરી મારા જેવામાં આવી. ચેતનજી પણ ઉપર ઉપરથી ખેદ કરે છે અને જુએ છે, વસ્તુધર્મનું સ્વરૂપ સમજવા ઊંડાણમાં પ્રવેશ કરતા નથી અને દંભ, માયા અને સંસાર આસક્ત પ્રાણીઓ ઉપર ઉપરથી ત્યાગી હોવાને ડોળ ઘાલી મારા પતિને અનેક પ્રકારે ફસાવે છે તેમાંથી તેઓ સત્ય જોઈ શકતા નથી, તારવી શકતા નથી, સમજી શક્તા અને આવી રીતે હું તે ઘણી જગ્યાએ ગઈ પણ ત્યાં કોઈને એક સરખા અભિપ્રાય વાળા જોયા નહિ. એકમનોને બદલે “એકમતે ” એક મતવાળ, ચક્કસ અભિપ્રાયવાળો મેં કઈ જ નહિ એ પાઠ હોય તે વધારે બંધબેસતે આવે એમ લાગે છે, પરંતુ એ પાઠાંતર કઈ પણ પ્રતમાં નથી. એને અર્થ એકસરખા અભિપ્રાયવાળો એમ થાય છે. આત્મા સંબંધી જ્ઞાનમાં હે માડી ! અન્ય જગ્યાએ હજુ સુધી એ એક પણ માણસ નથી જે કે જ્ઞાનમાં આગળ પાછળ અથવા અરસ્પર વિરોધ ન આવતો હોય. આત્મા જે જ્ઞાનથી વિશુદ્ધ થાય, તેનું સ્વરૂપ સ્પષ્ટ સમજાય અને તેમાં કોઈ પણ પ્રકારનો વિરોધ ન આવે તે સ્થાપન કરનારને “મત’ કહે યુક્ત છે, બીજા કુમત કહેવાય. આવી રીતે જેને મત” કહી શકાય, મતના નામને ગ્યા હોય એ કઈ મારા જોવામાં આવ્યું નથી. મારા પતિ અનેક નાચ નાચ્યા, તેમણે અનેક વેશ ધારણ કર્યા, તેમણે જૂદાં જુદાં દર્શનેને અભ્યાસ કર્યો, પરંતુ એ સર્વમાં સર્વ સત્યાગ્રાહી મત મારા જોવામાં આવ્યું નહિ. અથવા પાઠાંતર વિચારીએ તે મેં કઈને નિષ્પક્ષ જે નહિ. જે જે મારા સંબંધમાં આવ્યા તે સર્વ પિતપોતાના મત ખેંચતા હોય એમ જોવામાં આવ્યું છે. કદાગ્રહથી સ્વતસ્થાપના દઢ આગ્રહ અને સત્ય સમજવાની ઉપેક્ષા મેં તે સર્વત્ર જોઈ છે. જ્યાં સુધી ચેતનજી ઉપર ઉપરના ખેલ કર્યા કરે ત્યાં સુધી તે નિષ્પક્ષ બને નહિ અને તેનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય નહિ. પદના લખનારે આ પક્ષવાદમાં સર્વ મતને લઈ લીધા છે તે તેઓનું નિષ્પક્ષપણું બતાવી આપે . ખૂદ જૈન મત જેના અનુયાયી કવિ છે તેના સંબંધમાં પણ તે કહે છે કેજે ત્યાં ચેતનાને જાગ્રત કરવાને ઈરાદે હોય તે સત્ય સ્વરૂપ પ્રાપ્ય છે, પરંતુ જે ત્યાં પણ ચેતનાને ઘર ઘરને ધંધે વળગાડી દીધી તે પછી તેનું કાંઈ રહેતું નથી અને તેને નિષ્પક્ષ થવાને પ્રાપ્ત થયેલો પ્રસંગ તે ગુમાવી બેસે છે. જે વિશાળ દષ્ટિથી આ હકીકત શ્રીઆનંદઘનજી મહારાજે લખી છે તે બરાબર વિચારવા યોગ્ય છે. આવી રીતે જેનાં મનમાં જેમ આવ્યું તેમ તેઓ મારી સાથે વર્યા. મને સ્થાપનાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy